Godhra

ગોધરાના ઇતિહાસમાં પ્રથમવાર મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી હિન્દુ મહિલા વિજેતા

વોર્ડ નં. 7માંથી સોની સમાજની મહિલા ઉમેદવારની ઐતિહાસિક જીત, કોમી એકતાનું અનોખું ઉદાહરણ
મતદારોના વિશ્વાસ બદલ વિકાસના પ્રશ્નો ઉકેલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત

ગોધરા:
ગોધરા શહેરના રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી એક હિન્દુ મહિલા ઉમેદવાર વિજેતા બનતાં અનોખું અને નોંધપાત્ર રાજકીય દ્રશ્ય સર્જાયું છે. વોર્ડ નંબર 7, જે સંપૂર્ણપણે મુસ્લિમ વિસ્તાર તરીકે ઓળખાય છે અને જ્યાં હિન્દુ મતદારો નથી, ત્યાંથી સોની સમાજની મહિલા ઉમેદવારે જીત મેળવી કોમી એકતાનું પ્રતિક સ્થાપિત કર્યું છે.
સ્વતંત્રતા બાદથી ગોધરા શહેરમાં વારંવાર કોમી અથડામણોની પૃષ્ઠભૂમિ વચ્ચે આ જીતને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 2002 સુધી શહેરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિઓ જોવા મળતી હતી, તેવા સમયમાં મુસ્લિમ સમુદાયના મતદારો દ્વારા હિન્દુ મહિલા ઉમેદવાર પર મૂકાયેલ વિશ્વાસને સામાજિક સુમેળનું સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે.
વિજેતા ઉમેદવારે જણાવ્યું હતું કે મતદારો દ્વારા મૂકાયેલા વિશ્વાસને સાચવતા તેઓ વિસ્તારના પ્રાથમિક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધ રહેશે. આ જીતને ગોધરા શહેરમાં સામાજિક સૌહાર્દ અને એકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે.

Most Popular

To Top