Gujarat

વડતાલના નૌતમ સ્વામીનું વિવાદિત નિવેદન: હનુમાનજીએ અનેકવાર સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે

ગાંધીનગર: (Gandhinagar) વડતાલ સ્વામીનારાયણ મંદિરના મહંત નૌતમ સ્વામીએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે. જેના પગલે સાળંગપુર મંદિર (Temple) ખાતે ભીત ચિત્રોનો વિવાદ સમવાનું નામ નથી લેતો. ડતાલ સત્સંગ મહાસભા અને અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામીનું એક વિવાદિત નિવેદન સોશ્યલ મીડિયામાં (Social Media) બાહર આવ્યું છે. જેમાં નૌતમ સ્વામીએ કહયું છે કે હનુમાનજી મહારાજે અનેકવાર સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે અને આ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિરોધ કરનારાઓને આપણાં ગ્રંથો દ્વારા જવાબ આપવો જોઈએ. સત્સંગીઓએ કોઈ પાજી-પાલવની છાયામાં દબાવું જોઈએ નહીં.

ખંભાત ખાતે એક સમારંભમાં નૌતમ સ્વામીએ કહયું હતું કે સ્વામીનારાયણ ભગવાન છે અને જે લોકો નથી માનતા એ લોકોને આનાથી તકલીફ થઈ રહી છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આનાથી નિરાશ થવાની કોઈ જરૂર નથી. ગુજરાતની ભૂમિ સ્વામીનારાયણ ભગવાનની ઋણી છે. કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો એ યોગ્ય ફોરમ ઉપર જઈને વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો એ બાબતે કોર્ટમાં એનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે અને એ વેદ વ્યાસજીએ કહ્યાં મુજબ સંતપુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. આ મામલે જરૂર પડ્યે સ્વામીનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો જવાબ આપવા પણ રેડી છે. સ્વામીનારાયણ ભગવાન છે અને એ બાબતે કોઈએ વ્યક્તિગત ચર્ચા કરવી હોય તો પણ કરી શકે છે. એટલે કોઈ સ્વામિનારાયણના સત્સંગીઓએ ક્યારેય પણ કોઈની નાની અમથી વાત જાણી દુઃખી થવું નહીં. કારણ કે ભગવાન સ્વામીનારાયણે આ કળિયુગની અંદર પ્રગટ થઈ અધર્મનો નાશ કરી, દારૂ, માંસ, ચોરી વગેરે છોડાવી સત્કર્મનું સ્થાપન કર્યું હતું.

ગુજરાતની ભૂમિ સ્વામીનારાયણ ભગવાનની ઋણિ છે. જો તેઓ પ્રગટ ન થયા હોત તો આજે ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો શિક્ષણ આપી રહ્યા છે, મંદિરોમાં સદાવ્રતો ચલાવી રહ્યાં છે. હોસ્પિટલો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી ગુજરાતમાં એક સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરી રહ્યાં છે તે ન હોત. નિર્વ્યસની સમાજ તૈયાર કરવામાં સ્વામીનારાયણ સંપ્રદાયનો મોટો ફાળો છે. કોઈ એલ‌ફેલ‌ બોલે તો એનાથી ક્યારેય કોઈએ ગભરાવું નહીં. આપણા સંપ્રદાયમાં કોઈ દિવસ કોઈ ભગવાનનું અપમાન કરવાનો હેતુ હોતો નથી. પહેલા પણ નહોતો અને આગળ પણ કદી નહીં હોય. સ્વામિનારાયણ ભગવાન છે. હનુમાનજી મહારાજે પણ અનેકવાર તેમની સેવામાં હાજર રહીને તેમની સેવા કરી છે.

Most Popular

To Top