Devgadh baria

દારૂનો કેસ પતાવવાના નામે ₹50 હજારની લાંચ માંગવી ભારે પડી

આંકલીના સરપંચ એ.સી.બી.ના ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા, લાંચની રકમ કબજે
પોલીસમાં વચેટિયા હોવાનો દાવો કરી સોદો ગોઠવ્યો, ફરિયાદ બાદ એ.સી.બી.એ ગોઠવ્યું છટકું

દેવગઢબારિયા, તા. 8: દેવગઢબારિયામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.)એ સફળ ટ્રેપ ગોઠવી આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારીયાને ₹50 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
એ.સી.બી.ને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદીના ખેતરમાંથી થોડા દિવસ અગાઉ અંગ્રેજી દારૂ ઝડપાયો હતો. તે સમયે ફરિયાદી હાજર ન હતા. બાદમાં સરપંચે પોતે પોલીસમાં વચેટિયા હોવાનું જણાવી દારૂનો કેસ ₹50 હજાર લઈને પતાવી આપવાની ઓફર કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે એ.સી.બી.એ દેવગઢબારિયા તાલુકા પંચાયત સામે તળાવ નજીક ટ્રેપ ગોઠવ્યો હતો. આરોપી ફરિયાદી પાસેથી ₹50 હજારની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચની સંપૂર્ણ રકમ પણ કબજે લેવામાં આવી હતી.
આ કામગીરી પી.આઈ. એચ.પી. કરેણ અને એ.સી.બી. ગોધરાની ટીમે મદદનીશ નિયામક બી.એમ. પટેલના સુપરવિઝન હેઠળ તથા નાયબ નિયામક **બળદેવ દેસાઈ (IPS)**ના માર્ગદર્શન હેઠળ હાથ ધરી હતી. આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top