SURAT

‘અબ મેરે પાસ પૈસે કી બાત મત કરના, વરના સુરત મેં લાશ ભી નહી મિલેગી’

સુરત : સારોલીની (Saroli) અવધ ટેક્સટાઇલ માર્કેટના (Market) વેપારી અને મુળ મુંબઇમાં (Mumbai) રહેતા શેખ દંપતિએ સુરતના (Surat) વેપારી પાસેથી રૂા.81 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદી ધમકી આપી હતી કે, ‘અબ મેરે પાસ પૈસે કી બાત મત કરના, વરના સુરતમેં લાશ ભી નહી મિલેગી, તુ મેરા કુછ નહીં ઉખાડ સકતા, સુરત મે સબ મુજે પહેચાનતે હે, મે સુરત કા ડોન હું, તુજે જો કરના હે વો કરલે, મે ભી દેખતા હું’’. આ ગુનામાં પોલીસે (Police) શેખ દંપતિ પૈકી મહિલા વેપારીની ધરપકડ (Arrest) કરી હતી.

  • ગુજરાતભરના કાપડ વેપારીઓની સાથે કરોડોની ઠગાઇ કરનાર મુંબઇની મહિલા વેપારીની ધરપકડ
  • મહિલા અને તેના પતિએ સુરતના વેપારીને ધમકી આપી હતી
  • નિલોફરની સામે અમદાવાદ, મહારાષ્ટ્રના થાણે તેમજ મુંબઇમાં પણ ગુનાઓ નોંધાયા

પ્રાપ્ત વિગતો મુજબ અલથાણ ડીઆરબી કોલેજની બાજુમાં મનન બંગ્લોઝમા રહેતા ફેનિલકુમાર ભરતભાઈ પટેલ (ઉ.વ.૨૩) ત્રણ વર્ષથી કેતલ હસમુખ શાહ સાથે ભાગીદારીમાં ન્યુ બોમ્બે માર્કેટ સર્કલ અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં એલ.ડી. ફર્મના નામે વેપાર કરે છે. આ દરમિયાન તેમની મુલાકાત મુંબઇના ગોરેગાંવ પાસે અશ્મી કોમ્પલેક્ષમાં રહેતા અને આઇબા એન.એક્ષના નામથી વેપાર કરતા કમલ અખ્તર શેખ અને તેની પત્ની નિલોફરની સાથે થઇ હતી. આ મુલાકાત મુંબઇમાં જ રહેતા કાપડના દલાલ અરવિંદ તેમજ રાજેશ ખંધેરીયા મારફતે થઇ હતી. આ ચારેય કાપડ દલાલ અને વેપારીએ ભેગા મળીને ફેનિલકુમારની પાસેથી રૂા.81.77 લાખનો માલ ખરીદ્યો હતો અને ત્રીસ દિવસમાં પેમેન્ટ આપી દેશે તેમ કહ્યું હતું. બાદમાં જ્યારે ફેનિલભાઇએ પેમેન્ટની માંગણી કરી ત્યારે તેને ધમકી આપવામાં આવી કે, ‘અબ મેરે પાસ પૈસે કી બાત મત કરના, વરના સુરત મે લાશ ભી નહી મિલેગી, તુ મેરા કુછ નહીં ઉખાડ સકતા, સુરત મે સબ મુજે પહેચાનતે હે, મે સુરત કા ડોન હું, તુજે જો કરના હે વો કરલે, મે ભી દેખતા હું’. બનાવ અંગે પૂણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે શરૂઆતમાં જ કમલ શેખની ધરપકડ કરી લીધી હતી. ત્યાં હવે ઇકો સેલએ આ ઠગાઇમાં કમલની પત્ની નિલોફરની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે નિલોફરની સામે અમદાવાદ, મહારાષ્ટ્રના થાણે તેમજ મુંબઇમાં પણ ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત તેઓની સામે અનેક ચેક રિટર્નના કેસો પણ નોંધાયા હોવાની વિગતો છે.

Most Popular

To Top