Gujarat

અંતરીક્ષ ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પણ નોંધપાત્ર રીતે કોન્ટ્રીબ્યુટર બનશે: અમિત શાહ

અમદાવાદ: ઇન-સ્પેસના (E-Space) મુખ્યાલયના ઉદઘાટન (Opening) સાથે જ ભારતે (India) સ્પેસ ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટાર્ટ અપ, ખાનગી ક્ષેત્ર અને યુવાનોના સંશોધનોને જોડીને એક ઈકોસિસ્ટમ બનાવી, ભારતને અંતરિક્ષ ક્ષેત્રમાં આગળ વધારવાનું સપનું બે વર્ષ પહેલા જોયું હતું. આવનારા સમયમાં અંતરીક્ષ ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પણ નોંધપાત્ર રીતે કોન્ટ્રીબ્યુટર બનશે, તેવું ઇન-સ્પેસના ઉદ્દધાટન પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે,

અમિત શાહે વધુમાં કહ્યું હતુ કે, આજે આ નાનો દેખાતો કાર્યક્રમ ભારતની સ્પેસ ક્ષેત્રમાં મોટી છલાંગ સાબિત થશે. આજે કલ્પનાને સાકાર થતી આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. આજે ઈન-સ્પેસના લોકાર્પણ સાથે અંતરિક્ષ ક્ષેત્રે ભારતની અવિરત યાત્રા તેમણે શરૂ કરાવી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતુ કે, અમદાવાદમાં ઇન-સ્પેસ હેડક્વાર્ટર કાર્યરત થતાં અવકાશી શોધ-સંશોધનના દ્વાર પ્રાઇવેટ પ્લેયર્સ માટે ખોલી ગયા છે. અવકાશ વિજ્ઞાનમાં રુચી ધરાવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખાનગી કંપનીઓ કે ઉદ્યોગો હવે ઈસરો સાથે ભાગીદારીમાં સ્પેસ પ્રોજેક્ટ કરી શકશે. મુખ્યમંત્રીએ મહાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈનો ઉલ્લેખ કરીને ઇસરો અને અમદાવાદ વચ્ચેના જૂના સંબંધને વર્ણવ્યો હતો. ઘાટલોડીયા વિસ્તારના ધારાસભ્ય હોવાને નાતે તેમણે બોપલમાં ઇન-સ્પેસ હેડક્વાર્ટરની સ્થાપના કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

Most Popular

To Top