National

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા યુવતીઓના ફોટાનો ઉપયોગ કરી આ રીતે 800 લોકો પાસેથી લૂંટ્યા કરોડો

નવી દિલ્હી: રાજસ્થાનના (Rajashthan) શહેરી વિસ્તારોમાં છેતરપિંડી (Cheating) અને લૂંટનો (Loot) એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે જાણીને તમે ચોંકી જશો. પાંચ લોકોની ટોળકી લોકોને કોલ ગર્લ્સ (Call Girls) સાથે મુલાકાત કરાવવાની લાલચ આપી હની ટ્રેપમાં ફસાવતી હતી અને પછી યુવતીને મળવાના બહાને બંદૂકની અણી પર લૂંટ ચલાવતી હતી.

આવા અનેક કિસ્સા ઉદયપુરમાં પોલીસના ધ્યાને આવ્યા છે. પોલીસે આ ટોળકીનો પર્દાફાશ કરીને તેના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આ ટોળકીએ 6 મહિનામાં 800 લોકોને કોલ ગર્લ્સ મળવાની લાલચ આપીને 5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

ખરેખર ગેંગના લીડરે એક એપ બનાવી હતી અને તેના પર સુંદર છોકરીઓની પ્રોફાઇલ પોસ્ટ કરીને તે લોકોને કોલ ગર્લ્સનું ઓનલાઈન બુકિંગ કરાવવા માટે ફસાવતો હતો. જેમ કોઈ તેમનો સંપર્ક કરે કે તરત જ તેઓ તેને છોકરીની ડિલિવરી કરવાના બહાને નિર્જન વિસ્તારમાં બોલાવતા અને ત્યાં બંદૂકની અણીએ તેને લૂંટી લેતો હતો.

ઉદયપુર પોલીસના જણાવ્યા અનુસાર, ‘માહિતી મળી હતી કે શહેરમાં એક ગેંગ સક્રિય છે જે વોટ્સએપ પર લોકોને સુંદર યુવતીઓની તસવીરો મોકલે છે. આ સિવાય યુવતીઓ બુકિંગના બહાને લોકોને અલગ-અલગ જગ્યાએ બોલાવીને લૂંટ કરતી હતી.

પોલીસે ઓગસ્ટ મહિનામાં આ ગેંગના ઘણા લોકોની ધરપકડ કરી હતી પરંતુ તેમ છતાં તેઓ તેને કાબૂમાં કરી શક્યા ન હતા. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર રાકેશ મીણા ઝડપાયો હતો. આરોપી રાકેશ મીણાએ પોલીસને પોતાની મોડસ ઓપરેન્ડી અંગે વિગત આપતા જણાવ્યું કે તે તેના મિત્ર અંકિત સાથે મળીને કોલ ગર્લ્સના સપ્લાય માટે બનાવવામાં આવેલી વેબસાઇટ TOTTAXX દ્વારા સમગ્ર છેતરપિંડી કરતો હતો.

આરોપીએ જણાવ્યું કે બંને આ વેબસાઈટનું પેજ બનાવતા હતા. તેઓ જે શહેરમાં છેતરપિંડી કરવાના હતા ત્યાં રાજસ્થાનના કોઈપણ જિલ્લામાં કોલ ગર્લ્સ પૂરી પાડવાની માહિતી આપવામાં આવી હતી. જો રાજસ્થાનમાં બેઠેલી કોઈપણ વ્યક્તિ આ વેબસાઈટ ખોલશે તો તેના પર કોલ ગર્લ ઇન ઉદયપુર, કોલ ગર્લ ઇન જયપુર લખવામાં આવશે.

આરોપી આ પેજ પર છોકરીઓની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાંથી એક્સેસ કરાયેલી તસવીરો પોસ્ટ કરતો હતો અને તેમના ખોટા નામ આપવામાં આવતા હતા. તેમની જાળમાં ફસાયેલા ગ્રાહકોનો વિશ્વાસ મેળવવા માટે તેઓ ઓનલાઈન પેમેન્ટને બદલે કેશ પેમેન્ટનો વિકલ્પ આપતા હતા. જ્યારે લોકો આરોપી દ્વારા આપવામાં આવેલી લિંક પર ક્લિક કરે છે, ત્યારે છોકરીઓની નકલી પ્રોફાઇલ્સ ખુલશે જેમાં યુવતીને વોટ્સએપ પર સીધી ચેટ કરવાનો અથવા કૉલ કરવાનો વિકલ્પ હતો. ગ્રાહકે તેના પર ક્લિક કરતાની સાથે જ વોટ્સએપ ચેટ ઓપન થઈ જતી.

આ રીતે લોકોને ટોળકી લૂંટતી હતી
અધિકારીએ કહ્યું કે ગ્રાહકોએ ચેટમાં માત્ર Hi લખવાનું હતું. મેસેજ મળતાની સાથે જ જયપુર સ્થિત રાકેશની ગેંગ સાથે સંકળાયેલા લોકો વ્હોટ્સએપ પર ગ્રાહકોને મોડલના 10 થી 15 ચોરેલા ઈન્સ્ટાગ્રામ ફોટા મોકલતા હતા. જ્યારે ગ્રાહક મોકલવામાં આવેલી તસવીરોમાંથી કોઈ છોકરીને પસંદ કરતો ત્યારે આરોપી તેના રેટ શેર કરતો હતો. આ પછી ગ્રાહકને યુવતીને મૂકવા માટે જગ્યા કહેવામાં આવી. ત્યારબાદ 3 થી 4 બદમાશો યુવતીને લઈને કારમાં તે જ સ્થળે પહોંચી જતા હતા.

જ્યારે ગ્રાહક નિર્ધારિત સ્થળે પહોંચે ત્યારે તેઓ તેને દૂરથી કારમાં છોકરી બતાવી ગ્રાહક પાસેથી રોકડમાં નિયત રકમ લેતા હતા. ત્યારબાદ ગ્રાહકે યુવતીને સાથે મોકલવાનું કહેતા તેઓ તેને હથિયાર બતાવીને ધમકી આપતા હતા. વધુમાં, તેઓ તેને ત્યાંથી ભાગી જવા માટે કહેતા હતા. આવી સ્થિતિમાં ગ્રાહક બદનામીના ડરથી ત્યાંથી જતો રહેતો હતો

Most Popular

To Top