‘આપણા બંનેના વિચાર મળતા નથી, મારે બાળક જોઈતું નથી, તું મને છૂટાછેડા આપી દે’

નવસારી(Navsari): ભરૂચના (Bharuch) પતિ (Husband) અને સાસુએ (Mother in law) નવસારીની પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. તેમજ પતિના અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોવાથી તે પત્નીને (Wife) માર મારતો હોવાની ફરિયાદ (Complaint) નવસારી મહિલા પોલીસ (Police) મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, નવસારી સરદાર ટાઉનશીપમાં રહેતી આરતીબેન સુરેશભાઈ સોલંકીના લગ્ન 2013માં ભરૂચ ઝાડેશ્વર નગર તુલસીધામ રવિદર્શન સોસાયટીમાં રહેતા નિમેષ હસમુખ સોલંકી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પતિ નિમેષ અને સાસુ પદ્માબેન નાની-નાની બાબતે આરતીબેન સાથે ઝઘડો કરતા હતા.

  • અન્ય સ્ત્રી સાથે આડાસબંધની જાણકારી સાથે અન્ય સ્ત્રી સાથેના અશ્લીલ ફોટાઓ પણ મળ્યા
  • પતિ અને સાસુ દ્વારા છૂટાછેડા લઈ લેવા માટે દબાણ કરવામાં આવતું હતું

નિમેષના અગાઉ એક યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી થયું હતું. પરંતુ કોઈ કારણસર તેઓના લગ્ન થયા ન હતા. ત્યારબાદ પણ નિમેષ અને તે યુવતી વચ્ચે વાતચીત થતી હતી. જેની જાણ આરતીને થતા આરતી અને નિમેષ વચ્ચે બોલાચાલી થતા નિમેષે આરતીને અપશબ્દો બોલી માર માર્યો હતો. ત્યારબાદ ગત 2016માં આરતી ગર્ભવતી બની હતી. પરંતુ ગર્ભાવસ્થામાં પણ તેઓ આરતી પાસેથી ઘરના તમામ કામો કરાવતા હતા અને તેણીનું ધ્યાન પણ રાખતા ન હતા. દરમિયાન નિમેષે આરતીને જણાવ્યું હતું કે, ‘આપણા બંનેના વિચાર મળતા નથી, મારે બાળક જોઈતું નથી, તું મને છૂટાછેડા આપી દે’ તેમ કહેતા આરતીને આઘાત લાગ્યો હતો. ત્યારબાદ 2017માં આરતીબેને પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ નિમેષે છૂટાછેડા લેવા માટેનું દબાણ કરી રહ્યો હતો. તેમજ સાસુ પદ્માબેન માનસિક ત્રાસ આપી પૈસાની માંગણી કરતી હતી. ત્યારબાદ ગત 2021માં નિમેષનું અન્ય કોઈ સ્ત્રી સાથે આડાસબંધ હોવાનું આરતીને જાણવા મળ્યું હતું. તેમજ નિમેષના અન્ય સ્ત્રી સાથેના અશ્લીલ ફોટાઓ પણ મળ્યા હતા. જે બાબતે આરતી અને નિમેષ વચ્ચે ઝઘડો થતા નિમેષે તેણીને અપશબ્દો બોલી માર માર્યો હતો અને આરતી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ નિમેષ આરતીને છૂટાછેડા લઈ લેવા માટે દબાણ કરતા હતા. આ બાબતે આરતીબેને નવસારી મહિલા પોલીસ મથકે પતિ નિમેષ અને સાસુ પદ્માબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. ડી.એન. ચૌધરીએ હાથ ધરી છે.

Most Popular

To Top