Kitchen | Recipe

કિન્વા પેટિસ વીથ રૉ મેન્ગો સાલસા

સામગ્રી
1/2 કપ કિન્વા (Quinoa)
1 નંગ બાફેલું બટાકું
1/2 કપ બાફેલા વટાણા
2 નંગ સમારેલાં ગાજર
1/4 નંગ સમારેલો કાંદો
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1 નંગ સમારેલું લીલું મરચું
1/4 ટીસ્પૂન મરી પાઉડર
4 ટેબલસ્પૂન તેલ
સ્વાદાનુસાર મીઠું
મેન્ગો સાલસા માટે
1 નંગ કાચી કેરી
1/2 નંગ કાંદો
1/4 નંગ રેડ કેપ્સિકમ
1 નંગ હેલેપિનો
1/2 નંગ કાકડી
1 ટીસ્પૂન લેમન જ્યુસ
સ્વાદાનુસાર મીઠું

  • રીત
  • કિન્વાને બરાબર ધુઓ. એક પેનમાં પાણી ઉકાળી ક્વિનોઆને 15 મિનિટ બાફો. પાણી નિતારી બાજુ પર રાખો.
  • એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરી કાંદા નાખી એક મિનિટ સાંતળો. તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી થોડી સેકન્ડ સાંતળો.
  • તેમાં સમારેલાં ગાજર અને લીલાં મરચાં નાખી ચડી જાય ત્યાં સુધી થવા દો. ગેસ બંધ કરી ઠંડું થવા દો.
  • એક બાઉલમાં બાફેલા કિન્વા, બાફી છૂંદેલા બટાકા, વટાણા, કાંદા- ગાજરનું મિશ્રણ, મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરો.
  • એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરો. પેટીસનું મિશ્રણ લઈ એની પેટિસ વાળી તેલમાં શેલો ફ્રાય કરો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.
  • મેન્ગો સાલસા બનાવવા માટે બધી સામગ્રી સમારી મિક્સ કરો.
  • કિન્વા પેટિસને મેન્ગો સાલસા સાથે સર્વ કરો.

ઓટ્સ કુકીઝ
સામગ્રી

1/4 કપ રોલ્ડ ઓટ્સ
1/4 કપ ચીઝ સ્પ્રેડ
1/2 કપ બટર
1 1/4 કપ ઘઉંનો લોટ
1 ટીસ્પૂન જીરું
1/2 ટીસ્પૂન મરી પાઉડર

  • રીત
  • એક બાઉલમાં ચીઝ સ્પ્રેડ અનેબટર લાઈટ અને ફલફી થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.
  • તેમાં ઓટ્સ, ઘઉંનો લોટ, જીરું અને મરી પાઉડર નાંખી મિક્સ કરી મસળી નરમ લોટ બાંધો.
  • લોટમાંથી રોટલો જેવું વણો. કાંટાથી વચ્ચે વચ્ચે કાણાં પાડો.
  • કુકી કટરથી રાઉન્ડ કાપો. એક બેકિંગ ટ્રેને ગ્રીસ્ડ કરી એમાં કુકીઝ ગોઠવો.
  • પ્રીહીટેડ એવનમાં 180 સે. તાપમાને 15-20 મિનિટ બેક કરો.
  • બંને બાજુ ક્રિસ્પી થાય એટલે ઓવનમાંથી કાઢી લો.
  • ઠંડા પડે એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી દો.

મસાલા ઓટ્સ
સામગ્રી

3/4 કપ સમારેલાં શાકભાજી
(ગાજર, ફણસી, વટાણા)
2 નંગ ટામેટાં
1 મધ્યમ કાંદાની સ્લાઇસ
1 કપ ઓટ્સ
3/4 કપ પાણી
સ્વાદાનુસાર મીઠું
ચપટી હળદર
જરૂર મુજબ તેલ
3/4 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
1/2 ટીસ્પૂન જીરું
1-2 નંગ લીલાં મરચાં
1/2 ટીસ્પૂન ગરમ મસલો/ પાંઉભાજી મસાલો
1/4 ટીસ્પૂન ધાણા પાઉડર
1/4 ટીસ્પૂન લાલ મરચું
ગાર્નિશીંગ માટે કોથમીર

  • રીત
  • ઓટ્સને ગોલ્ડન અથવા સોડમ આવે ત્યાં સુધી કોરા શેકી બાજુ પર રાખો.
  • એક પેનમાં તેલ ગરમ કરી જીરું નાખી વઘાર કરો. તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી સાંતળો.
  • ત્યાર બાદ તેમાં કાંદા નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.
  • તેમાં સમારેલાં શાકભાજી નાખી બે-ત્રણ મિનિટ સાંતળો. તેમાં ટામેટાં, મીઠું અને હળદર નાખી મિકસ કરો. ટામેટાં ચડી જાય ત્યાં સુધી થવા દો.
  • ત્યાર બાદ તેમાં લાલ મરચું, ગરમ મસાલો/ પાંઉભાજી મસાલો અને ધાણા પાઉડર નાખી મિકસ કરી બે-ત્રણ મિનિટ સોડમ આવે ત્યાં સુધી થવા દો. તેમાં પાણી નાખી ઊકળવા દો. ગેસ ધીમો કરી તેમાં ઓટ્સ નાખી મિકસ કરો. જરૂર પડે તો થોડું પાણી નાખો. ઢાંકણું ઢાંકી બે મિનિટ થવા દો.
  • સર્વિંગ ડીશમાં કાઢી ઉપર કોથમીર, ઘી, લીંબુનો રસ નાખી સર્વ કરો.

Most Popular

To Top