આફ્રિકાના ઘાનામાં ટ્રક બ્લાસ્ટ: ધમાકો એટલો જોરદાર હતો કે આસપાસની 500 ઈમારતો તૂટી પડી, 17ના મોત

ઘાના: પશ્ચિમ આફ્રિકાના (West Africa) ઘાનામાં (Ghana) એક ટ્રક બ્લાસ્ટની (Truck Blast) ઘટનામાં 17 લોકોના મોત અને 59 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલો અનુસાર, આફ્રિકાના પશ્ચિમ ભાગમાં આ બ્લાસ્ટ થયો છે. સરકારના જણાવ્યા અનુસાર, ખાણકામમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો ભરેલી ટ્રક જઈ રહ્યો હતો ત્યારે એક મોટરસાઇકલ સાથે અથડાયો (Accident) હતો અને જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને 59 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

  • આ વિસ્ફોટ એપિએટમાં થયો હતો, જે દેશના પશ્ચિમ વિસ્તારમાં બોગોસો અને બાવડી શહેરોની વચ્ચે આવેલું છે.
  • માઇનિંગ વિસ્ફોટકોની હેરફેર કરતું વાહન એક મોટરસાઇકલ સાથે અથડાયું હતું, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
  • સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોને તેમની સલામતી માટે અન્ય શહેરોમાં જવાની સલાહ આપવામાં આવી.

ગુરુવારે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ (Post) કરવામાં આવેલા વીડિયોમાં (Video) વિસ્ફોટનો વિસ્તાર બતાવવામાં આવ્યો છે. જેમાં ડઝનેક ઈમારતો કાં તો ધરાશાયી થઈ ગઈ છે અથવા તો કાટમાળના ઢગલામાં ફેરવાતી જોવા મળી રહી છે. પોલીસે એક નિવેદનમાં કહ્યું કે ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માઇનિંગ વિસ્ફોટકોની હેરફેર કરતું વાહન એક મોટરસાઇકલ (Bike) સાથે અથડાયું હતું, જેના કારણે વિસ્ફોટ થયો હતો. જ્યાં સુધી સ્થિતિ પહેલા જેવી સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોને તેમની સલામતી માટે અકસ્માત સ્થળ પરથી અન્ય શહેરોમાં જવાની સલાહ આપવામાં આવી છે.

500 ઈમારતોને નુકસાન
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (NADMO) ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સેજી સાજી અમેદોનુએ જણાવ્યું હતું કે 500 ઈમારતો આ બ્લાસ્ટના લીધે તૂટી પડી છે. છે. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે તેમણે 10 મૃતદેહો જોયા છે. આ વિસ્ફોટ એપિએટમાં થયો હતો, જે દેશના પશ્ચિમ વિસ્તારમાં બોગોસો અને બાવડી શહેરોની વચ્ચે આવેલું છે. અહીં એક મોટરસાઇકલ વિસ્ફોટકો ભરેલી ટ્રકની નીચે આવી ગઈ હતી, જે કેનેડિયન કિનરોસ કંપની (Canadian Kinross Company) દ્વારા સંચાલિત ચિરાનો સોનાની ખાણ (Gold mine) તરફ જઈ રહી હતી. કિનરોસના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે જ્યાં આ ઘટના બની તે સ્થળ ખાણથી 140 કિલોમીટર (87 માઈલ) દૂર હતું.

Most Popular

To Top