દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રનું એક ગામ દારૂબંધીમાંથી મુક્ત થઈ જશે

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતના ચાર ગામો હવે કેન્દ્રશાષિત પ્રદેશમાં (Union Territory) સામેલ કરાશે, જેના પગલે હવે આ ચાર ગામોને દારૂબંધીનો કાદો લાગુ પડશે નહીં. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રમાં એક એવું ગામ છે કે જે હવે દારૂબંધી મુક્ત થશે. પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગમાં લેવાનારા ચાર ગામમાં દારૂબંધી (Alcoholism) લાગુ નહીં પડે, એટલે કે આ ગ્રામ્ય વિસ્તારમાં દારૂબંધીની મુક્તિ રહેશે. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે દીવના પ્રદેશની નજીક આવેલા ગામનો વિસ્તાર યુનિયન ટેરેટરીમાં સામેલ થશે ત્યારે આ વિસ્તારના ગામોને (Village) દારૂબંધીનો કાયદો નડશે નહીં.

કપરાડાના ચાર ગામો અને દીવ નજીકના એક ગામને કેન્દ્રશાષિત પ્રદેશમાં સામેલ કરાશે
વલસાડ જિલ્લાના (Valsad District) કપરાડા તાલુકાના (Kaprada Taluka) ચાર ગામો જે ટૂંક સમયમાં પડોશી કેન્દ્રશાસિત પ્રદેશનો ભાગ બનવાની સંભાવના છે. આ ભાગ મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા ઘોઘલા ગામનો એક ભાગ દીવના પ્રદેશને સોંપવામાં આવનાર છે. આમ કુલ પાંચ ગામ એવાં છે કે જેમનો મર્યાદિત વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશમાં ભળી જશે. આ નિર્ણય કેન્દ્રના ગૃહ મંત્રાલયે કર્યો છે. ગોવામાં 28મી જાન્યુઆરીએ યોજાનારી કેન્દ્રશાષિત પ્રદેશોની પશ્ચિમી કાઉન્સિલની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને બહાલી આપવામાં આવી શકે છે. આ નવા પ્રદેશો કેન્દ્રશાસિત થઇ જતાં ત્યાં ટુરિઝમ એક્ટિવિટીને વધારે મહત્વ મળશે.

કેન્દ્રનો આ નિર્ણયથી પ્રવાસન પ્રવૃતિને વેગ મળશે, સ્થાનિક લોકોને રોજગારીની તક વધશે
કપરાડા તાલુકાનું મેઘવાલ ગામ સંપૂર્ણપણે કેન્દ્રશાસિત પ્રદેશથી ઘેરાયેલું છે જ્યારે ત્રણ ગામો મધુબન જળાશયને દાદરા નગર હવેલી વિસ્તારની વચ્ચે જોવા મળે છે. આ ગામો ચોમાસામાં પાણીમાં ડૂબી જાય છે ત્યારે તેમનો એકમાત્ર પ્રવેશ કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે. આ ગામોને ગુજરાતમાંથી મુક્ત કરવાની માગણી વર્ષો જૂની છે જે હવે સાકાર થાય તેમ લાગી રહ્યું છે. આ જ પ્રમાણે સૌરાષ્ટ્રના દીવને અડીને આવેલા અમરેલીનું એક ગામ ઘોઘલા છે જે દીવના કેન્દ્રશાષિત પ્રદેશમાં સામેલ કરાય તેવી સંભાવના છે. આ ઘોઘલા ગામ સહિત દક્ષિણના ચાર ગામોના મર્યાદિત વિસ્તારમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળતાં સ્થાનિક રોજગારીની તકોનું સર્જન થશે.

Most Popular

To Top