National

ભારતનું અનોખું સ્ટેશન : રાજસ્થાનથી ટિકિટ લો અને મધ્યપ્રદેશથી ટ્રેનમાં બેસો

નવી દિલ્હી: ભારત(India)માં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશેની જાણકારી વિષ્મયતા જગાડે છે. આવી જ એક જગ્યા ભવાની મંડી રેલ્વે સ્ટેશન(Railway station) છે. તેના વિશેની વિચિત્ર હકીકત એ છે કે આ સ્ટેશન બે રાજ્યોમાં વિસ્તૃત છે. અહીં એક રાજ્યમાં ટ્રેનની ટિકિટ મળે છે, પછી મુસાફરો બીજા રાજ્યમાં જઈને ટ્રેનમાં ચઢે છે. તમને આ અજુગતું લાગતું હશે, પરંતુ દિલ્હી-મુંબઈ રેલ્વે રૂટ પર સ્થિત ભવાની મંડી નામનું રેલવે સ્ટેશન એક એવું સ્ટેશન છે જે બે રાજ્યોની સરહદ પર બનેલું છે. રાજસ્થાનના કોટા વિભાગ હેઠળના ઝાલાવાડ જિલ્લામાં આવેલું આ સ્ટેશન રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં વહેંચાયેલું છે. અહીં અડધી ટ્રેન રાજસ્થાનમાં અને અડધી ટ્રેન મધ્યપ્રદેશમાં ઊભી છે. ભારતમાં આ પ્રકારનું આ એકમાત્ર સ્ટેશન છે.

મુસાફરો રાજસ્થાનથી ટિકિટની લઈને મધ્યપ્રદેશથી પકડે છે ટ્રેન
સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશના લોકોને કોઈપણ નાના-મોટા કામ માટે ભવાની મંડી સ્ટેશન આવવું પડે છે. આ કારણે બંને રાજ્યોના લોકો વચ્ચે પરસ્પર વ્યવહાર ભાઈચારોથી ભરેલો છે. આ સિવાય એક અન્ય રસપ્રદ તથ્ય એ પણ છે કે સરહદી વિસ્તાર હોવાના કારણે રાજસ્થાનની સરહદ પર બનેલા લોકોના ઘરનો આગળનો દરવાજો ભવાની મંડી શહેરમાં ખુલે છે અને પાછળનો દરવાજો મધ્યપ્રદેશની ભેંસોડા મંડીમાં ખુલે છે. બંને રાજ્યોના લોકો પણ એક જ માર્કેટમાં ખરીદી કે વેપાર કરવા જાય છે. આ રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીને બંને રાજ્યોની સંસ્કૃતિ જોવા મળે છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે મુસાફરો ટિકિટ લેવા રાજસ્થાનમાં ઉભા રહે છે, જ્યારે ટિકિટ આપનાર અધિકારી મધ્યપ્રદેશમાં બેસે છે.

સરહદી વિસ્તારનો તસ્કરો લે છે ભરપૂર લાભ
સરહદી વિસ્તાર હોવાથી દાણચોરો આ સ્ટેશનનો ઉપયોગ નશીલા પદાર્થોની દાણચોરી માટે કરે છે. અહીંથી દાણચોરો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દાણચોરી કરે છે. પોલીસથી બચવા માટે ચોર પણ રાજસ્થાનમાંથી ચોરી કરીને મધ્યપ્રદેશ ભાગી જાય છે, જ્યારે મધ્યપ્રદેશના ચોર ચોરી કરીને રાજસ્થાનમાં ભાગી જાય છે. સરહદી વિસ્તાર હોવાને કારણે કેટલીકવાર બંને રાજ્યોની પોલીસ વચ્ચે સરહદને લઈને મતભેદો પણ સર્જાય છે.

આ સ્ટેશનના નામથી બની ચુકી છે ફિલ્મ
ભવાની મંડી રેલવે સ્ટેશનના નામે એક ફિલ્મ પણ બની છે. ‘ભવાની મંડી ટેસન’ નામની આ ફિલ્મનું નિર્દેશન સઈદ ફૈઝાન હુસૈન દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે જયદીપ અલ્હાવત જેવા કલાકારોએ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

Most Popular

To Top