રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ : વધુ એક વખત રેકોર્ડ બ્રેક કેસ, અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર

ગાંધીનગર(Gandhinagar): રાજ્યભરમાં કોરોનાનો (Corona) બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેમ એક જ દિવસમાં વધુ એક વખત રેકોર્ડ બ્રેક 24485 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કોરોનાનો વિસ્ફોટ અમદાવાદ મનપામાં થયો છે, આજે એક જ દિવસમાં નવા કેસ 9837 નોંધાયા છે. બીજી બાજુ રાજ્યમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 7 સહિત રાજ્યમાં વધુ કુલ 13 કોરોના દર્દીએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોરોનાનો બ્લાસ્ટ થતાની સાથે જ એક્ટિવ કેસની સંખ્યા પણ એક લાખને પાર થઈ કુલ 1,04,888 થઈ છે. જેમાં 156 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે 1,04,732 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાની સાથે કોરોના દર્દીઓ પણ સાજા થઇ રહ્યા છે. આજે રાજ્યમાં વધુ 10,310 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં ગુરૂવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુમાં અમદાવાદ મનપામાં 7, સુરત મનપામાં 2, જામનગર મનપામા 1, ગાંધીનગર ગ્રામ્યમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1, ખેડામાં 1 દર્દીનો સમાવેશ થાય છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,199 દર્દીનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં ગુરૂવારે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 9837, સુરત મનપામાં 2981, વડોદરા મનપામાં 2823, રાજકોટ મનપામાં 1333, સુરત ગ્રામ્યમાં 728, આણંદમાં 558, ભાવનગર મનપામાં 529, ગાંધીનગર મનપામાં 509, જામનગર મનપામાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરા ગ્રામ્યમાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગર ગ્રામ્યમાં 225, મોરબીમાં 206, રાજકોટમાં ગ્રામ્યમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢ મનપામાં 129, અમરેલીમાં 128, જામનગર ગ્રામ્યમાં 128, અમદાવાદ ગ્રામ્યમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગર ગ્રામ્યમાં 58, દેવભૂમિ દ્વારકામાં 45, ગીર સોમનાથમાં 40, જૂનાગઢમાં 30, મહીસાગરમાં 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદામાં 14, ડાંગમાં 9, છોટાઉદેપુરમાં 5 નવા કેસ નોંધાયા છે.


વધુ 2.47 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું
રાજ્યમાં ગુરૂવારે દિવસ દરમ્યાન 2.47 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 63677 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 6509 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 28491 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 32710 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 76785 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 38492 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજ્યના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,85,29,203 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top