Sports

માતા બનીને વાપસી કરનારીએલિના સ્વિતોલિનાની પ્રેરણાદાયક કથા

એલિના સ્વિતોલિના ટેનિસ જગતમાં એક એવું નામ છે જેને તેની ઘણી હરીફ મહિલા ખેલાડીઓ એક પ્રેરણાસ્ત્રોત સમાન માને છે. 2023ના વર્ષની શરૂઆત થઈ ત્યારે આ યુક્રેનિયન મહિલા ટેનિસ ખેલાડી ટેનિસ કોર્ટથી દૂર હતી અને તેના સાત મહિના પછી, આ 28 વર્ષીય ટેનિસ સ્ટારે વિમ્બલ઼ડન જેવી મોટી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ગ્રાસ કોર્ટ પર વર્લ્ડ નંબર વન ઇગા સ્વીટેકને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. વિમ્બલડનની એ ક્વાર્ટર ફાઇનલમાં જ્યારે સ્વીટેકે ફટકારેલો ફોરહેન્ડ પર અનફોર્સ્ડ એરર બન્યો, ત્યારે SW19 ખાતે ઉપસ્થિત પ્રેક્ષકોની તાળીઓનું અભિવાદન ઝીલતી હોય તેમ સ્વીતોલીનાએ નીચા નમીને તેમનું એ અભિવાદન સ્વીકાર્યું હતું. SW19 ખાતે સ્વીટેક એક ક્વાર્ટર ફાઈનલ માત્ર રમી હતી, પરંતુ તેને હરાવવી કોઈ સરળ કાર્ય નહોતું.

સ્વિતોલિનાએ તે શક્ય બનાવ્યું. સ્વિતોલીનાનો ભલે સેમીફાઇનલમાં પરાજય થયો પરંતુ તેના માટે અફસોસ કરવા જેવું કંઇ નથી. આ પહેલા પણ તે ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલડનમાં ત્રણ સ્લેમ સેમીમાં હારી હતી, પણ મહત્વની વાત એ હતી કે આ વખતે તેણે માતા બન્યા પછી કોર્ટ પર વાપસી કરીને સેમીફાઇનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. સ્વિતોલીનાએ પોતે એવું કહ્યું હતું કે મારા માટે માત્ર માનસિક જ નહીં પણ શારીરિક રીતે પણ આ અત્યંત મુશ્કેલ બે મહિના રહ્યા છે. ઘણા લાંબા સમયથી હું મારી પીઠ સાથે સંઘર્ષ કરી રહી છું.

આ દર્દના કારણે મને ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ તૈયારી કરવા ન દીધી. માર્ચ 2022 માં, સ્વિતોલીનાને લાગ્યું કે જો તે રમતમાંથી બ્રેક લે તો તે તેની માનસિક અને શારીરિક સુખાકારી માટે વધુ સારું રહેશે. રશિયા સાથે યુક્રેનના યુદ્ધે તેના માટે જીવન સરળ બનાવ્યું ન હતું કારણ કે તે તેના દેશવાસીઓ માટે પણ કામ કરતી રહી. ગયા વર્ષે ઈન્ડિયન વેલ્સ અને મિયામી ઓપનમાં એક પણ મેચ જીતી શકી ન હોવાથી, સ્વિતોલીનાએ ખરા અર્થમાં ગરમી અને દબાણનો અનુભવ કર્યો.

તેના બે મહિના પછી, તે ફ્રેન્ચ ટેનિસ સ્ટાર ગેલ મોનફિલ્સ સાથેના લગ્નજીવનના પરિણામ સ્વરૂપ પ્રથમ સંતાનને જન્મ આપવા માટેની તૈયારી શરૂ કરી.. ઓક્ટોબરમાં એ દિવસ આવ્યો જ્યારે તે માતા બની. તે સમયે, તેણે તેના જીવનમાં મોટા વિકાસ પછી કોર્ટમાં પાછા ફરવાના પડકારોનો અહેસાસ કર્યો હશે. જાન્યુઆરીમાં, સ્વિતોલીનાએ ભવિષ્યમાં મોટા પડકારો માટે પોતાને ફરીથી રિધમમાં લાવવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી. તે એપ્રિલમાં WTA ટૂરમાં સ્પર્ધાત્મક ટેનિસમાં પાછી ફરીને ચાર્લ્સટન ઓપનમાં રમી હતી. જો કે તે પ્રથમ રાઉન્ડમાં યુલિયા પુતિનસેવા સામે હારી ગઈ હતી, જો કે તેમ છતાં તેણે પહેલેથી જ એક સનસનાટીભરી કથાનું નિર્માણ શરૂ કરવા માટે તેનો ઉપસંહાર લખવાનું શરૂ કરી દીધું હતું.

મે મહિનામાં, સ્વિતોલીનાએ ફાઇનલમાં અન્ના બ્લિન્કોવાને સીધા સેટમાં હરાવીને સ્ટ્રાસબર્ગમાં ટાઇટલ જીત્યું હતું. ફ્રેન્ચ ઓપન 2023માં વાઇલ્ડકાર્ડ હોવાના કારણે, આ યુક્રેનિયન ખેલાડી પાસેથી કોઇને મોટી અપેક્ષા ન હતી. તેણે આ તકનો સૌથી વધુ ઉપયોગ કર્યો અને પછી 9મી ક્રમાંકિત દારિયા કાસાત્કીનાને સીધા સેટમાં હરાવી દીધી.. દોઢ મહિના પછી, સ્વિતોલિના મજબૂત થઈ હતી..

વિરામ લેવાથી લઈને માતા બનવાથી લઈને વર્લ્ડ નંબર 1 સ્વિટેકને હરાવવા સુધીની સફર ખરા અર્થમાં સનસનાટીભરી રહી છે. સ્વીટેક સામેની જીત સાથે, 1979માં ઇવોન ગૂલાગોંગ પછી સ્વિતોલિના એવી પ્રથમ મહિલા ખેલાડી બની હતી જે બાળકને જન્મ આપ્યા પછી તેના પ્રથમ બે ગ્રાન્ડ સ્લેમમાં ક્વાર્ટર ફાઇનલમાં અથવા તેનાથી વધુ આગળ પહોંચી હતી. જ્યારે પણ સ્વિતોલિનાના ટેનિસ કોર્ટ પર ઉતરે છે ત્યારે તેના ચહેરા પર માતા બનવાનું ગૌરવ જોઈ શકાય છે. સ્વીટેકને હરાવી ત્યારે પણ તેના ચહેરા પર એ તેજ જોવા મળ્યું હતું.

Most Popular

To Top