Gujarat

અમદાવાદના સાણંદમાં ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો, વાતાવરણ ભાજપમય!

અમદાવાદ: ગાંધીનગર (Gandhinagar) લોકસભા (Lok Sabha) બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah) આજે સાણંદ ખાતે તેમના પ્રચારનો શ્રી ગણીશ કર્યો હતો. તેઓ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. ત્યારે આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતે તેમણે ભવ્ય રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી હતી.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તેમજ ચોમેર કેસરીયો લહેરાયો હતો. તેઓ આવતીકાલે લોકસાભ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે 18 એપ્રિલે ગાંધીનગરમાં ત્રણ રોડ શો કરશે અને રેલીને સંબોધશે. ત્યારે આજના તેમના ભવ્ય રોડ શોમાં કફોડી ગરમીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ સતત જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

બીજી બાજું લોક લાડિલા ગુજરાતી નેતા અમિત શાહે પણ લોકોનું અભિવાદન જીલ્યું હતું. ત્યાર બાદ તેમણે ફુલોથી શળગારેલ ટ્રકમાં તેમની રેલીની શરૂઆત કરી હતી. તેમજ તેમની આ રેલીનું સુરક્ષાની દેખરેખ હેઠળ ડ્રોન દ્વારા શૂટિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન અમિત શાહના પુત્ર જય શાહ પણ રેલી સ્થળ સાણંદ પહોંચ્યા હતા. તેમજ લગભગ 500 મીટર જેટલું ચાલી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ પીતાના ચૂંટણી પ્રચારમાં પોતે પગપાળા જ ચાલ્યા હતા. આ સાથે જ ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ રેલીમાં જોડાયા હતા.

રેલીની શરૂવાત ખુબ જ જોર શોરથી કરવામાં આવી હતી. તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેલીમાં જોડાઇ હતી. તેમજ ત્યાં ઉપસ્થિત મહિલાઓ ઢોલના તાલે ઝુમી હતી. તેમજ કમળના મોટા કટ આઉટ સાથે વાતાવરણને ભાજપમય બનાવ્યું હતું. તેમજ રલી બાદ સફાઇ માટે પહેલાથી જ પૂર્વતૈરીના ભઅગ સ્વરુપી સફાઇ કર્મચારીઓની ટુકડીને તૈનાત કરવામાં આવી છે.

આ રોડ શો ગૃહમંત્રીએ તેમના મતવિસ્તારમાં આવનાર વિસ્તારો માટે યોજ્યો હતો. જેમાં સાણંદથી રોડ શૉ ની શરૂઆત કરાઇ હતી. ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં રોડ શો યોજાશે. વેજલપુરમાં રોડ શો ના સમાપન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધિત કરશે. આ રોડ શો માં મુખ્યમંત્રી સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેશે. ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી અમિત શાહ બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.

Most Popular

To Top