World

રશિયાએ ભારતના જાહેર કરેલા આવા નકશાના જોઈ પાકિસ્તાન અને ચીનની બોલતી થઈ બંધ

નવી દિલ્હી: રશિયા (Russia) અને ભારત (India) વચ્ચેની ઐતિહાસિક મિત્રતા અનેક પ્રસંગોએ સાચી પડી છે. ફરી એકવાર પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) આતંકવાદના (Terrorist) સમર્થન પર એક અવાજે બોલી રહ્યા છે ત્યારે રશિયાએ નકશો (Map) જાહેર કરીને આ બંને દેશોની બોલતી બંધ કરવાનો પ્રયાસ કર્યો છે.  રશિયન સમાચાર એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો દર્શાવ્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ ભારતના અભિન્ન અંગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. 

વાસ્તવમાં, આ નકશો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશોની રશિયન સરકારે જાહેર કર્યો છે. ભારત-રશિયન મિત્રતાના ઊંડા મૂળ તેના પરથી સ્પષ્ટ દેખાય છે. પાકિસ્તાન અને ચીન પણ SCOના સભ્ય છે કે કેમ તેની પરવા કર્યા વિના રશિયાએ આ નકશો જારી કર્યો છે. રશિયા દ્વારા બહાર પાડવામાં આવેલા આ નકશાએ વિશ્વ મંચ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન વચ્ચે ભારતની સ્થિતિ વધુ મજબૂત કરી છે. ભારતના સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે SCOના સ્થાપક સભ્યોમાંના એક તરીકે રશિયાએ નકશાને યોગ્ય રીતે દોરીને રેકોર્ડ બનાવ્યો છે.

ચીને તેના હિસ્સામાં ભારતનો હિસ્સો દર્શાવ્યો છે
બીજી બાજુ ચીને પણ SCO માટે જાહેર કરેલા પોતાના નકશામાં ભારતના કેટલાક વિસ્તારોને પોતાના તરીકે જાહેર કર્યા છે. આ તેમની વિસ્તરણવાદી નીતિની નિશાની છે. આ નકશો પાકિસ્તાન માટે પણ આંચકો છે, કારણ કે થોડા દિવસો પહેલા પીઓકેમાં અમેરિકી રાજદૂતની મુલાકાત દરમિયાન આ વિસ્તારને ‘આઝાદ કાશ્મીર’ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. તે જ સમયે, જર્મનીના વિદેશ પ્રધાને પણ તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદના ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીનું સૂચન કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ચીન સતત આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે અવરચંડાઈ કરી રહ્યું છે. ભારતમાં આતંકવાદ ફેલાવનારાઓને તે સપોર્ટ કરી રહ્યું છે. તેની નીતિ પાકિસ્તાન તરફી રહી છે ત્યારે રશિયાના આ વલણના લીધે હવે પાકિસ્તાન અને ચીન એમ ભારતના બંને પાડોશી દેશના પેટમાં તેલ રેડાશે. રશિયાએ પોતાની ભારત પ્રત્યેની મિત્રતાને આ નકશો જાહેર કરીને સ્પષ્ટ કરી છે. રશિયાના આ પગલાંના લીધે બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top