આઇસીસીની વર્ષની શ્રેષ્ઠ વન ડે ટીમમાં એકપણ ભારતીયનો સમાવેશ નહીં

દુબઇ(Dubai): યુએઇમા (UAE) રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) કંગાળ પ્રદર્શનને કારણે આઇસીસીની (ICC) વર્ષની ટી-20 મેન્સ ટીમમાં એકપણ ભારતીય ખેલાડીને (Indian Player) સ્થાન ન મળ્યા પછી હવે વર્ષની શ્રેષ્ઠ વન ડે ટીમમાં પણ એકેય ભારતીયને સ્થાન મળ્યું નથી. આ ટીમમાં આયરલેન્ડના બે ખેલાડીને સ્થાન મળ્યું છે.

  • ટીમમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝનો પણ એકેય ખેલાડી સામેલ નથી
  • પાકિસ્તાનનો બાબર આઝમ કેપ્ટન બન્યો

રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝનો પણ એકેય ખેલાડી સામેલ નથી. આ ટીમમાં પાકિસ્તાનનો બાબર આઝમ કેપ્ટન બન્યો છે. જ્યરે ફખર ઝમાં તેમાં સામેલ બીજો પાકિસ્તાની ખેલાડી છે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના પણ બે જ્યારે બાંગ્લાદેશના ત્રણ ખેલાડીને આ ટીમમાં સામેલ કરાયા છે. આઇસીસીની વન ડે ટીમમાં એકેય ભારતીયનો સમાવેશ ન થવા પાછળનું મુખ્ય કારણે ભારતે ઓછી રમેલી વન ડે છે. ભારત આખા વર્ષમાં માત્ર છ વન ડે જ રમ્યું હતું.

આઇસીસીની વર્ષની શ્રેષ્ઠ પુરૂષ વન ડે ટીમ
પોલ સ્ટર્લિંગ, જાનેમન મલાન, બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાં, રાસી વાન ડેર ડુસેન, શાકિબ અલ હસન, મુશ્ફીકર રહીમ (વિકેટકીપર), વનિન્દુ હસરંગા, મુસ્તફિઝુર રહેમાન, સીમી સિંહ, દૂશ્મંતા ચમીરા.

Most Popular

To Top