Business

NTPC પરીક્ષાર્થીઓ માટે ‘પરીક્ષા વિશેષ’ ટ્રેનો દોડાવાશે

અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓ (Examiner) માટે અમદાવાદથી (Ahmedabad) ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત (Suraat) માટે ‘પરીક્ષા સ્પેશિયલ’ ટ્રેનો (Train) દોડાવવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. જનરલ કોચ માટે પણ અનરિઝર્વ્ડ ટિકિટ (Ticket) આપવામાં આવશે, જેનું ભાડું મેલ-એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ જેટલું હશે.

અમદાવાદ-ઇન્દોર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા.14 જૂન 2022 (મંગળવાર)ના રોજ 08:40 વાગે અમદાવાદથી ઉપડશે અને 18:30 વાગે ઇન્દોર પહોંચશે. એ જ રીતે, ઈન્દોર-અમદાવાદ પરીક્ષા સ્પેશિયલ 17 જૂન 2022 (શુક્રવાર)ના રોજ રાત્રે 23:30 વાગે ઈન્દોરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 8:45 વાગે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આણંદ, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર, સેકન્ડ સીટીંગ અને જનરલ ક્લાસ કોચ હશે.

ભાવનગર-બાંદ્રા ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 15 જૂન, 2022 (બુધવાર)ના રોજ સવારે 07.30 વાગ્યે ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશને રાત્રે 21.50 પર પહોંચશે અને પરતમાં બાંદ્રા ટર્મિનસ -ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ 16મી જૂન, 2022 (ગુરુવાર)ના રોજ 19.25 વાગે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09.25 વાગે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

ભાવનગર ટર્મિનસ-સુરત પરીક્ષા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 14 જૂન, 2022 (મંગળવારે) સવારે 07.30 વાગ્યે ઉપડશે અને સુરત સ્ટેશને સાંજે 17.30 વાગે પહોંચશે. પરતમાં ટ્રેનનં. 09203 સુરત-ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ સુરત સ્ટેશનથી 17 જૂન, 2022 (શુક્રવાર)ના રોજ 19.45 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.40 વાગે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.


Most Popular

To Top