Dakshin Gujarat

સુરતના ચાર નબીરા સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર દારૂના નશામાં ઝડપાયા, મળી આ વસ્તુ..

વ્યારા: (Vyara) સુરતના ચાર નબીરા સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર દારૂના (Alcohol) નશામાં ઝડપાયા હતા. સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર દારૂના નશામાં ગાડી હંકારતા ઇસમ સહિતના કુલ ચાર નબીરાને પોલીસે દારૂની ત્રણ બોટલ, કાર સાથે કુલ રૂ.૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

  • સુરતના ચાર નબીરા સોનગઢ-લક્કડકોટ રોડ ઉપર દારૂના નશામાં ઝડપાયા
  • દારૂની ત્રણ બોટલ, કાર સાથે કુલ રૂ.૪ લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો

સુરતના ત્રણ નબીરા લક્કડકોટ બિયરબારમાં દારૂ ઢીંચી સુરત તરફ આવી રહ્યા હતા. ત્યારે તા.૧/૫/૨૦૨૪ના રોજ રાત્રે ૮:૧૫ વાગ્યાના અરસામાં હાર્દિક અશોક મહેતા (ઉં.વ.૨૭) (રહે., ૧/શ્રેણિક પાર્ક રો-હાઉસ, અડાજણ, સુરત) વગર પરમિટે નશાની હાલતમાં લવારા કરી ફોર વ્હીલ નં.(GJ-05-CW-7079) લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરતાં ઝડપાઇ ગયો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાં અન્ય ત્રણેય ઇસમ પણ બિયર ઢીંચતા મળી આવ્યા હતા.

કારમાં બેસેલા ચન્દ્રેશ ધીરજલાલ ૫ટેલ (રહે., ૨૮/બી કિષ્નાનગર સોસાયટી, અડાજણ, સુરત), રોકી મહેશ સેવાળિયા (રહે., ડી/૫૦૧, કેદારધામ એપાર્ટમેન્ટ અડાજણ, સુરત), વિકી વિશારમ બારૈયા (ઉં.વ.૨૬) (રહે., ૧૩૦/દીનદયાળ સોસાયટી, પાલનપુર પાટિયા, સુરત) પાસેથી વગર પરમિટની દારૂની બોટલ નંગ-૩ કિં.રૂ.૬૦૦ મળી કુલ રૂ.૪,૦૦,૬૦૦નો મુદ્દામાલ મળતાં પોલીસે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top