Vadodara

પાવાગઢમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે

હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના જીણોદ્વાર પામેલ અતિ ભવ્ય અને વિશાળ મંદિરના શિખર પર દાયકાઓ બાદ ધજા ચડાવવામાં આવશે. જેમાં આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા અને પોતાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 18મી જૂનના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે પધારનાર છે. જેમાં મહાકાળી માતાજીના દર્શન કરી તેઓના ચરણોમાં શિશ ઝુકાવી નરેન્દ્ર મોદી મંદિર ખાતે ધ્વજારોહણ કરશે. જેને અનુલક્ષીને ધ્વજારોહણ માટેના સોનાનો ઢોળ ચઢાવેલ સોનાના ધ્વજદંડને મહાકાળી માતાજીના મંદિરના શિખર પર  સ્થાપિત કરવામાં આવ્યો હતો.જ્યારે મહાકાળી માતાજીના ગર્ભગૃહને પણ સોને મઢવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર બિરાજમાન જગજનની મહાકાળી માતાજીના દર્શને વર્ષે દહાડે લાખો માઇભક્તો મહાકાળી માતાજીના દર્શન કરી પોતાની માનતાઓ બાધાઓ પૂરી કરી ધન્યતા અનુભવે છે જેમાં મહાકાળી માતાજીના ભક્તોની સુખ સુવિધા અને ભક્તજનો માતાજીના દર્શન આરામથી અને સહુલત સાથે કરી શકે તે માટે મહાકાળી માતાજીના અતિ પ્રાચીન મંદિરનું કરોડો રૂપિયાના ખર્ચે પુનઃ નિર્માણ કરી અતિ ભવ્ય અને વિશાળ તેમજ તમામ સુવિધાઓ સભર  મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં મહાકાળી માતાજીના  જીણોદ્વાર પામેલ અતિ ભવ્ય અને વિશાળ મંદિર સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે મંદિરને વધુ ભવ્ય અને આધ્યાત્મિક બનાવવા માટે મંદિરના શિખર પર નાના મોટા મળીને કુલ ૮ સોનાના ઢોળ ચડાવેલ કળશ મંદિરના શિખર પર લગાવવામાં આવ્યા છે જેનાથી મંદિરની શોભા અને સુંદરતામાં ઓર વધારો થયો છે.

જ્યારે દાયકાઓ બાદ યાત્રાધામ પાવાગઢ  ખાતે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવનાર છે જેમાં આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા અને પોતાના વરદ્દ હસ્તે ધ્વજારોહણ કરવા માટે   દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આગામી ૧૮મી જૂનના પધારવાના છે જેમાં 18મી જૂનના રોજ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નરેન્દ્ર મોદી મહાકાળી માતાજીના દર્શન કરી મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે.

જેમાં મંદિર પર દાયકાઓ બાદ થનાર ધ્વજા રોહણના કાર્યક્રમને અનુલક્ષીને મંદિરના શિખર પર ધ્વજારોહણ માટેના સોનાનો ઢોળ ચઢાવેલ ધ્વજદંડને ગુરૂવારના રોજ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો હતો જ્યારે મહાકાળી માતાજીના ગર્ભગૃહને વધુ  શુભોષિત બનાવવા માટે મહાકાળી માતાજીના ગર્ભગૃહને પણ સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જ્યારે મહાકાલી મંદિર ટ્રસ્ટ દ્વારા 18મી જૂને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે પધારવાના હોઈ તેઓના સત્કાર સ્વાગતની તૈયારીઓની કામગીરી આરંભવામાં આવી છે.

Most Popular

To Top