વાહ! તમિલનાડુનું આ યુગલ મેટાવર્સની આભાસી દુનિયામાં કરશે લગ્ન

તમિલનાડુનું (Tamilnadu) એક યુગલ (Couple) કોરોનામાં નિયંત્રણો હોવાથી ‘મેટાવર્સ’ની આભાસી દુનિયામાં (Metavers’ Virtual World) લગ્ન (Marriage) કરશે. હેરી પોટર થીમ પર આ લગ્ન સમારોહમાં નવવધૂનાં સ્વર્ગસ્થ પિતા સહિતના હજારો મહેમાનો હાજર રહેશે! દિનેશ શિવકુમાર પદ્માવતી નામનો આ 24 વર્ષીય યુવાન છઠ્ઠી ફેબ્રુઆરીએ એની 23 વર્ષીય મંગેતર જનગણ્ધિનીને ઓનલાઇન પરણવા સજ્જ છે. દેશમાં આ પ્રકારના પહેલા લગ્ન છે. તમિલનાડુમાં કોરોનાને કારણે લગ્નોમાં સંખ્યા પર નિયંત્રણો છે. યુવકે લગ્નની જાહેરાત ટ્વીટર અને ઇન્સ્ટા પર કરી હતી અને 2000 ફોલોઅર્સે હાજરી માટે હામી ભરી છે. તેણે કહ્યું કે યુગલો ઝૂમ પર લગ્ન કરે છે એ ખબર છે પણ હું એથી આગળ મેટાવર્સમાં રિસેપ્શન કરનારો પહેલો હોઇશ. હું મેટાવર્સની ભારતીયોને ઓળખ કરાવવા માગું છું.

તે આઇઆઇટી મદ્રાસમાં પ્રોજેક્ટ આસીસ્ટન્ટ તરીકે કામ કરે છે. તેણે પરિવારને સમજાવવા યુ ટ્યુબ પર મેટાવર્સની ગાઇડ પણ મૂકી છે. ગયા વર્ષે ગુજરી ગયેલા રામાસ્વામીના પિતાનો અવતાર તેણે ક્રિએટ કર્યો છે. યુગલ પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેરશે અને તે કહે છે કે જો હજારો મહેમાનો જોડાશે તો એના ગામ શિવાલિંગાપુરમમાં ઇન્ટરનેટની તકલીફ પડશે. અમારે વાયા ફોન પર ચાલુ રહેવા સેલ ટાવર સુધી સ્કૂટર ચલાવવું પડશે.

કેવી રીતે થશે મેટાવર્સ મેરેજ?
કાનૂની લગ્ન પહેલાં થશે. સંબંધીઓ માટે આ મેટાવર્સ લગ્ન યોજાશે. એમાં મહેમાનોને મેટામાસ્ક કહેવાતું વૉલેટનું લોગ ઇન અપાશે. એમાં વ્યક્તિનું નામ અને પાસવર્ડ આપવાનો રહેશે. આ બ્લોકચેન વૉલેટ એક કી જનરેટ કરશે જે તમને વર્ચ્યુઅલ વર્લ્ડમાં લઈ જશે. અહીં તમે પસંદના વસ્ત્રો સાથે અવતાર સર્જી શકો અને હાથ મિલાવી શકો, વાત કરી શકો અને યુગલને આશીર્વાદ આપી શકો!

Most Popular

To Top