World

યુક્રેન પાસેથી છીનવી લીધેલાં ચાર વિસ્તારોમાં રશિયાએ માર્શલ લૉ લગાવ્યો, કાંઈ મોટું કરવાની આશંકા

મોસ્કોઃ (Moscow) રશિયાના (Russia) રાષ્ટ્રપતિ (President) વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન સાથે જોડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી (Martial Law) દીધો છે. તેમણે આજે બપોરે આ આદેશ સંબંધિત હુકમનામાં પર હસ્તાક્ષર (Signature) કર્યા છે. યુક્રેનિયન દળો રશિયાના કબજા હેઠળના ડોનેસ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝ્ઝ્યા અને ખેરસન વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. રશિયામાં બળજબરીથી સમાવિષ્ટ કરાયેલા આ ચાર પ્રદેશોમાંથી મોટા ભાગના પ્રદેશ પર યુક્રેને ફરીથી કબજો જમાવી લીધો છે. દરમિયાન પુતિનના નિર્ણયને પૂર્વ યુક્રેનમાં રશિયા માટે નિર્ણાયક પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. રશિયાના કબજા હેઠળના ખેરસનમાંથી નાગરિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રશિયા દ્વારા સમર્થિત સ્થાનિક સત્તાવાળાઓ દાવો કરે છે કે લોકોને યુક્રેનિયન (Ukraine) દળોના હુમલાથી બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. જો કે યુરોપિયન દેશોને ડર છે કે પુતિન સ્થાનિક રહેવાસીઓને બહાર કાઢ્યા પછી ઓછી ક્ષમતાના પરમાણુ બોમ્બનો (Nuclear Bomb) ઉપયોગ કરી શકે છે.

  • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે જોડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી દીધો
  • પુતિન સ્થાનિક રહેવાસીઓને બહાર કાઢ્યા પછી ઓછી ક્ષમતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે
  • લોકોને યુક્રેનિયન દળોના હુમલાથી બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે

પુતિને પોતાનો ઓર્ડર ડ્યૂમાને મોકલ્યો
પુતિને કહ્યું કે મેં રશિયન ફેડરેશનના આ ચાર પ્રદેશો ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝ્ઝ્યા અને ખેરસનમાં માર્શલ લો લાદતા દરેક હુકમનામા પર હસ્તાક્ષર કર્યા છે. તે તરત જ ફેડરેશન કાઉન્સિલને મંજૂરી માટે મોકલવામાં આવશે અને રાજ્ય ડ્યૂમાને નિર્ણયની જાણ કરવામાં આવશે. રશિયન સંસદ ડ્યૂમા તરીકે ઓળખાય છે. સુરક્ષા પરિષદના સભ્યો સાથે ટેલિવિઝન વાર્તાલાપ દરમિયાન પુતિને યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોમાં રશિયન સહાય વધારવા માટે વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિનના નેતૃત્વ હેઠળ વિશેષ સંકલન પરિષદની સ્થાપનાનો પણ નિર્દેશ કર્યો હતો. આ સમિતિ રશિયા દ્વારા ડોનેસ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝહ્યા અને ખેરસનમાં આપવામાં આવતી સહાયની દેખરેખ રાખશે.

રશિયા ખેરસનમાંથી લોકોને બહાર કાઢી રહ્યું છે
યુક્રેનમાં રશિયન સૈન્યના પ્રભારી પુતિનના નવા કમાન્ડરે ખેરસનમાંથી યુક્રેનિયન નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. આ નાગરિકોને રશિયા દ્વારા જ કબજે કરાયેલા અન્ય પ્રદેશમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે. રશિયન એરફોર્સના ભૂતપૂર્વ કમાન્ડર સર્ગેઈ સુરોવિકિને સ્વીકાર્યું હતું કે ખેરસનમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાનો દાવો છે કે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નાગરિકોને આગળના મોરચા નજીકથી દૂર કરવામાં આવી રહ્યા છે. આ લોકોને રશિયા તરફથી મોટી આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે. જેમાં નોકરી, ખોરાક અને પાણી અને સુરક્ષાની ગેરંટી સામેલ છે.

Most Popular

To Top