Dakshin Gujarat

અભ્યાસમાં મદદની લાલચ આપી કડોદરાની યુવતીને બે મિત્રો કારમાં લઈ ગયા, દુષ્કર્મ કરી ચિખલીમાં ઉતારી દીધી

ઘેજ: ચીખલી (Chikhli) નજીકના આલીપોર ગામની (Alipor Village) સીમમાં કડોદરાની 24 વર્ષીય યુવતીને ફોન પર પરિચય થયા બાદ નાશિક અભ્યાસ માટે મોકલવાની લાલચે બોલાવી ઠંડુ પીવડાવી બેભાન કરી ઝાડી ઝાંખરામાં લઇ જઇ બળાત્કાર ગુજારવાના બનાવમાં પોલીસે દમણના બે મિત્ર સામે બળાત્કારનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવતી ભાનમાં આવી ત્યારે શરીરે એક પણ કપડુ જોવા મળ્યુ ન હતુ અને ગુપ્ત ભાગે તથા પેટમાં દુ:ખાવા અંગે પૂછતા આરોપીએ ચપ્પૂ બતાવી આ વાત કોઇને કરતી નઇ, નહી તો મારીને ફેંકી દઇશ. તેવી ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ ચીખલી હાઇવે ચાર રસ્તા પાસે યુવતીને ઉતારી દેવાઇ હતી. બાદમાં બસમાં સુરત પહોંચી 18 પેરાસીટામોલની ગોળીઓ પી જતા તબિયત લથડતા સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.

  • યુવતી ભાનમાં આવી ત્યારે શરીર પર એક પણ કપડુ જોવા મળ્યુ ન હતુ
  • ગુપ્ત ભાગે તથા પેટમાં દુ:ખાવો થતા પેરાસીટામોલની 18 ગોળી પી જતા સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ
  • દમણના યુવકના પરિચયમાં આવેલી યુવતીને ચપ્પૂ બતાવી ધમકી આપી ચીખલી ઉતારી દેવાઇ

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ કડોદરા રહેતી 24 વર્ષીય બ્યુટી પાર્લરમાં કામ કરતી આદિવાસી યુવતી 21 માર્ચ 2024ના રોજ સાંજના સમયે ઘરે હતી. તે વખતે અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવતા તેણીએ રોંગ નંબર હોવાનું જણાવ્યુ હતુ. થોડા સમય બાદ સામેથી ફોન કરી તમે રોંગ નંબર લગાવો છો કહેતા સામેથી મારે તારી સાથે જ વાત કરવી છે તેમ જણાવી નામ ઠામ પૂછતા પોતે દમણનો ધર્મેશ જોષી હોવાનુ અને મારો મોટો બિઝનેસ હોવાનુ જણાવ્યુ હતુ. યુવતીને તમે શું કરો છો એવું પૂછતા યુવતીએ પોતે જોબ કરતી હોવાનું અને મારે આગળ ભણવું હતું પરંતુ પૈસાની સગવડ નહીં હોવાનું જણાવતા ધર્મેશે નાશિકમાં મારી ઘણી ઓળખાણ છે તારે ભણવુ હોય તો હું મદદ કરીશ તેમ જણાવી દમણ બોલાવતા યુવતી 24 માર્ચ 2024ના રોજ દમણ ગઇ હતી. જ્યાં જમ્પોર બીચ પાસે મળી વીસેક મિનિટ ગાડીમાં ફેરવી ભણવામાં જે ખર્ચ થશે તે કરવાનું જણાવ્યું હતું. બાદમાં તેઓ વચ્ચે અવાર નવાર વોટસએપ પર વાતચીત થતી હતી.

આ દરમ્યાન 9 એપ્રિલ 24ના રોજ રાત્રે ધર્મેશ જોષીએ આવતીકાલે તમારે અભ્યાસ માટે નાશિક જવાનું હોય ચીખલી આવી જજે કહતા યુવતી ચીખલીના આલીપોર નેશનલ હાઇવેની મેટ્રો હોટલ પાસે ઉતરી હતી. ત્યારબાદ ધર્મેશ જોષી લાલ રંગની બ્રેઝા ગાડી લઇને આવ્યો હતો અને તેના એક બીજા મિત્રને પણ ગાડીમાં બેસાડી ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવાર પછી યુવતીએ થમ્સઅપ પીતા ચક્કર આવવા સાથે બેભાન થઇ ગઇ હતી. બાદમાં સાંજે છએક વાગ્યાના અરસામાં ભાનમાં આવતા શરીરે એક પણ કપડુ ન હતું. જેથી તમે મારી સાથે શું કર્યુ છે? મને ગુપ્ત ભાગે અને પેટમાં દુ:ખાવો થાય છે કહેતા ધર્મેશે ચપ્પુ બતાવી ડરાવી આ વાત કોઇને કરતી નઇ, નહીં તો મારીને ફેંકી દઇશું જણાવી કપડા પહેરાવી ચીખલી હાઇવે પાસે ઉતારી દીધી હતી. ત્યારબાદ યુવતી બસમાં સુરત પહોંચી હતી ત્યાં મેડીકલ સ્ટોરમાંથી વીસેક જેટલી પેરાસીટામોલની ગોળી લઇ 18 ગોળી પી જતા 108 દ્વારા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

દુ:ખાવો થતા પેરાસીટામોલની 18 ગોળી પી જતા સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ
આમ ઠંડુ પીવડાવી બેભાન કરી શરીર સંબંધ બાંધી હાઇવે પાસે ઉતારીને યુવકો નાસી ગયા હતા. યુવતીએ ટેન્શનમાં આવી પેરાસીટામોલની ગોળીઓ પી લીધી હતી. ઉપરોક્ત હકીકત મુજબની ફરિયાદમાં પોલીસે ધર્મેશ જોષી (રહે. દમણ) તથા તેનો મિત્ર સામે બળાત્કારનો ગુનો નોંધી ડીવાયએસપી બી.વી. ગોહિલે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top