Dakshin Gujarat

CCTV: માંગરોળના પાલોદ ગામમાં પાડોશીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

હથોડા: પાલોદ પોલીસ ચોકીના પાછળના ભાગે કીમ-માંડવી રોડ પર આવેલી જે.બી. રો-હાઉસ ખાતે સોસાયટીમાં રહેતા એક પક્ષે પાણીની તંગી પડતાં બોર કરાવવાનો પ્રયાસ કરતાં બીજા પક્ષે વિરોધ કર્યો હતો. ત્યારબાદ આ મુદ્દે બે પક્ષ સામસામે આવી જઈ જાહેરમાં મારામારી પર ઊતરી પડતાં બંને પક્ષ પૈકી ચાર જણાને ઇજા થઈ હતી. પોલીસે બંને પક્ષના આઠ જણા સામે ફરિયાદ નોંધી હતી.

  • સુરતના માંગરોલમાં પાડોશીઓ બાખડ્યા
  • પાલોદના જે.બી. રો-હાઉસમાં બે પક્ષ જાહેરમાં બાખડ્યા
  • પાણીના બોર મામલે બંને પક્ષો વચ્ચે બબાલ
  • પાડોશીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી
  • મહિલા-પુરુષો એકબીજાને મારવા દોડ્યા
  • મારપીટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

ઘટનાની વિગત એવી છે કે, કીમ-માંડવી રોડ પર આવેલી જે.બી.રો-હાઉસ ખાતે રહેતા બલિન્દર બાબુરામ સિંગને ત્યાં પાણીનો બોર નથી. જ્યારે પડોશમાં રહેતા ઈશ્વરભાઈ ભાસ્કર સહિત સોસાયટીમાં કેટલાક લોકોને ત્યાં છે, અમારે ત્યાં બોરિંગ નહીં હોવાથી પાણીની ભારે તકલીફ વેઠવી પડતી હોવાથી બલવીન્દર એક વર્ષથી બોરિંગ કરાવવા માટે પ્રયાસ કરતાં પડોશી ઈશ્વર ભાસ્કર કોઈ ને કોઈ બહાને બોરિંગ કરવા દેતો નથી. જેથી બલવીન્દર ટ્રેક્ટર લઈને આવી બોરિંગ કરવા જતાં બખેડો થયો હતો.

જ્યારે ઈશ્વર ભાસ્કર જણાવે છે કે, પંચાયતના ત્રણ બોર છે અને પાણી આવે છે. બલવીન્દર સોસાયટીના રસ્તા પર બોરિંગ કરે તો કાદવ-કીચડ થાય તેમ છે. ફરી બોરિંગ કરવાનો પ્રયાસ કરતાં બંને પક્ષ દ્વારા જાહેર રોડ પર મારામારી સર્જાઇ હતી. જેમાં બંને પક્ષ પૈકી મહિલા સહિત ચાર જણાને ઈજા થતાં નજીકમાં આવેલા સરકારી દવાખાનામાં પોલીસે સારવાર કરાવી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં સીસીટીવી કેમેરા લાગ્યા છે. પોલીસ સીસીટીવી કેમેરાનાં ફૂટેજ કબજે કરી કાયદો કોણે હાથમાં લીધો હતો એ બાબતે તપાસ કરે એ જરૂરી છે. પોલીસે બંને પક્ષના આઠ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top