National

આ શહેરના લોકો દિવાળીમાં ફટાકડા નહીં ફોડી શકે, ફોડશે તો 5000 રૂપિયા દંડ ભરવો પડશે

નવી દિલ્હી: (New Delhi) આ વર્ષે ફરી એકવાર દિલ્હીમાં દિવાળી (Diwali) પર ફટાકડા (Crackers) ફોડવાની મંજૂરી નથી. વધતા પ્રદૂષણને (Pollution) જોતા છેલ્લા બે વર્ષની જેમ આ વખતે પણ આ પ્રતિબંધ યથાવત રહેશે. જો કે જો તમે દિવાળી પર ફટાકડા ફોડશો તો તે સજાપાત્ર ગુનો ગણાશે. આ માટે તમને છ મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે રાજધાનીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર 5,000 રૂપિયા સુધીનો દંડ (Fine) અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ 9B હેઠળ ત્રણ વર્ષની જેલની સજા થશે.

  • દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવાની મંજૂરી નથી
  • દિવાળી પર ફટાકડા ફોડશો તો તે સજાપાત્ર ગુનો ગણાશે
  • એક્સપ્લોઝિવ એક્ટની કલમ 9B હેઠળ ત્રણ વર્ષની જેલની સજા થશે

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર 5,000 રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થશે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે જો કોઈ ફટાકડા ફોડતા અથવા ખરીદતા જોવા મળશે તો તેને 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થશે. દિવાળી પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા માટે કુલ 408 ટીમો બનાવવામાં આવી છે.

દિલ્હી સરકારે સપ્ટેમ્બરમાં ફરીથી આવતા વર્ષની 1 જાન્યુઆરી સુધી તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આવો પ્રતિબંધ છેલ્લા બે વર્ષથી લાગુ છે. ગોપાલ રાયે કહ્યું કે 21 ઓક્ટોબરે ‘દિયા જલાઓ ફટાકડા નહીં’ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. દિલ્હી સરકાર શુક્રવારે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 51,000 દીવાઓ પ્રગટાવશે.

“દિલ્હીમાં ફટાકડા ખરીદવા અને ફોડવા પર ભારતીય દંડ સંહિતા હેઠળ 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થશે,” મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રતિબંધ લાગુ કરવા માટે 408 ટીમો બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસે મદદનીશ પોલીસ કમિશનર હેઠળ 210 ટીમોની રચના કરી છે, જ્યારે મહેસૂલ વિભાગે 165 અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 33 ટીમોની રચના કરી છે. મંત્રીએ કહ્યું કે 16 ઓક્ટોબર સુધીમાં ઉલ્લંઘનના 188 કેસ શોધી કાઢવામાં આવ્યા છે અને 2,917 કિલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે.

Most Popular

To Top