ડાકોર,: યાત્રાધામ ડાકોરમાં નિર્માણાધીન ત્રિપાંખીયા ફ્લાય ઓવરબ્રિજની બંને સાઈડનો સર્વિસ રોડ છેલ્લાં ઘણાં સમયથી અતિબિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેને પગલે નગરજનો તેમજ...
દુષ્કર્મના આરોપીને દોરડે બાંધીને પોલીસ ખાતાએ ખેરગામ નગરમાં ફેરવ્યો. ઉઠબેઠ પણ કરાવી. આમ જાહેરમાં આરોપીને ફેરવવાનો ખાસ ઉદે્શ એ જ છે કે...
પ્રાચીન કથાઓમાં અદૃશ્ય અવાજ દ્વારા આકાશવાણી થાય એવું કહેવાતું. હવે આપણા ઓલ ઈન્ડિયા રેડિયોને નવા આદેશથી આકાશવાણી નામકરણ થયું. શ્રોતા બોલનારને જોઈ...
આપણા વડાપ્રધાને ફ્રાંસની બે દિવસની મુલાકાત લીધી. આ એ જ ફ્રાંસ છે જ્યાં એકદમ નજીકના ભૂતકાળમાં જબરદસ્ત રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને...
એક શેઠાણી રૂપાળાં અને જાજરમાન. વળી પૈસાનું અભિમાન એટલે સામે જે મળે તેને પોતાનાથી ઉતરતા જ સમજે અને તરત જ નાની વાતમાં...
સુરત: એનએચએસઆરસીએલ (નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ) (NHSRCL) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં છેલ્લો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે. આ કોન્ટ્રાક્ટ ગતરોજ જ...
જી 30 સમીટની અધ્યક્ષતા ભારતને મળી છે. દેશના જુદા જુદા ભાગોમાં જી 20 દેશોના પ્રતિનિધિઓની બેઠક મળી રહી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (UP ATS) દ્વારા પૂછપરછનો સામનો કરી રહેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ડિટેન્શન સેન્ટર અને ભારતની...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (SupremeCourt) શુક્રવારે મોદી સરનેમ (ModiSurname) ટીપ્પણી સંબંધિત માનહાનિ કેસમાં (Deformation Case) કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (RahulGandhi) અરજી...
સુરત: શહેરમાં કૂતરાં કરડવાના બનાવો (Dog Bite Case) બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. ગુરુવારે મોટા વરાછાથી આગળ આવેલા વેલંજામાં (Velanja) 8...
1957 અને 1969ની વચ્ચેના બાર વર્ષના સમયમાં અનેક વાર અમેરિકનો અને રશિયનો અવકાશની હરીફાઈમાં ઊતર્યા હતા. શરૂઆતમાં રશિયનોએ બાજી મારી. તેમણે 1957માં...
ભારતમાં દાયકાઓથી નામશેષ બની ગયેલા ચિત્તાઓને જંગલોમાં ફરી વસાવવાનો પ્રોજેક્ટ આપણી હાલની સરકારે અમલમાં મૂકયો તો ખરો પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ...
માર્કેટા વોન્ડ્રોસોવાએ શવિનવારે જ્યારે વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઓન્સ જેબુરને સીધા સેટમાં હરાવીને વિમ્બલડન ટાઇટલ જીત્યું તે્ની સાથે જ તેણે એક અલગ ઇતિહાસ...
એલિના સ્વિતોલિના ટેનિસ જગતમાં એક એવું નામ છે જેને તેની ઘણી હરીફ મહિલા ખેલાડીઓ એક પ્રેરણાસ્ત્રોત સમાન માને છે. 2023ના વર્ષની શરૂઆત...
હથોડા: પાલોદ પોલીસ ચોકીના પાછળના ભાગે કીમ-માંડવી રોડ પર આવેલી જે.બી. રો-હાઉસ ખાતે સોસાયટીમાં રહેતા એક પક્ષે પાણીની તંગી પડતાં બોર કરાવવાનો...
વિરાટ કોહલીનું નામ પડતા જ તેના દર્શનીય કવરડ્રાઇવની યાદો તાજી થઇ જાય છે. વિરાટે દરેક પ્રકારના કવર ડ્રાઇવ રમ્યા છે જેના વિશે...
સુરત વિવિધ કળાના કલાકારોની ભૂમિ પણ છે. કોઇ કલાકૃતિઓનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે તો કોઈ પોતાના હાથે કલાકૃતિઓનું સર્જન કરે છે....
સુરત: સુરતના (surat) શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રામચોકના (Ramchok) ભગત-ભુવાએ પેટના દુ:ખાવા (Abdominal pain) સાથે આવેલા માસુમ બાળકની (child) ચિઠ્ઠી બનાવી પરત...
હાલમાં વરસાદની મોસમ બરાબર જામી ગઈ છે. વરસાદથી બચવા માટે લોકો રેનકોટ અને છત્રી સાથે લઈને કામ-ધંધા પર જતાં જોવા મળી રહ્યાા...
મુંબઈનું ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે કુખ્યાત છે. માત્ર ૨.૮ ચોરસ કિલોમીટર જેટલી જમીનમાં ૧૦ લાખ લોકો સંપીને રહેતાં હોય તેવી...
સુરત: સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલની (New Civil Hospital) સરકારી નર્સિંગ કોલેજના હિમિષ પટેલ અને અને આશિષ જાદવે AIIMS NORCET(ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ...
સુરત: સુરતના (Surat) ઇચ્છાપોર RJD ઇન્ડસ્ટ્રીયલ પાર્ક (Industrial Park) ના એક ફરસાણ ના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ફાયર...
મુંબઇ: ફેમસ બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) તેના બોલિવૂડ (Bollywood) ડેબ્યૂની તૈયારી કરી રહ્યા...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) વર્તમાન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના (Sexual Harassment) મામલે આજે દિલ્હી કોર્ટના (Court) ચુકાદા...
ભરૂચ: ભરૂચ (Bharuch)માં જિલ્લામાં વરસેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેના કારણે ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ એસ.ટી. બસ અને કાર ફસાઈ...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કરાચીથી નોએડા (Noida) પહોંચી સીમા હૈદરનો કેસ દરરોજ એક નવો વળાંક લઇ રહ્યો છે. પાકિસ્તાની સીમા હૈદર (Seema...
સુરત: વેસુ (Vesu) વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ (Drugs) સાથે એક બાળ આરોપી સહિત બે ઈસમોને સુરત પોલીસે (SuratPolice) ઝડપી (Arrest) પાડયા હતા. સોમેશ્વરા...
ઉમરગામ: રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) ના ઉમરગામ (Umargam) તાલુકામાં ભારે વરસાદ (Rain Fall) ખાબક્યો...
રાયગઢ: મહારાષ્ટ્રમાં (Maharashtra) વરસાદને કારણે રાતોરાત આખું ગામ (Village) ગાયબ થઇ ગયું છે. રાયગઢ જિલ્લાના એક ગામમાં પહાડ તૂટી પડતા (Landslide) એક...
અંકલેશ્વર: સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat) માં આ વર્ષે મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. અંકલેશ્વર (Ankleshwar)માં બુધવારની સમી સાંજે વરસાદે જોર...
લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે રૂ.6 લાખની લાંચ માગી, વચેટિયો ઝડપાયો
શાળા છોડ્યાના પ્રમાણપત્ર એલસી બાબતે પ્રાથમિક શિક્ષક સંઘની નિયામકને રજૂઆત
કોર્પોરેશનની ચૂંટણી ધારાસભ્યો માટે ‘ડેન્જર ઝોન’, નબળી લીડ વિધાનસભાની ટિકિટ કાપી શકે છે!
વડોદરા : લિસ્ટેડ બુટલેગર સુનિલ ઉર્ફે અદા સહિત 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
પિલોલ-સમલાયા વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં. 12 સમારકામ માટે 8 દિવસ બંધ રહેશે
કૌટુંબિક કારણોસર માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું; ત્રણ માસૂમ બાળકોના મોત
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી, 19 વોર્ડના મતદાન મથકો, રિસીવિંગ-ડિસ્પેચિંગ અને મતગણતરી કેન્દ્રોની વિગતવાર માહિતી જાહેર
વડોદરા પાલિકામાં ‘ડિજિટલ શિસ્ત’: હવે માત્ર હાજર રહેવું પૂરતું નથી, AI અને જિયો-ફેન્સિંગથી ‘લોકેશન’ પર જ પૂરાશે હાજરી
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ બે યુવા હોદ્દેદારો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
દાહોદમાં હૃદયદ્રાવક ઘટના: બે બાળકોની હત્યા બાદ માતાનો આત્મહત્યાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ: બંગાળમાં પૂરક મતદાર યાદી તૈયાર કરાશે, માન્યતા પ્રાપ્ત 23 તારીખે મતદાન કરી શકશે
મહિલા અનામત પર બોલતા PM મોદીએ કહ્યું- “વિરોધ કરશો તો અમને ફાયદો થશે, વિરોધીઓ હારશે”
લોકશાહીનો રણકાર કે રાજકીય ખેલ? ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ: લાખો મતદારોનો મતાધિકાર છીનવાયો!
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એર અને સ્પાઇસજેટ વિમાન અથડાયા
વડોદરામાં ચૂંટણી બહિષ્કારના સૂર: ન્યુ સમા રોડના રહીશોએ નેતાઓને પરખાપ્યા તેવા વેણ
હોર્મુઝ સ્ટ્રેટ: અમેરિકાએ ઈરાનથી રવાના થયેલા 10 જહાજોને પાછા મોકલ્યા
700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ
કોંગ્રેસમાં આંતરિક ‘ભૂકંપ’: ભરૂચમાં મુમતાઝ પટેલ નારાજ, તો અમદાવાદમાં શૈલેષ પરમારે કબૂલી સંગઠનની નબળાઈ !
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે? ઇરાનના પ્રસ્તાવથી યુદ્ધ સમાપ્ત થવાની આશા
અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ દિવસે ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, સોનામાં પણ સતત વધારો
ગુજરાતમાં નવા સીમાંકન અને મહિલા અનામતથી રાજકીય નકશો બદલાશે, 52 વર્ષ બાદ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યામાં થશે મોટો વધારો; વિધાનસભાની બેઠકો 182 થી વધીને 273 સુધી પહોંચી શકે
અખિલેશે કહ્યું, “ભાજપે નારીને નારો બનાવી દીધો, મત ઘટી રહ્યા છે એટલે મહિલા અનામત બિલ રજૂ કર્યું”
મત આપવો પસંદગી છે, ફરજ નહીં: મતદાન મુદ્દે સુપ્રીમ કોર્ટની સંવેદનશીલ ટિપ્પણી
લાહોરમાં ગોળીબાર, હાફિઝ સઈદના નજીકના સાથી અમીર હમઝા પર જીવલેણ હુમલો
ફિલ્મપ્રેમીઓ માટે ખુશખબર, ટૉક્સિક, કૉકટેલ 2 સહિત જૂનની ટોપ ફિલ્મો, જુઓ લિસ્ટ
વડોદરાના માર્ગો અને દીવાલો પર કલાનો શણગાર
ભાજપનો શિસ્ત પર કડક પ્રહાર ?વડોદરાના 11 બળવાખોર કાર્યકરો 5 વર્ષ માટે સસ્પેન્ડ
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
મહિલા અનામત બિલ પર રાજકારણ ગરમાયું, લોકસભામાં 850 બેઠકોનો પ્રસ્તાવ, આવતીકાલે મતદાન
ડાકોર,: યાત્રાધામ ડાકોરમાં નિર્માણાધીન ત્રિપાંખીયા ફ્લાય ઓવરબ્રિજની બંને સાઈડનો સર્વિસ રોડ છેલ્લાં ઘણાં સમયથી અતિબિસ્માર હાલતમાં ફેરવાયો છે. જેને પગલે નગરજનો તેમજ વૈષ્ણવોને આ માર્ગ પરથી વાહનો લઈને પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે અનેકોવારની રજુઆતો બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની મરામત કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 68 કરોડના ખર્ચે ડાકોર ચોકડી ઉપર ત્રિપાંખીયો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેની સમયમર્યાદા પુરી થઈ હોવાછતાં બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. આ બ્રિજની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી અવારનવાર સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા વાહનચાલકોનું ધ્યાન રાખ્યાં વગર જ કામ કરવામાં આવતું હોવાથી લોકોમાં પહેલીથી જ ભારે રોષ હતો. તો વળી બીજી બાજુ બ્રિજની બંને બાજુનો સર્વિસ રોડ છેલ્લાં ઘણાં સમયથી અતિબિસ્માર હાલતમાં ફેરવાયો હોવાછતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેની મરામત કરવામાં આવતી નથી. જેથી ચોમાસામાં આ સર્વિસ રોડ અતિજોખમી બન્યો છે.
નગરજનો તેમજ દર્શનાર્થે આવતાં વૈષ્ણવોને આ માર્ગ પરથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રોજેરોજ વાહનો પટકાવાના બનાવો બની રહ્યાં છે, વાહનોને નુકશાન પણ થઈ રહ્યું છે. તેમછતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલતું નથી. બીજી બાજુ આ અતિબિસ્માર અને જોખમી બનેલાં સર્વિસ રોડની બરાબર સામે જ ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની ઓફિસ આવેલી છે. ધારાસભ્ય દરરોજ આ અતિબિસ્માર રોડ ઉપર વાહનચાલકોને પડતી હાલાકી નજરે જોવે છે, એટલું જ નહીં ધારાસભ્ય દરરોજ મોંઘીદાટ ગાડી લઈને આ જ અતિબિસ્માર રોડ પરથી પસાર થાય છે. તેમછતાં ધારાસભ્ય આંખ આડા કાન કરી કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યાં છે. પરિણામ સ્વરૂપ વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મુખ્યમંત્રી ડાકોરની મુલાકાતે આવે તો જ આ સર્વિસ રોડ બને ?
ડાકોર ચોકડી પર નિર્માણાધીન ત્રિપાંખીયા ફ્લાય ઓવરબ્રિજની બંને બાજુનો સર્વિસ રોડ અતિબિસ્માર હાલતમાં ફેરવાયો હોવાછતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી. જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ જ્યારે મુખ્યમંત્રી ડાકોરની મુલાકાતે આવ્યાં હતાં તે વખતે રાતોરાત આ સર્વિસ રોડને ટકાટક બનાવી દેવામાં આવ્યો હતાં. પરંતુ, માત્ર ગણતરીના દિવસોમાં જ આ રોડ પુનઃ બિસ્માર બની ગયો હતો. જે બાદ આજદિન સુધી આ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.