Vadodara

મહાબલીની સુરક્ષા માટે વડોદરા પોલીસની બાહુબલી સેના તૈનાત

વડોદરા: રામનવમી દ્વારા આજે હનુમાન જયંતિએ હોવાથી સિટી વિસ્તારમાં બે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેને લઇને ફરી કોમી છમકલુ કે પથ્થરમારા જેવી ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ એક્શન પ્લાન બનાવ્યો છે. શોભાયાત્રાના રૂટ વિસ્તારમાં ડીઆઇજી, ડીસીપી એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત 634 પોલીસ કર્મી ખડે પગે ફરજ બજાવશે. ઉપરાંત 101 એસઆરપી પણ તૈનાન કરાશે. શોભાયાત્રા સાથે પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. શહેરના ફતેપુરા પાંજરગર મહોલ્લામાંથી રામનવમીના દિવસે ભગવાના રામની શોભાયાત્રા પસાર થતી હતી.

તે દરમિયાન તોફાનીઓ દ્વારા શોભાયાત્રા બપોરના 1.30 વાગ્યાના અરસામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો ઉપરાંત લારીઓ તથા વાહનોની તોડફોડ કરી શહેરમાં ચાલતા શાંતિ ભર્યા વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ અસામાજિક તત્વો દ્વારા પ્રિપ્લાન કાવતરુ હોવાથી સાંજના સમયે કુંભારવાડામાંથી નીકળેલી શોભાયાત્રા પર ભારે પથ્થર માર્યો કર્યો હતો.કોમી છમકલાના કારણે સમગ્ર શહેરમાં લોકોને કોમી ફાટી નીકળવાની દહેશત ફેલાઇ હતી.

પરંતુ પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવ્યું હતું. ઘટનાના પગેલ નીમાયેલી એસઆઇટીની ટીમ દ્વારા કોમ્બિંગ કરીને અત્યાર સુધીમાં 40 જેટલા આરોપીઓને પકડી જેલ ભેગા કર્યા છે. હવે ફરી આજે હનુમાનજી જયંતિ હોવાના કારણે શહેરના સિટી વિસ્તારમાંથી બે શોભાયાત્રા નીકળનારી છે. જેના કારણે ફરી કોમી છમકલું ન થાય અને સુલેહશાંતિ ભર્યો માહોલ છવાયેલો રહે તે હેતુસર પોલીસ કમિશનર ડો.શમશેરસિંગ દ્વારા પોલીસની 634 કર્મચારીઓના ફોજ શહેરમાં ઉતારી છે. જેમાં એક ડીઆઇજી,બે ડીસીપી, બે એસીપી 18 પીઆઇ, 28 પીએસઆઇ 550 હેડ કોન્સ્ટેબલ એસઆઇ મળી 634 પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યાં છે. ઉપરાંત 101 એસઆરપીની ટુકડી પણ સહિતનો સ્ટાફ શોભાયાત્રા પર ખડે પગે ફરજ બજાવશે.

હનુમાન જન્મોત્સવે નીકળનારી શોભાયાત્રાના આયોજકોએ પોલીસ પરમિશન લીધી
ભગવાન રામના જન્મ દિવસે ભક્તો દ્વારા ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર ભારે પથ્થરમારો કરીને સમગ્ર ભક્તિભાવ ભર્યા માહોલ છીનભિન્ન કરી નાખ્યો હતો. ભગવાન રામ બાદ તેમના ભક્ત હનુમાનજીની જન્મ જયંતિ નિમિત્તે બે શોભાયાત્રા પર નીકળવાની હતી. ત્યારે યાત્રાના આયોજક દ્વારા પોલીસ પરમિશન લેવામાં આવી છે.સાંજે 5 વાગ્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા પર નીકળશે. પહેલી શોભાયાત્રા ફતેપુરાથી માંડવી થઇ લહેરીપુરા જશે જ્યારે અન્ય યાત્રા છીપવાડ થઇ રોકડનાથ મંદિરે પહોંચશે.

સોશિયલ મીડિયામાં કોમી છમકલાને ફેલવતા બોગસ મિડિયાના નામે ફરનાર પર બાજ નજર
રામનવમીના દિવસે ભગવાનની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ કેટલાક બોગસ મીડિયાના નામ પર કેટલાક કેટલાક તત્વોએ સમગ્ર ઘટનાના વીડિયો ઉતારી લીધો હતો. જે પથ્થરમારાનો વીડિયો સોશિયલ માડિયા પર વાઇરલ કરીને શહેરની શાંતિમાં પલિતો ચીપવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે એક ઉચ્ચ અધિકારીને પૂછતા તેમણે જે મીડિયાના નામ પર બોગસ વ્યકિતઓ હશે. તેનો વીડિયો ક્યાંથી વાઇરલ થયો છે તેની માહિતી મેળવ્યા બાદ તેમની સામે કોમી વાતાવરણ ફેલાવવા બદલ કડકમાં કડક પગલા ભરાશે. અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસ પથ્થરમારાનો વીડિયો એડિટ કરી વાઇરલ કરનારને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.

Most Popular

To Top