ગાંધીનગર : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને તેમની ટીમ આજથી ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરના...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ જૂનાગઢ (Junagadh) ખાતેથી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં રૂ.4155.17 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) કાપોદ્રામાં પરિણીત મહિલા સાથેના પ્રેમસંબંધની (love Affair) શંકા રાખીને મહિલાના પતિ અને સાળાએ ઉમરવાડા ગામની સીમ પાસે તીક્ષ્ણ...
ગાંધીનગર : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આવતીકાલે એકતાનગર (કેવડિયા) ખાતે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ (Lifestyle for Environment) અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં...
ગાંધીનગર : ડિફેન્સ એક્સ્પો 2022નું (Defense Expo 2022) ઉદઘાટન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પીએમ (PM) નરેન્દ્ર મોદીનું ગુજરાતીમાં (Gujarati) સ્વાગત (Welcome) કરતા...
કોંગ્રેસના (Congress) નવા અધ્યક્ષ (President) પદને લઈને ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો છે. પાર્ટીને 24 વર્ષ બાદ પ્રથમ બિન-ગાંધી અધ્યક્ષ મળ્યો છે....
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે સવારે ગાંધીનગર (Gandhinagar) નજીક અડાલજ ત્રિમંદિર ખાતે દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ અભિયાન – ૧૦,૦૦૦...
આકાશગંગાની (Galaxy) ઉત્પત્તિ અંગે સંશોધન કરતા ખગોળશાસ્ત્રી (Astronomer) ઓએ કદાચ આપણી આકાશગંગાનું ‘હૃદય’ શોધી કાઢ્યું હશે. આ હૃદય (Heart) એ પ્રાચીન ન્યુક્લિયસ...
સોશિયલ મીડિયાનો (Social Media) જમાનો ખૂબ ઝડપથી આગળ વઘી રહ્યો છે. લોકો પોતાની ભાવનાઓ વ્યકત કરવા માટે શબ્દ (Word) કરતા ઈમોજીનો (Emoji)...
મોસ્કોઃ (Moscow) રશિયાના (Russia) રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન સાથે જોડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી (Martial Law) દીધો છે....
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કયા મનુષ્યો મચ્છરો (Mosquitoes) પ્રત્યે વધુ આકર્ષાય છે. મચ્છર કોની પાછળ વધુ પડે છે? તમે કોનું લોહી...
નવી દિલ્હી: કોઈકને કોઈક પ્રસંગે આપણને સૌને ભેટ (Gift) તો મળી જ છે. આ ભેટનો આપણે સૌ કોઈકને કોઈક જગ્યાએ ઉપયોગ કરીએ...
કોંગ્રેસના (Congress) સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે કહ્યું હતું કે કોંગ્રેસમાં અધ્યક્ષ “સર્વોચ્ચ સત્તા” છે અને (પક્ષના) આગળના સ્ટેન્ડ અંગે નિર્ણય...
નવી દિલ્હી: (New Delhi) આ વર્ષે ફરી એકવાર દિલ્હીમાં દિવાળી (Diwali) પર ફટાકડા (Crackers) ફોડવાની મંજૂરી નથી. વધતા પ્રદૂષણને (Pollution) જોતા છેલ્લા...
નવી દિલ્હી: દિવાળી આવે એટલે સાથે તહેવારોની મોજ લાવે, ગૃહિણી હોય કે વેપારી, નોકરિયાત હોય કે વિદ્યાર્થી દરેક માટે દિવાળી એટલે હરવા...
સાળંગપુર: સાળંગપુરના (Salangpur) અતિ સુપ્રસિદ્ધ કષ્ટભજન (Kashtabhajan) હનુમાન (Hanuman) મદિરમાં 54 ફૂટની (54 FT) બની રહેલી મૂર્તિનું મુખ આવતાં વાજતેગાજતે ભવ્ય રીતે...
જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બે દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાત આવી પહોંચ્યા છે. ગાંધીનગર (Gandhinagar) બાદ પીએમ મોદી જૂનાગઢ (Junagadh)...
નવી દિલ્હીઃ (New Delhi) એશિયાનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant) ભારતમાં શરૂ થયો છે. આ બાયોગેસ પ્લાન્ટ પંજાબના સંગરુરમાં આવેલો છે....
નવી દિલ્હી: ભારત(India)માં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશેની જાણકારી વિષ્મયતા જગાડે છે. આવી જ એક જગ્યા ભવાની મંડી રેલ્વે સ્ટેશન(Railway station)...
દિલ્હી: દેશમાં 5G સર્વિસ શરુ થઇ ગઈ છે. છતાં લોકોમાં 2Gનું વળગાળ જોવા મળી રહ્યું છે. મોબાઈલ નિર્માતા કંપનીઓ સાથે સંકળાયેલા સૂત્રોનું...
નવી દિલ્હી: ડોલર (Dollar) સામે ભારતીય રૂપિયો (Indian Rupee) સતત ગગડી રહ્યો છે. જોકે હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નિવેદન...
નવી દિલ્હી: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો(Planets)માં શનિ(Saturn)ની રાશિ(constellation) પરિવર્તનનું વિશેષ મહત્વ છે. શનિ સૌથી ધીમી ગતિનો ગ્રહ છે. આ કારણથી...
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) આજકાલ પોતાની પર્સનલ જિંદગીને કારણે ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીની દરેક સોશિયલ મીડિયા...
સુરત: સુરતના (Surat) હજીરા (Hazira) વિસ્તારમાં આવેલા દામકા (Damka), ભટલાઈ (Bhatlai), વાંસવા (Vansava) ગામના લોકોને રસ્તા (Road) પર ડિવાઈડર (Divider) મુકવાના લીધે...
દિલ્હી : પૃથ્વી(Earth) બહાર અન્ય ગ્રહો પર જીવનની શક્યતા શોધવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો વિવિધ પ્રકારની શોધો કરતા રહે છે. આ ક્રમમાં મંગળ...
કોલકાતા: હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા-પાઠ હોય કે તીજ-તહેવાર હોય ત્યારે ભગવાનને લગાવતો ભોગ સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય...
મુંબઈ: BCCI સેક્રેટરી જય શાહના (Jay Shah) નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે. જય શાહે મંગળવારે...
નવી દિલ્હી: પાકિસ્તાન(Pakistan) સ્થિત લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)ના આતંકવાદી શાહિદ મહેમૂદ(Shahid Mahmood)ને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવાના ભારત(India) અને અમેરિકા(America) દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં કરાયેલા...
મુંબઈ: વરુણ ધવન (Varun Dhawan) અને કૃતિ સેનનની (Kriti Sanon) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભેડિયા’નું (Bhediya) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હોરર કોમેડી...
મેરઠ: મેરઠમાં (Merath) સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ યુનિવર્સિટીમાં (Sardar Vallabh Patel Agriculture University) ત્રણ દિવસીય અખિલ ભારતીય કિસાન મેળાના (Farmers Fair) પ્રથમ...
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ

ગાંધીનગર : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને તેમની ટીમ આજથી ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરના રોજ તેઓ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરીસરમાં મુલાકાત કરશે. અહીંના વિવિધ કાર્યક્રમો પૂરા કર્યા પછી 20 ઓક્ટોબરે જ તેઓ તાજેતરમાં પ્રસિદ્ધિ પામેલા ભારતના પ્રથમ 24X7 સોલાર પાવર્ડ વિલેજ ‘મોઢેરા’ ની મુલાકાત માટે પ્રસ્થાન કરશે. ઉલ્લેખનીય છે કે પોતાના બીજા કાર્યકાળમાં ભારતની મુલાકાતે આવી રહેલા એન્ટોનિયો ગુટેરેસે પોતાના ભારત પ્રવાસની શરૂઆત 18 ઓક્ટોબરના રોજ મુંબઈમાં 26/11ના હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે કરી હતી.
ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા યુએન મહાસચિવ પોતાના પ્રવાસના ત્રીજા દિવસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહાસચિવનું સ્વાગત કરશે. ત્યારબાદ યુએન મહાસચિવ વડાપ્રધાનની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરને નિહાળશે અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ દરમિયાન બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે અલગથી એક બેઠક થવાની પણ શક્યતા છે. યુએન મહાસચિવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંયુક્ત રાષ્ટ્ર તેમજ ભારત સરકારના અન્ય ગણમાન્ય લોકોની હાજરીમાં વડાપ્રધાનના LiFE મિશન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
શું છે LiFE મિશન
2021માં ગ્લાસગોમાં COP26 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ (LiFE) અભિયાનનો વિચાર વિશ્વની સમક્ષ રજૂ કર્યો હતો. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના પછીના દિવસે એટલે કે 6 જૂન, 2022ના રોજ એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને LiFE મિશનની શરૂઆત કરીને જણાવ્યું હતુ કે આ મિશન પાછળનો વિચાર એવો છે કે આપણે એવી જીવનશૈલી અપનાવીએ જે આપણી ધરતી માટે અનુકૂળ હોય અને આપણે તેને નુકસાન ન પહોંચાડીએ. તેમણે કહ્યું, ‘લાઇફ મિશન’ ભૂતકાળમાંથી શીખે છે, વર્તમાનમાં સંચાલિત થાય છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આજે યુએન મહાસચિવ સોલાર પાવર્ડ વિલેજ ‘મોઢેરા’ની મુલાકાત
સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ એન્ટોનિયો ગુટેરેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી કાલે એટલે કે 20 ઓક્ટોબરના રોજ ભારતના પ્રથમ 24X7 સોલાર પાવર્ડ વિલેજ ‘મોઢેરા’ની મુલાકાત લેશે. મોઢેરામાં યુએન મહાસચિવ ભારતના એ ચમત્કારને જોવા આવી રહ્યા છે જેણે ભારતને ચોવીસ કલાક સોલાર આધારિત ઊર્જા વિતરણની એક નવી ઇકોસિસ્ટમ આપી છે.
ઉલ્લેખનીય છે કે 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાને ગુજરાતના મોઢેરાને ચોવીસ કલાક સૌર ઊર્જા આધારિત વીજળીથી ઊર્જાની જરૂરિયાત પૂર્ણ કરનારું ગામ જાહેર કર્યું હતું. મોઢેરા ગામમાં 1300થી વધુ ગ્રામ્ય ઘરોમાં સોલાર રૂફટોપ દ્વારા વીજળીની વ્યવસ્થા છે. દિવસના સમયે સોલાર રૂફટોપથી વીજળીનું વિતરણ થાય છે અને રાતના સમયે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS), જે સોલાર પેનલ્સથી જ એકીકૃત છે, તેનાથી ગ્રામ્ય ઘરોમાં વીજળીનો સપ્લાય જાય છે. મોઢેરાના પોતાના આ પ્રવાસમાં બાકીના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી યુએન મહાસચિવ અમદાવાદ એરપોર્ટ માટે પ્રસ્થાન કરશે અને પોતાની ભારત યાત્રા પૂરી કરશે.