SURAT

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છેલ્લો સિવિલ કોન્ટ્રાક્ટ આપી દેવાતાં કામગીરી વેગવંતી બનશે

સુરત: એનએચએસઆરસીએલ (નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ) (NHSRCL) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં છેલ્લો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે. આ કોન્ટ્રાક્ટ ગતરોજ જ અપાયો છે. જેમાં 135 કિલોમીટર હાઈ સ્પીડ રેલ કોરીડોરમાં (Ahmedabad Mumbai Bullet Train) 7 સુરંગ અને મહારાષ્ટ્રમાં વૈતરણા નદી પર 2 કિલોમીટર લાંબા પુલનો સમાવેશ થાય છે.

સાથે જ મહારાષ્ટ્ર રાજ્યમાં ત્રણેય સિવિલ કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે. જેમાં મુંબઈ (બીકેસી) એચએસઆર સ્ટેશન, 21 કિલોમીટર સુરંગ, જેમાં 7 કિલોમીટર સમુદ્ર નીચે છે અને હવે છેલ્લો કોન્ટ્રાક્ટ ગતરોજ 135 કિલોમીટર લાંબા કોરીડોરનો અપાયો છે. આ સાથે જ તમામ કોન્ટ્રાક્ટમાં 465 લાંબા વાયાડક્ટ (પુલ), 12 એચએસઆર સ્ટેશન, ત્રણ રોલિંગ ડેપો, 10 કિલોમીટર વાયાડાક્ટવાલા 28 સ્ટીલ પુલ, નદી પરના 24 પુલ, 7 કિલોમીટર ભારતની સૌથી મોટી સમુદ્ર નીચેની સુરંગનો સમાવેશ થાય છે. આખો પ્રોજેક્ટ 28 કોન્ટ્રાક્ટ હેઠળ પુર્ણ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં 4 એચએસઆર સ્ટેશન (વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ) તેમજ સુરતમાં રોલિંગ સ્ટોક ડેપો સહિત 237 કિલોમીટર વાયાડાક્ટ (પુલ)ના નિર્માણ માટે 28 ઓક્ટોબર 2020માં કોન્ટ્રાક્ટ અપાયો હતો. મહારાષ્ટ્રમાં છેલ્લો કોન્ટ્રાક્ટ 135 કિલોમીટર કોરીડોરનો ગતરોજ આપવામાં આવ્યો, જેમાં ત્રણ એચએસઆર સ્ટેશન ઠાણે, વિરાર અને બોઇસરનો સમાવેશ થાય છે.

વાયાડાક્ટના નિર્માણમાં તેજી લાવવા માટે ભારતમાં પ્રથમ વખત 970 ટન વજનવાળી 40 મિટર લંબાઈના પુલ સ્પેન ગર્ડરોને લોંચ કરવા માટે ફુલ સ્પેન લોન્ચિંગ મશીન સેટ સ્ટૈડ્રલ કેરિયર બ્રિજ ગૈન્ટ્રી ગર્ડ લોન્ચર મારફતે લોન્ચ કરવામાં આવશે. જે અત્યાર સુધીના સામાન્ય ટેકનિકથી 10 ગણા વઘારે ઝડપથી લોન્ચિંગ કરી શકાશે.

બુલેટ ટ્રેનના રૂટમાં સૌથી લાંબો બ્રિજ ભરૂચ નજીક નર્મદા નદી પર બનશે
મુંબઈથી અમદાવાદના ૫૦૮ કિ.મી. બુલેટ ટ્રેન લાઈન પરનો સૌથી લાંબો બ્રિજ ભરૂચ નજીક નર્મદા નદી પર ૧.૨ કિ.મી. લાંબો હશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અનુસાર એવી માહિતી આપી હતી કે, નર્મદા નદી પરનો પુલ જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઇ જશે. પુલ પરથી બંને બાજુએ લીલીછમ જમીન સાથે નયનરમ્ય નર્મદા નદી જોઈ શકાશે. આ ૨૦ બ્રિજમાંથી એક છે. જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવવામાં આવશે. એ સૌથી લાંબો હશે. ત્યારબાદ ૭૨૦ મીટર લાંબો તાપી અને માહી પુલ હશે. રેલ કોર્પોરેશનને એવી આશા છે કે, નર્મદા બ્રિજનું નિર્માણ કાર્ય જૂન-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે.

Most Popular

To Top