Fashion

કેરીમાંથી હેરપેક?!

કેરી ફળોનો રાજા કહેવાય છે આપણે બધાં જ વર્ષમાં એક વાર મળતી કેરી પાછળ ગાંડા થઇએ છીએ. કેરી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જ પરંતુ સૌંદર્ય માટે પણ લાભકર્તા છે. ગરમીની મોસમમાં આપણી ત્વચા અને વાળની કાળજી રાખવી જરૂરી છે. કેરી ગરમીની તકલીફોમાં રાહત આપે છે. આ સિઝનમાં તમારા વાળને પણ કેરીનો ટેસ્ટ કરાવો. કેરીમાં ઘણાં પોષક તત્ત્વો હોય છે. હેર માસ્ક માટે કેરી પરફેકટ છે. જો તમે કોમળ, ભરાવદાર વાળ ઇચ્છતાં હો તો આ હેર માસ્કનો ઉપયોગ કરો. તમને થશે કે મોંઘી કેરી ખાઇએ કે હેર પેકમાં ઉપયોગ કરીએ? પરંતુ એ તમારો પાર્લરનો ખર્ચ બચાવશે એ વિચારો.

મેંગો – ઓલિવ ઓઇલ હેર પેક
આ પેક તમારા સમય અને પૈસા બંને બચાવશે. તમારે પાર્લરમાં જવાની જરૂર પડશે નહીં. એ વાળને સિલ્કી સ્મુધ બનાવશે.
સામગ્રી
૧ નંગ કેરીનો પલ્પ
૨ ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ
રીત
કેરીનો પલ્પ અને ઓલિવ ઓઇલ બ્લેન્ડ કરી વાળમાં લગાડો.
અડધો કલાક બાદ વાળ ધોઇ નાખો.

મેંગો – પપૈયા હેર પેક
આ હેર પેક જેમના વાળ ડ્રાય અને ફ્રિઝી હોય એમને માટે આશીર્વાદરૂપ છે. એ વાળને બાઉન્સી અને શાઇની બનાવશે.
સામગ્રી
૧ નંગ પાકી કેરી
૧ સ્લાઇસ પપૈયું
૧ ટેબલસ્પૂન કોપરેલ
રીત
કેરી, પપૈયું અને કોપરેલ મિકસ કરી બરાબર બ્લેન્ડ કરો.
સારું પરિણામ મેળવવા એને વાળમાં લગાડી ઓછામાં ઓછા બે કલાક રહેવા દો.
તમારા મનપસંદ શેમ્પુથી વાળ ધોઇ નાખો. કન્ડિશનર લગાડવાની જરૂર નથી.

મેંગો – એલોવેરા હેર પેક
તમે લાંબા સમયથી ડેમેજ્‌ડ હેરથી પરેશાન હો તો આ પેક તમારી મદદ કરશે. આ હેર માસ્કથી તમે સ્પ્લીટ એન્ડ્‌સને પણ ગુડબાય કરી શકશો. દરેક મહિને વાળ ટ્રીમ કરાવવા માટે પાર્લરમાં જવાની જરૂર પડશે નહીં.
સામગ્રી
૧ નંગ પાકી કેરી
૧ નંગ એલોવેરા પાનની જેલ
૧ ટીસ્પૂન દિવેલ
રીત
કેરી, એલોવેરા જેલ અને દિવેલ બ્લેન્ડ કરો.
એને વાળમાં લગાડી એક કલાક
બાદ શેમ્પુથી વાળ ધોઇ નાખો.

મેંગો – બનાના હેર માસ્ક
ડ્રાય અને ડલ હેર માટે કેરી અને કેળાંનું મિશ્રણ પરફેકટ છે. આ હેર પેકના ઉપયોગ બાદ તમારે કન્ડિશનર લગાડવાની જરૂર પણ પડશે નહીં.
સામગ્રી
૧ નંગ પાકી કેરી
૧ નંગ કેળું
થોડાં ટીપાં એસેન્શિયલ ઓઇલ
રીત
કેરી અને કેળાંને છૂંદો
તેમાં થોડાં ટીપાં એસેન્શિયલ ઓઇલ નાખી વાળમાં લગાડી એક કલાક બાદ શેમ્પુ કરો.

મેંગો – એગ હેર પેક
આ હેર પેક તમારા વાળ માટે સારો છે. એમાં ભરપૂર પોષક તત્ત્વો અને પ્રોટિન હોય છે. એ વાળને મુલાયમ અને મજબૂત બનાવે છે. વાળ વધે પણ છે.
સામગ્રી
૧ નંગ પાકી કેરી
૨ નંગ ઇંડાંની જરદી
૨ ટેબલસ્પૂન દહીં
રીત
કેરીનો પલ્પ કાઢી તેમાં ઇંડાંની જરદી અને દહીં મિકસ કરો.
એને વાળ અને માથામાં લગાડો.
૪૦-૪૫ મિનિટ બાદ માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ નાખો.

વાળને મજબૂત અને મુલાયમ બનાવવા આ પેક લગાડો.
સામગ્રી
૧ નંગ પાકી કેરી
૨-૩ ટેબલસ્પૂન મુલતાની માટી
રીત
કેરીને છોલી સમારી છૂંદો.
તેમાં મુલતાની માટી મિકસ કરો.
એને વાળમાં લગાડી થોડી વાર રહેવા દો.
પેક સુકાઇ જાય એટલે પાણીથી વાળ ધોઇ નાખો.

Most Popular

To Top