Entertainment

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને કહ્યું- ‘I Love You…’? અભિનેત્રીએ પોસ્ટ શેર કરી જણાવી હકીકત

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) આજકાલ પોતાની પર્સનલ જિંદગીને કારણે ઘણી ચર્ચામાં છે. અભિનેત્રીની દરેક સોશિયલ મીડિયા (Social media) પોસ્ટને (Post) ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant) સાથે જોડવામાં આવી રહી છે. એટલું જ નહીં, ઉર્વશી ઓસ્ટ્રેલિયા ગઈ હતી, ત્યારે લોકોએ દાવો કર્યો હતો કે તે રિષભ પંતની પાછળ પાછળ ત્યાં ગઈ હતી. ત્યારે હવે ઉર્વશીનો એક વીડિયો (Video) પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તે આઈ લવ યુ (I Love You) … આઈ લવ યુ વારંવાર કહેતી જોવા મળી હતી. જો કે હવે ઉર્વશીએ આ વીડિયોની હકીકત જણાવી છે.

વીડિયોમાં શું છે?
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે ફેન્સ વચ્ચે સતત કંઈકને કંઈક શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પ્રેમથી ભરેલો વીડિયો શેર કર્યો, જેમાં તે કહેતી જોવા મળી હતી, ‘એક બાર આઈ લવ યુ કહ દો… એક બાર આઈ લવ યુ બોલ દો પ્લીઝ’. ઉર્વશીએ આ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગયો. બધાને લાગ્યું કે આ વીડિયો પણ રિષભ પંત માટે છે.

ઉર્વશી રૌતેલાએ જણાવી હકીકત
આ વીડિયો વાયરલ થયા બાદ ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે આ વીડિયોની સત્યતા જણાવી છે. અભિનેત્રીએ લખ્યું, ‘આ દિવસોમાં મારો આઈ લવ યુ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ વિડિયો માત્ર અભિનય હેતુ માટે હતો. તે એક ડાયલોગ સીન માટે નિર્દેશિત કરવામાં આવ્યું હતું ન તો તે કોઈ ખાસ વ્યક્તિ માટે ન હતું અને ન તો તે કોઈ વીડિયો કૉલનો ભાગ છે.

ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાના સંબંધોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તેથી, ઉર્વશી ઇન્સ્ટાગ્રામ પર જે પણ પોસ્ટ કરે છે, તે તેને ઋષભ પંત સાથે જોડી દેવામાં આવે છે. આઈ લવ યુ વાયરલ વિડીયો સાથે પણ આવું જ થયું છે. પરંતુ હવે ઉર્વશીએ સ્પષ્ટતા કરી છે કે આ વીડિયો માત્ર એક ડાયલોગ છે. બીજી તરફ અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે. કેટલાક અહેવાલો અનુસાર ઉર્વશી ટીમ ઈન્ડિયાને ચીયર કરવા ઓસ્ટ્રેલિયા ગઈ છે. તે જ સમયે, ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઉર્વશી કોઈ પ્રોજેક્ટના સંબંધમાં ઓસ્ટ્રેલિયા ગઈ છે. હવે ઉર્વશી ત્યાં કેમ છે અને કયા હેતુથી ગઈ છે. આ પણ ટૂંક સમયમાં ખબર પડશે.

Most Popular

To Top