Trending

રોજીંદી ચેટમાં વપરાતા ઈમોજી માટેની આ ખાસ અને રોચક વાતો શું તમે જાણો છો?

સોશિયલ મીડિયાનો (Social Media) જમાનો ખૂબ ઝડપથી આગળ વઘી રહ્યો છે. લોકો પોતાની ભાવનાઓ વ્યકત કરવા માટે શબ્દ (Word) કરતા ઈમોજીનો (Emoji) ઉપયોગ કરતા થઈ ગયા છે. કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ ભાવના વ્યકત કરવી હોય લોકો અલગ અલગ પ્રકારના ઈમોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. સોશિયસ મીડિયા પર દિલની વાતને દિલ સુધી લઈ જવામાં ઈમોજીની કોઈ સાથે સરખામણી થઈ શકે એમ નથી.

વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટેલિગ્રામ પર લાગણી વ્યક્ત કરવા માટે એક ઇમોજી ઘણા શબ્દોને પછાડે છે. ઇમોજી કોઈપણ વાતચીતને અસરકારક બનાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે. હસવું, રડવું, ગુસ્સો કરવો, ઉજવણી કરવી, માફી માંગવી, માન આપવું, સંમત થવું, ના પાડવી અને ગુડબાય કહેવું જેવી વિવિધ ક્રિયાઓને વ્યક્ત કરવા માટે ઇમોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તે સંદેશાવ્યવહારને સરળ,અસરકારક તેમજ વાત કરવા માટે ઉત્સાહ જગાડે તેવો બનાવે છે.

ઇમોજીનો ઇતિહાસ
ઇમોજીની શોધ 1999માં જાપાની વ્યક્તિ શિગેતાકા દ્વારા કરવામાં આવી હતી. ઇમોજીમાં તેણે કહ્યું કે E એટલે ચિત્ર જ્યારે મોજી એટલે કેરેક્ટર! એટલે કે ચિત્ર દ્વારા અન્ય લોકો સુધી ફિલિંગ પહોંચાડવી એ ઇમોજી ગણાય છે. ઈમોજીની લોકપ્રિયતાને જોતા ઓક્સફોર્ડ ડિક્શનરીએ વર્ષ 2013માં જ ઈમોજી શબ્દનો સમાવેશ કર્યો હતો. મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ સાત અબજથી વધુ ઈમોજીનો ઉપયોગ કોમ્યુનિકેશન માટે થઈ રહ્યો છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇમોજીમાં થમ્બ અપ, રેડ હાર્ટ, ક્રાય, ફોલ્ડ હેન્ડ, હસતી વખતે આંસુ, હૃદયથી સ્મિત, આંખો પર હૃદય સાથે સ્મિત, હસતી આંખોનો ઉપયોગ થાય છે. તેમનો ઉપયોગ રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. અત્યાર સુધીમાં કુલ 3633 ઈમોજી બનાવવામાં આવ્યા છે જ્યારે વોટ્સએપ પર 800 ઈમોજી ઉપલબ્ધ છે. એટલે કે 3633 પ્રકારના અભિવ્યક્તિ શબ્દો વિના વ્યક્ત કરી શકાય છે.

શું તમે ક્યારેય નોંધ્યું છે કે ઇમોજીનો રંગ મોટાભાગે પીળો હોય છે. લગભગ તમામ ઇમોજી પીળા રંગના હોય છે. વાસ્તવમાં, સંશોધનમાં જાણવા મળ્યું છે કે પીળા રંગના ઇમોજી ખીલેલા હોય તેવું લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પીળો રંગ સુખનું પ્રતીક છે. જો કે ઇમોજીસ રડવું, ગુસ્સો અને અન્ય નકારાત્મક અભિવ્યક્તિઓ માટે પણ બનાવવામાં આવે છે, પરંતુ ધ્યાન આપો – હકારાત્મક અભિવ્યક્તિઓના વધુ ઇમોજીસ છે. જો કોઈપણ સામગ્રી અથવા ચિત્રની પૃષ્ઠભૂમિમાં પીળો રંગ વપરાય છે, તો પીળો રંગ તે સામગ્રીને ઘાટો બનાવે છે. પીળો રંગ વ્યક્તિની ત્વચાના સ્વર સાથે મેળ ખાય છે, વ્યક્તિ પીળા રંગની ઇમોજી સાથે જોડાયેલી અનુભવે છે. એટલા માટે ઇમોજીને પીળા રંગમાં બદલવામાં આવ્યું જેથી તે લાખો લોકો સુધી પહોંચી શકે.

Most Popular

To Top