Gujarat

બોટાદ સાળંગપુરમાં બનેલ અત્યાનુધિક ભોજનાલયનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ

બોટાદ: (Botad) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) સાળંગપુર ખાતે વિરાટ અને ભવ્ય ભોજનાલયનું (Bhojanalay) લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય ભોજનાલય 7 વિધામાં પથરાયેલું છે. એક કલાકમાં 20 હજાર ભાવિકો જમી શકે તેટલું ભોજન બની શકશે. જેમાં એકસાથે 8 હજાર ભક્તો પ્રસાદ (Prasad) લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતનું સૌથી મોટુ અને ભવ્ય ભોજનાલય સાળંગપુરમાં ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. સાળંપુરમાં 54 ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર’ની પ્રતિમાનું ગઈકાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. હવે આ હાઇટેક ભોજનાલાય પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

આ છે ભોજનાલયની વિશેષતા
ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. આ ભોજનાલયમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો જમી શકે તેટલું ભોજન બની શકશે. ભોજનાલયનું રસોઇઘર 4550 સ્કેવર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. અહીં 7 જેટલા ડાયનિંગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સાથે 8 હજાર ભક્તો ભોજન લઇ શકશે. આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે ભોજનાલયમાં 5 લીફ્ટ પણ મુકવામાં આવી છે. અહીં 79 રૂમ પણ છે. ભોજનાલયમાં સવારે હળવો નાસ્તો અને કઠોળ મળશે. બપોરે શાક, રોટલી, દાળ, ભાત અને મીઠો પ્રસાદ મળશે. સાંજે શાક, રોટલી અને કઢી ખીચડી મળશે. ભોજનાલયમાં પ્રતિ વર્ષ  60 હજાર કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ થશે. 25 હજાર કિલોથી વધુ ગોળનો ઉપયોગ કરવામાં આવશે. એક લાખ કિલોથી વધુ ઘઉંના લોટનો અને 1 લાખ કિલોથી વધુ ચોખાનો વપરાશ કરવામાં આવશે. એકસાથે 180 કિલો ચોખા કે 180 કિલો ખીચડી માત્ર 20 મિનિટમાં જ તૈયાર થશે. તો તપેલાની અંદર ખાદ્યપદાર્થ 10 કલાક સુધી ગરમ રહેશે.

આ અવસરે અમિત શાહે જણાવ્યું હતું કે સંયોગ છે કે આજે હનુમાન જયંતી અને ભાજપનો સ્થાપના દિવસ છે. તે દિવસે બપોરે 1 વાગ્યે પાર્ટીની સ્થાપના થઇ હતી અને આજે પણ 1 વાગવાની તૈયારી છે. તેમણે કહ્યું કે 1980માં આજના દિવસે જ અટલજી અને અડવાણીજીએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. ત્યારે અમારી બહુ જ મજાક ઉડાવવામાં આવી હતી. તે સમયે સ્થાપ્ના બાદની ચૂંટણીમાં 2 સીટ આવી હતી. આજે સંપૂર્ણ બહુમત સાથે દેશમાં ભાજપની સરકાર છે. સાળંગપપુર ધામમાં છેલ્લા 100 વર્ષથી અહી આવતા ભક્તોને ભોજન પ્રસાદીનો લાભ મળી રહ્યો છે. જોકે અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી અહીં ભવ્ય ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top