બાઇક ‘કેમ આટલી પૂરપાટે ચલાવો છો’ કહેતા ચાર શખ્સોએ કરી મારામારી

બીલીમોરા(Bilimora) : પ્રેમ લગ્ન (Love Marriage) કર્યા હોવાની અદાવત રાખી કાકા સસરા અને તેના પુત્રએ ઢીકમુક્કીનો માર મારી ફરાર થઈ ગયા હતા. તો સામે પક્ષે બીલીમોરા પાસેના દેવસર શીખ કેમ્પમાં (Devsar Shikh Campus) મોટરસાયકલ કેમ આટલી પૂરપાટે ચલાવો છો તે બાબતે ચાર જણાએ મારામારી કરતા થયેલી સામસામી ફરિયાદ બાદ પોલીસે બંને પક્ષોના છ આરોપીઓ સામે ગુનો (Crime ) નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

  • પ્રેમ લગ્નની અદાવત રાખી કાકા સસરા અને તેના પુત્રએ યુવાનને ફટકાર્યો
  • મારામારી કરતા બંને પક્ષના છ સામે ફરિયાદ

પ્રથમ ફરિયાદમાં સુરજીતસિંહ દર્શનસિંઘ સરદાર પોતે પ્રેમ લગ્ન કર્યા હોય તેની અદાવત રાખી તેના કાકા સસરા મહેરસિંગ ગુરમુખસિંગ સરદાર અને તેનો પુત્ર વિકિસિંગ મહેરસિંગ સરદાર એ સુરજીતસિંહ સરદારના ઘર પાસે આવીને તેની સાથે ગાળાગાળી અને ઝઘડો કરવા લાગ્યા હતા. તે સાથે તેને ઢીકમુક્કીનો માર મારી તેઓ ત્યાંથી ફરાર થઈ જતાં તેના હાથ-પગ તોડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઝઘડામાં દીપુસિંગ અને મનોજસિંગએ પણ પાછળથી આવીને ધમકીઓ આપી હતી. જેથી સુરજીતસિંહ સરદારે મહેરસિંગ સરદાર અને વીકીસિંગ સરદાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તો સામા પક્ષે સુરજીતસિંહ દર્શનસિંઘ સરદારએ ફરિયાદી વીકીસિંગના ઘરની સામેથી પોતાની બાઇક પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી આવ-જા કરતો હોવાથી વીકીસિંગ અને તેના પિતા મહેરસિંગએ મોટરસાયકલ સાચવીને ચલાવવાનું કહેતા આરોપીઓએ વીકીસિંગના માથામાં કોઈ સાધનથી માર મારતા તેમને 3 ટાકા લેવા પડ્યા હતા. તેની સાથે ગુરુચરણ સિંઘ સરદાર મહેન્દ્ર સિંઘ સરદાર અને જીતુ સિંગ સરદાર મળી ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ બીલીમોરા નજીકના દેવસર ખાતે બંને પક્ષોની લડાઈમાં નોંધાયેલી સામસામી ફરિયાદો બાદ પોલીસે બંને પક્ષોના 6 જણાઓ સામે કાયદેસર ગુનો નોંધીને કાર્યવાહી કરી રહી છે.

Most Popular

To Top