Trending

હવે ચંદ્ર પર પણ થશે ખેતી! વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

દિલ્હી : પૃથ્વી(Earth) બહાર અન્ય ગ્રહો પર જીવનની શક્યતા શોધવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો વિવિધ પ્રકારની શોધો કરતા રહે છે. આ ક્રમમાં મંગળ અને પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર પર અનેક સંશોધનો થઈ રહ્યા છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાના એક વૈજ્ઞાનિકે ચંદ્ર પર જીવન વિશે મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે તે 2025 2025ની શરૂઆતમાં ચંદ્ર(Moon) પર છોડ(Plant) ઉગાડશે જે માટે તેણે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ઓસ્ટ્રેલિયન સ્ટાર્ટ-અપ કંપની લુનારિયા વનએ 2025ની શરૂઆતમાં ચંદ્ર પર છોડ ઉગાડવાની યોજનાની જાહેરત કરી છે. શું ચંદ્રની સપાટી પર છોડ ઉગાડવું શક્ય છે? આ તપાસ માટે કંપનીએ પોતાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

  • ઑસ્ટ્રેલિયન વૈજ્ઞાનીનો મોટો દાવો
  • 2025ની શરૂઆતમાં ચંદ્ર પર છોડ ઉગાડશે
  • ઈઝરાયેલના અવકાશયાન સાથે બીજ મોકલવામાં આવશે
  • અગાઉ ચંદ્રની માટી ધરતી પર લાવી કરાયું હતું સફળ પરીક્ષણ

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને કંપનીના વિજ્ઞાન સલાહકાર કેટલીન બર્ટે જણાવ્યું હતું કે આ મિશન છોડના અંકુરણના જ્ઞાનનો ઉપયોગ કરવાની વિશેષ તક છે. વૈજ્ઞાનિકોના મતે ચંદ્ર પર ટકી શકે તેવા છોડની ઓળખ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે છોડને કેટલી ઝડપથી અંકુરિત થાય છે અને નબળી સ્થિતિમાં કેટલો સમય ટકી શકે છે આ પરિમાણોના આધારે પસંદ કરવામાં આવશે. સંશોધન ટીમને આશા છે કે આ સંશોધન ટકાઉ ખાદ્ય ઉત્પાદન માટે નવી પદ્ધતિઓ ખોલશે અને ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપશે. યોજના સાથે જોડાયેલા વૈજ્ઞાનિક બાર્ટનું કહેવું છે કે,”જો તમે ચંદ્ર પર છોડ ઉગાડવા માટે સિસ્ટમ બનાવી શકો છો, તો તમે પૃથ્વીના સૌથી પડકારજનક વાતાવરણમાં પણ ખોરાક ઉગાડવા માટે તંત્ર બનાવી શકો છો.”

ખાનગી ઇઝરાયેલી કંપનીના ચંદ્ર મિશનના ભાગરૂપે બેરેશીટ 2 અવકાશયાન સાથે બીજ મોકલવામાં આવશે. જેમાં નિર્જલીકૃત નિષ્ક્રિય બીજ અને છોડને ખાસ ડિઝાઇન કરેલ ચેમ્બરમાં રાખવામાં આવશે. ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી, બીજ અંકુરિત થશે અને પાણીની મદદથી ફરી એકવાર સક્રિય થઈ જશે. જે પછી તેમની વૃદ્ધિ અને અંકુરણનું 72 કલાક સુધી નિરીક્ષણ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઈઝરાયેલ અને દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો આ મિશનમાં સામેલ છે. જો આ મિશન સફળ થશે તો ભવિષ્યમાં ચંદ્ર પર મનુષ્ય માટે રહેવાનો રસ્તો સરળ થઈ જશે.

તમને જણાવી દઈએ કે અપોલો મિશન 11, 12 અને 17 દરમિયાન ચંદ્રની 12 ગ્રામ માટી લાવવામાં આવી હતી. જેના પર વૈજ્ઞાનિકોએ 11 વર્ષ સુધી સંશોધન કર્યું હતું. આટલી નાની જમીનમાં છોડ ઉગાડવા મુશ્કેલ હતા, પરંતુ આખરે વૈજ્ઞાનિકોને સફળતા મળી. 6 દિવસ પછી, પૃથ્વીની જેમ, ચંદ્રની જમીન પર છોડ ઉગવા લાગ્યા અને 3 અઠવાડિયા પછી, છોડના ડીએનએ પરીક્ષણમાં, તે સામાન્ય છોડ જેવા જ હોવાનું જણાયું હતું

Most Popular

To Top