Gujarat

સાળંગપુર: કષ્ટભજન મદિરમાં કિગ ઓફ સાળંગપુરનું વાજતેગાજતે ભવ્ય સ્વાગત

સાળંગપુર: સાળંગપુરના (Salangpur) અતિ સુપ્રસિદ્ધ કષ્ટભજન (Kashtabhajan) હનુમાન (Hanuman) મદિરમાં 54 ફૂટની (54 FT) બની રહેલી મૂર્તિનું મુખ આવતાં વાજતેગાજતે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો અને મહંતો દ્વારા મુખારવિંદની વિધિવત પૂજા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અહીં હનુમાનજીની ભવ્ય મૂર્તિ નિર્માણ પામશે, જેનાં તમને 7 કિલોમીટર દૂરથી દર્શન થશે.કુલ 30 હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં બની રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભામાં વધારો કરશે. મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર લેશે.

ભવ્ય મૂર્તિનું સ્વાગત કરાયું

આ મૂર્તિ હરિયાણા ખાતે બની રહી છે, જેને અલગ અલગ પાર્ટ સાળંગપુર આવી રહ્યા છે. ત્યારે આજે મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે આવી પહોંચતાં મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા ભવ્ય સ્વાગત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. ડીજેના તાલે વાજતેગાજતે મુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં હાજર રહેલા હરિભક્તો પણ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા હતા અને સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો. આગામી દિવસોમાં અહીં મૂર્તિનું સંપૂર્ણ નિર્માણ થશે.સાળંગપુર કષ્ટભજન મદિરમાં કિગ ઓફ સાળંગપુર નામનો પ્રોજકેટ ચાલી રહ્યો છે, જેમાં મંદિર વિભાગ દ્વારા અહીં 54 ફૂટની વિશાલ પંચ ધાતુની મૂર્તિ મૂકવાની કામગીરી ચાલી રહી છે.

આ મૂર્તિ હરિયાણા ખાતે બની રહી છે.
સાળંગપુર કષ્ટભજન મદિરમાં કિગ ઓફ સાળંગપુર નામનો પ્રોજકેટ ચાલી રહ્યો છે, જેમાં મંદિર વિભાગ દ્વારા અહીં 54 ફૂટની વિશાલ પંચ ધાતુની મૂર્તિ મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ મૂર્તિ હરિયાણા ખાતે બની રહી છે, જેને અલગ અલગ પાર્ટ સાળંગપુર આવી રહ્યા છે. ત્યારે આજે મૂર્તિનું મુખ સાળંગપુર ખાતે આવી પહોંચતાં મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા ભવ્ય સ્વાગત કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. ડીજેના તાલે વાજતેગાજતે મુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં હાજર રહેલા હરિભક્તો પણ ડીજેના તાલે ઝૂમી ઊઠ્યા હતા અને સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો.મૂર્તિના નિર્માણ માટે આતુરતા હતી જેનો હવે અંત આવ્યો છે.

Most Popular

To Top