Madhya Gujarat

શહેરાના નરસાણા ગામના નાડા ફળીયામાં બે કુંટુંબ વચ્ચે મારામારી થતા 9 ઇજાગ્રસ્ત

શહેરા: શહેરા તાલુકાના નરસાણા ગામ ના નાડા ફળીયા માં બે કુંટુંબ વચ્ચે કોઈ  બાબતે ઝઘડો થયો હતો. જ્યારે આ ઝગડામાં  એક પરીવારના 9 સભ્યોને માર મારતા સારવાર અર્થે  રેફરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.પોલીસ મથક ખાતે પરમાર અખમ બેન એ રણજીતભાઈ લાલાભાઇ પરમાર સહિત પાંચ લોકોના  નામજોગ તેમજ  અન્ય વ્યક્તિઓ સામે  કાયદેસરની કાર્યવાહી થાય તે માટે અરજી આપી હતી.

શહેરા તાલુકાના નરસાણા ગામ ખાતે આવેલા નાડા ફળિયામાં રહેતા પરમાર અખમ બેન રાજેશભાઈ એ પોલીસ મથક ખાતે આપેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમના પરીવારના સભ્ય સાથે ઘરે હતા ત્યારે તેમના ફળિયા ના રણજીતભાઈ લાલાભાઇ પરમાર ,સંતોષભાઈ પરમાર, ભલાભાઇ લાખાભાઈ પરમાર, વિનોદભાઈ બળવંતભાઈ પરમાર, અને અશ્વિનભાઈ ગીરવત પરમાર સહિત અન્ય લોકો આવીને તમે લોકો સમાધાન કેમ નથી કરતા તેવું કહીને બોલાચાલી કરીને ઝઘડો કરવા માંડ્યા હતા.  અખમ બેન પરમાર અને તેમના પતિ સહિત ઘરના  અન્ય સભ્યો ને માર મારવા લાગતા  તેમના પરી તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘર છોડીને ત્યાંથી ભાગી ગયા હતા.

રેફરલ હોસ્પિટલ ખાતે રાજેશભાઈ બાજી ભાઈ પરમાર, ગલી બેન બાજી ભાઈ પરમાર, દલપતભાઈ બાજી ભાઈ પરમાર, શોભનાબેન દલપત ભાઈ પરમાર, ઇશ્વરભાઇ દલપત ભાઈ પરમાર, અખમ બેન રાજેશ ભાઈ પરમાર , સવિતાબેન ઇશ્વરભાઇ પરમાર , કલ્પેશ  ભાઈ પરમાર અને લીલાબેન પરમાર સહિતનાઓ  સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યારે દલપતભાઈ પરમારે જણાવ્યું હતું કે મારા ફળિયામાં રહેતા રણજીત તેમજ સંતોષ પરમાર સાથે 30થી 35,લોકો અમારા ઘરે આવીને મારા પરીવારના બધા ને માર મારતા અમે બધા પોતાના જીવ બચાવવા માટે ત્યાંથી ગમે તે રીતે નીકળી ગયા હતા ત્યાર પછી ઘરની અંદર રહેલી  ચીજવસ્તુઓ તોડફોડ કરીને બાઈક ટ્રેક્ટર  નુકશાન કરેલ છે.અમારા ખેતરમાં રહેલ ઓરડી ને આગ લગાડી દીધી હતી.

Most Popular

To Top