ગુજરાત સ્કીલ્ડ યુથ કલ્ચર ઉભું કરવામાં અગ્રેસર : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર(Gandhinagar): આજે ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ-IIT RAM અમદાવાદનો (Ahmedabad) ૪થો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ પદેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) દૂરદર્શીતાથી ગુજરાતે (Gujarat) ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની સમયાનુકુલ માંગ મુજબનું સ્કીલ્ડ યુથ કલ્ચર ઉભું કરવામાં અગ્રેસરતા લીધી છે.

આ પદવીદાન સમારોહમાં ૩૭૦થી વધુ વિદ્યાર્થીઓને (Student) પદવી અને તજજ્ઞતા પ્રાપ્ત ર૦ જેટલા છાત્રોને મેડલ્સ (Medals) એનાયત કરવામાં મુખ્યમંત્રી પટેલ વર્ચ્યુઅલ સહભાગી થયા હતા. તેમણે આ ઇન્સ્ટીટયુટના પરિસરમાં કુલ રૂ. ૧૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા હોસ્ટેલ ભવન, એકેડેમીક બ્લોક તથા ફેકલ્ટી હાઉસિંગના ભૂમિપૂજન પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી જોડાઇને કર્યા હતા. મુખ્યમંત્રી પટેલે પદવી મેળવનારા યુવાઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતની યુવાશક્તિને ગ્લોબલ યુથ બનાવવાની નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતામાંથી રાજ્યમાં સેક્ટરલ યુનિવર્સિટીઝની નવતર ભેટ મળી છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું હતું કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી સહિતની બહુવિધ યુનિવર્સિટીઓમાં હવે IIT RAMનું નામ પણ જોડાઇ ગયું છે.

Most Popular

To Top