આ એક વર્ષમાં આલિયા ભટ્ટ યા કેટરીના કૈફ જ નહીં બીજી કેટલીક અભિનેત્રીઓ પણ પરણી ગઈ અને તેમાં એક મૌની રોય છે....
વર્તમાન કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી રામનો મહિમા ખૂબ વધાર્યો છે અને તેનો પ્રભાવ ફિલ્મોમાં પણ જોવા મળે છે. ‘આદિપુરુષ’ નામની...
વડોદરા : સંસ્કારી નગરી વડોદરા શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓથી માંડીને અનેકવિધ સેવાઓ પૂરી પાડતી અને લોકોના પ્રશ્નોને વાચા આપતી વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા : શહેર નજીક કરચીયા રોડ પર આવેલી રાજસ્થાન કોલોનીના મકાનમાં રહેતા તમિલનાડુની વેલ્લુર ગેંગને પીસીબીની ટીમે ઝડપી પાડી હતી. ટીમે ટોળકીના...
મુરેના : મધ્યપ્રદેશના (Madhya Pradesh) મુરેનામાં (Murena) ફટાકડાના (Crackers) ગોડાઉનમાં (Godown) વિસ્ફોટ (Blast) થયો હતો. અકસ્માતમાં આખું ઘર ધરાશાયી થઈ ગયું હતું....
વડોદરા: દેશભરમાં હાલ દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી છે અને લોકો આ પર્વ ઘણા હર્ષ ઉલ્લાસ સાથે મનાવતા હોય છે ત્યારે શહેરીજનો...
નવી દિલ્હી: રશિયા (Russia) અને ભારત (India) વચ્ચેની ઐતિહાસિક મિત્રતા અનેક પ્રસંગોએ સાચી પડી છે. ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) આતંકવાદના...
વડોદરા : વડનગરી વડોદરા એક જમાનામાં ગાયકવાડી સ્ટેટ હતું તે સમયે દરમિયાન શહેરમાં 80 જેટલા નાના નાના તળાવો આવેલા હતા.પરંતુ સમય બદલાતા...
સુરત: ઈટાલીના બોલોન્ગા-મિલાનથી નીકળેલી 14 સીટર ઇન્ટરનેશનલ ચાર્ટર ફ્લાઈટ વાયા અમદાવાદ, વડોદરા થઈ બુધવારે સુરત આવી પહોંચી હતી. સુરત એરપોર્ટ પર ત્રણેક...
જાંબુઘોડા: દિવાળી પર્વને ઉજવવા માટે નાના બાળકો સહિત મોટેરા ઓ માં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે.પરંતુ હાલ મોંઘવારી અને મંદીને જોતા...
આણંદ : અમદાવાદના કોઠ પોલીસ હદમાં ગુંદી ગામ પાસે મધરાતે બસમાં પિસ્તોલની અણીએ રૂ.2.75 કરોડના હિરાની લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂં ગેંગ...
આણંદ : મહિસાગર જિલ્લામાં સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક યોજાય હતી. જેમાં કલેક્ટરએ જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ...
સુરત(Surat) : ડિંડોલીમાં મોટા બાપાએ જ તેની ભત્રીજી સાથે દુર્વ્યવહાર કરવાની શર્મનાક ઘટના બની હતી. કિશોરી સાથે મોટા બાપાએ છાતીના ભાગે સ્પર્શ...
સુરત: શહેરના સચિન સ્થિત સુરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં સામી દિવાળીએ (Diwali) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સ્ટેઇનલેસ સ્ટીલ બ્રેસલેટની (Bracelet )...
નવસારી : ગુજરાત(Gujarat)માં આજે સવારે ભૂકંપ(Earthquake)ના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર...
બ્રિટનનાં વડાં પ્રધાન લિઝ ટ્રુસ્સને હોદ્દા પર માંડ ૬ સપ્તાહ થયા છે, પણ તેમણે જે આર્થિક નીતિઓ અપનાવી તેને કારણે માર્કેટમાં જે...
સુરત: ઇન્ડિયન નેવીના (Indian Navy) દરિયાઈ પેટાળના ઓપરેશન અને મરજીવાઓ માટે મહત્વના ગણાતા બે ડાઇવિંગ સપોર્ટ વેસલ ‘નિસ્ટાર (Nistar)’ અને ‘નિપુણ’નું (Nipun)...
આકાશમાંના ઘણાં તારાઓનાં નામ ઋષિઓના નામ ઉપરથી રાખ્યા છે. તેમની સતત આપણાં ઉપર દ્રષ્ટિ રહે જેથી આપણે જીવન-વિકાસ સાધીએ-એવી એમાં ભાવના છે,...
જકાર્તા: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ઈસ્લામિક સેન્ટરની મોટી મસ્જિદમાં બુધવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે જોતાં જ મસ્જિદનો...
કેવડીયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm Modi)નો ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ત્યારે ગુરુવારનાં રોજ પી.એમ મોદી કેવડિયા ખાતે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને...
બેંગલુરુ: બેંગલુરુ(Bengaluru)માં ભારે વરસાદ (Heavy Rain)નાં પગલે આફત સર્જાઈ છે, જેમાં બેલાંદુરના આઈટી વિસ્તાર સહિત શહેરના પૂર્વ, દક્ષિણ અને મધ્ય ભાગોમાં અનેક...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં 2021ના વર્લ્ડ કપની હારનો...
મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં મોટી કાર્યવાહી કરતા, ATSએ નવી મુંબઈ(Mumbai)ના પનવેલમાંથી 4 PFI વર્કર્સની ધરપકડ કરી છે. PFIનાં ધરપકડ(Arrest) કરાયેલા 4 લોકોમાંથી એક PFI...
તા.1/10ના ગુજરાતમિત્રમાં એન.વી. ચાવડાનું ધર્મશાસ્ત્રો સામે તર્કબધ્ધ પ્રશ્નો ઉભા કરતું ચર્ચાપત્ર અતિ ઉત્તમ રહ્યું. હિન્દુ ધર્મશાસ્ત્રો મોટે ભાગે વાતોના વડાં અને કપોળ...
ફીફા અન્ડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ૧૧મીથી ૩૦મી ઓકટોબર સુધી ભારતમાં ચાલી રહ્યો છે. ભારતની ટીમમાં ઝારખંડની પાંચ દીકરીઓ પસંદગી પામી છે. આમાં...
પહેલાંનો રાવણ વિદ્વાન હતો, શિવભક્ત હતો. પરંતુ એનામાં એક જ અપલક્ષણ હતું, તે ખૂબ અભિમાની હતો. આજે જે રાવણો છે તેનામાં ઘણા...
એક દિવસ જીનલ શાળામાંથી રડતી રડતી આવી અને ઘરે આવીને તો તેણે પોક જ મૂકી.બધાં તેને ઘેરી વળ્યાં અને પૂછવા લાગ્યાં. શું...
‘ખેલદિલી ’શબ્દ ‘ખેલ’ ઍટલે કે રમત સાથે સંકળાયેલો છે. રમતમાં અને રમતવીરમાં અપેક્ષિત ઍવી ઉદારતા અને મનનું ખુલ્લાપણું આ શબ્દ દ્વારા વ્યક્ત...
ચીનના સામ્યવાદી પક્ષની ૨૦મી કોંગ્રેસ અત્યારે બીજિંગમાં ચાલી રહી છે જેમાં ચીનના નેતા શી ઝિંગપીંગે અખંડ ચીનની રચના કરવાનું વચન આપ્યું હતું....
આખરે 24 વર્ષ બાદ કોંગ્રેસને ગાંધી પરિવારની બહારના રાષ્ટ્રીય પ્રમુખ મળશે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીતી ગયા છે અને તેઓ કોંગ્રેસના...
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
આ એક વર્ષમાં આલિયા ભટ્ટ યા કેટરીના કૈફ જ નહીં બીજી કેટલીક અભિનેત્રીઓ પણ પરણી ગઈ અને તેમાં એક મૌની રોય છે. લગ્ન પછી આવતી પહેલી દિવાળીનો મહિમા બધાને જ હોય છે. જેની ફિલ્મો રજૂ થઈ હોય અને સફળ ગઈ હોય તેમના માટે તો દિવાળી ખાસ બની જતી હોય છે. આલિયા ભટ્ટ કદાચ વધારે ઉત્સાહથી દિવાળી મનાવશે અને કેટરીના કૈફ તેના વિકી કૌશલ સાથેના લગ્નજીવનમાં એકદમ ગોઠવાય ગઈ લાગે છે. માથે સિંદૂર લગાડી, લાલ સાડીમાં પતિ સાથે ફોટો પડાવતા તે એકદમ ભારતીય પત્ની બની ગઈ છે.
બાકી તેની ઈમેજ આવી નહોતી. એક અર્થમાં તે સલમાનને જવાબ આપી રહી છે કે તે મારી સાથે સંબંધ રાખ્યો પણ તેને લગ્નમાં ફેરવ્યો નહીં જ્યારે વિકીએ મને ટૂંકા સમયના સંબંધમાં લગ્નનું ગૌરવ આપ્યું. એવું લાગે છે કે આ વર્ષે જે પરણ્યા તેમાં કેટરીના-વિકી, આલિયા-રણબીરના લગ્નજીવનમાં વધુ નિકટતા અનુભવાય છે. મૌની રોય અને તેના પતિ નાંબીયારને આપણે બહુ જાણતા નથી. મૌની રોય હજુ ફિલ્મની એક્ટ્રેસ તરીકે ચર્ચાવા માંડી હતી અને પરણી ગઈ. આ એક વર્ષમાં જે અભિનેત્રીઓ પરણી તેમાં સૌથી વધારે ફિલ્મો આલિયા અને કેટરીના પાસે છે.
આમાં કેટરીના-સલમાનની ‘ટાઈગર-3’ને કદાચ વધારે અપેક્ષાથી પ્રેક્ષકો જોશે. આ કારણે જ આવતી દિવાળીએ તે રિલીઝ થશે એવી જાહેરાત આ દિવાળીએ કરી દેવામાં આવી છે. આ એક વર્ષ દરમ્યાન લોકોના મનમાં કેટરીના-સલમાનના વિત્યા સંબંધની ઉત્તેજના રહેશે ખરી? સલમાન આ ફિલ્મનું ખૂબ માર્કેટીંગ કરી રહ્યો છે અને તેમાં કેટરીના તો સાયલન્ટ છે. એ ફિલ્મના પ્રમોશનમાં કેટરીના પ્રોફેશનલ શરતો મુજબ ચોક્કસ ભાગ લેશે પણ હવે વાત બદલાઈ ચુકી છે. આલિયા હમણાં તેની આવનારી ફિલ્મો વિશે બહુ વાત કરતી નથી.
ફિલ્મોમાં આવ્યા પછી તેણે મોટો બ્રેક લિધો નથી એટલે બાળકના જન્મ પછી પણ તે ખાસ્સી મેટર્નિટી લિવ ભોગવશે. આ દરમ્યાન ‘જી લે જરા’ અને ‘રોકી ઔર રાનીકી પ્રેમ કહાની’માં કઈ વહેલી રજૂ થશે તેનો ઈંતેજાર રહેશે. આલિયાએ હમણાં કેટલાય વખતથી કોઈ નવી ફિલ્મ સ્વીકારી નથી. તેના મા બન્યા પછીના સમયમાં કઈ ફિલ્મનું શૂટિંગથી રજાઓ પુરી કરશે તેની રાહ જોવાશે. પણ મૌની રોય તો લગ્ન પછી કારકિર્દીમાં સાવ જ ધીમી પડી ગઈ છે. ટી.વી. સિરીયલે તેને નાગીન તરીકે ખૂબ જ ફેમસ કરી તેવી ફેમસ ફિલ્મોના કામથી નથી થઈ. હમણાં ‘બ્રહ્માસ્ત્ર’ પણ તેને એવી કાંઈ ચર્ચામાં લાવી દીધી નથી. અત્યારે તે એક સિંહાલા ફિલ્મ ‘માયા જાલા’માં કામ કરે છે અને ‘પેન્ટહાઉસ’ ફિલ્મમાં તે છે તો ખરી પણ ફિલ્મ બહુ ધીમી રીતે આગળ વધી રહી છે. અત્યારે તે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ-5’માં જજ તરીકે આવે છે. એવું લાગે છે કે લગ્ન પછી જેની કારકિર્દી ધીમી પડી ગઈ હોય તેમાં મૌની છે. ખેર! તે કદાચ પતિ સુરજ નાંબીયાર સાથે દૂબઈમાં દિવાળી ઉજવશે. •