Top News

More Posts

   The Latest

Most Popular

સુરત : સુરત (Surat) શહેરની ઉમરા પોલીસને (Umara Police) હવે આરોપીઓનો (Accused) કોરોના (Corona) રિપોર્ટ (Report) ચેક (Check) કરવાનો પણ સમય નથી, અને ઉતાવળમાં જ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી દે છે. આવી જ એક ઘટના ઉમરા પોલીસમાં બની હતી, 13 હજારની કિંમતના દારૂના (Liquor) કેસમાં (Case) પોલીસે પકડી (Arrest) પાડેલા એક આરોપીને કોર્ટમાં (Court) રજૂ કરાયો હતો, કોર્ટમાં જજે મેડીકલ પેપર્સ (Medical Papers) ચેક કરતા તેમાં આરોપીનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ (Positive) આવ્યો હતો. કોર્ટે ઉમરા પીઆઇનો ઉધડો લઇને ટકોર કરી હતી.

  • ઉમરા પોલીસે બે દિવસ પહેલા રૂા. 13 હજારની કિંમતના દારૂના કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી.
  • પોલીસે આરોપીની અટકાયત કરીને તેનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ ચેક કર્યો નહોતો.
  • આરોપીનો રિપોર્ટ આવી જતા પોલીસે જોયા વગર જ સીધા જ આરોપીને આજે પ્રોહિબિશન કોર્ટમાં રજૂ કરી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઉમરા પોલીસે બે દિવસ પહેલા રૂા. 13 હજારની કિંમતના દારૂના કેસમાં એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને તેનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. આરોપીનો રિપોર્ટ આવી જતા પોલીસે જોયા વગર જ સીધા જ આરોપીને આજે પ્રોહિબિશન કોર્ટમાં રજૂ કરી દીધો હતો. પ્રોહિબિશન કોર્ટના જજ પોલીસની ફરિયાદ સહિત અન્ય મેડીકલ પેપર્સની તપાસ કરી રહ્યા હતા ત્યારે આરોપીનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું.

આ મામલે કોર્ટે ઉમરા પોલીસને પુછપરછ કરી હતી, પરંતુ ત્યાં જ ઉમરા પોલીસની મુંડી નીચી થઇ ગઇ હતી. કોવિડ પોઝિટિવ દર્દીને તપાસ કરાવ્યા વગર જ સીધા કોર્ટમાં રજૂ કરી દેતા કોર્ટ પણ લાલધૂમ બની હતી. કોર્ટે ઉમરા પોલીસના પીઆઇને બોલાવીને આ બાબતે ઠપકો આપ્યો હતો અને બીજીવાર ધ્યાન રાખવા માટેની સૂચના આપી હતી. કોર્ટના હુકમ બાદ આરોપીને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી છે.

કોરોનાની વધતી જતાં કેસને કારણે સિવિલ અને સ્મીમેરમાં પ્રિપ્લાન સર્જરી બંધ
સુરત : હાલમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ છે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના કેસોમાં પણ ધરખમ વધારો થયો છે. આ સમયે હોસ્પિટલમાં દાખલ તેમજ અન્ય સર્જરી માટે આવતા દર્દીઓને કોરોના થવાની પણ શક્યતા રહેલી છે. ઓપરેશન કરવા માટે દર્દીને બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવા પડે છે અને તેમના જરૂરી ટેસ્ટ કરીને ત્યારબાદ ઓપરેશન કરવાનું હોય છે. પરંતુ હાલના સમયમાં જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેઓને કોવિડનો ચેપી રોગ લાગે તેવી શક્યતા છે. જેના કારણે હાલમાં સિવિલના તંત્રએ ઓપરેશનના દર્દીઓને દાખલ કરવાનું બંધ કર્યું છે. જે દર્દીઓને ઇમરજન્સી ઓપરેશન કરવાનું હોય તેઓને જ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે, આ ઉપરાંત જે દર્દીઓને ઓપરેશનની જરૂર ન હોય તેઓને બે મહિના બાદ જ્યારે કોરોનાની સ્થિતિ શાંત પડી જાય ત્યારે આવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં તો ઉત્તરાયણના તહેવારથી જ પ્લાનેડ સર્જરી બંધ કરી દેવાઇ હતી, ત્યાં હવે સિવિલમાં પણ દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખીને સર્જરી બંધ કરવામાં આવી છે.

To Top