Vadodara

તળાવો પાસે દબાણોનો રાફડો, ફુવારા પણ જરૂરી

વડોદરા : વડનગરી વડોદરા એક જમાનામાં ગાયકવાડી સ્ટેટ હતું તે સમયે દરમિયાન શહેરમાં 80 જેટલા નાના નાના તળાવો આવેલા હતા.પરંતુ સમય બદલાતા જરૂરિયાત ઊભી થતા હવે ધીમે ધીમે આ તળાવ અલુપ્ત થવા માંડ્યા છે. કેટલાક તળાવો પુરાણ થઈ ગયા તો કેટલાક તળાવ ઉપર બાંધકામ થઈ ગયા છે. સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં હાલ કેટલાક તળાવની દૈનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચો બ્યુટીફિકેશન પાછળ કરવામાં આવ્યો છતાં પણ તળાવમાં જળચર જીવોના મોત થવાનો સીલસીલો પણ યથાવત જોવા મળ્યો છે. ગાયકવાડી શાસનકાળ દરમિયાન શહેરમાં 80 જેટલા તળાવમાંથી માંડ માંડ હવે ગણ્યા ગાંઠિયા તળાવ રહી ગયા છે અને જે રહી ગયા છે તેની પણ સાર સંભાળ લેવામાં આવી નથી રહી. શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવને કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફિકેશન કર્યા બાદ પણ માછલીઓના મોત થયા હતા.

જે સમય દરમિયાન તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું તે વખતે યોગ્ય કામગીરી
કરવામાં નહીં આવી હોવાનું જાણવા મળ્યું છે. જનતાની બદનસીબી છે કે કોઈ ઈજારદાર સારા મળ્યા નથી. અને જે ઈજારદારને કામ સોપાયું તેઓની કામગીરીથી ઓછા સમયમાં દીવાલો પેવર બ્લોક ઉખડી ગયા પાણી ભરાય તો પાણીના નિકાલની વ્યવસ્થા પણ નથી. જમીનના લેવલિંગ સાથે પણ છેડખાની
થઈ છે. તો બીજી તરફ કેટલાય રાજકારણીઓએ હવે તળાવ પર પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે. અને આવા તળાવ પર નેતાઓના નામ જોડાઈ ગયા છે. સાથે જ ઇજારદાર પણ તેમના ઇશારે જ કામ કરી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું છે. ઐતિહાસિક ધરોહરોને સાચવવા માટે સૌ પ્રથમ નદી કિનારા, તળાવોને ફરતે ઉભા થતા નાના મોટા હંગામી લારી ગલ્લા, ફેબ્રિકેશનના દબાણો દૂર કરવા જોઈએ. જેથી કરીને ગંદકીનો વિષય જ ન રહે.

તળાવમાં ઓક્સિજનની માત્રા સીમિત રહે છે અને સ્વચ્છ પણ રહે છે
તળાવોમાં ફુવારા રાખવાનું પણ એક મહત્વ છે. ફુવારા હોવાથી તળાવમાં સંગ્રહ થયેલું પાણી ફુવારા મારફતે જે પ્રક્રિયા કરે છે. તેના દ્વારા તળાવમાં ઓક્સિજનની માત્રા સીમિત રહે છે અને સ્વચ્છ પણ રહે છે સાથે પાણી સ્થિર રહેતું નથી જેના કારણે જળચર જીવો પણ મૃત્યુ પામતા નથી.

જળચર જીવોના અગાઉ મોત થયા હતા
એરીએશન પ્લાન્ટ કાર્યરત નહીં હોવાથી તળાવોમાં ગંદકી થવા સાથે જળચર જીવો સામે જોખમ રહેલું છે.પાણીના એરીયેશનની પ્રક્રિયા જ બંધ રહેતાં શુદ્ધિકરણ અટકી ગયું છે. જેના કારણે ઓક્સિજન પણ ઘટી જતાં જળચર જીવોના અગાઉ મોંત થયા હતા.

પેન્ડલ બોટ રાખવાથી તળાવના પાણી સ્થિર રહેશે નહીં એરીયેશન થતું રહેશે
સહેલાણીઓ માટે તળાવમાં ફુવારાઓ એક આનંદ માણવાનો સ્ત્રોત છે અને એમાંય જો મ્યુઝિકલ ફુવારા એક નવું નજરાણું લોકોને મળે તેમ છે.સાથે આગામી સમયમાં બોટિંગ શરૂ થાય તો ગરમીના સમય દરમિયાન લોકો બોટિંગ કરે અને ગરમીથી રાહત પણ અનુભવે.બીજી તરફ પેન્ડલ બોટ રાખવાથી તળાવના પાણી પણ સ્થિર રહેશે નહીં. એરીયેશન થતું રહેશે જેનાથી ઓક્સિજનની ઉણપ પણ સર્જાશે નહીં.

Most Popular

To Top