સુરત: (Surat) કોરોના સંક્રમણ દરમિયાન સુરતમાં અને ગુજરાતમાં કામ કરતા 15 લાખથી વધુ રત્નકલાકારો અને તેમના પરિવારોને (Family) રાહત પેકેજ નહીં આપવા...
કોરોના મહાવરીને કારણે સંપૂર્ણ દેશની રેલ્વેમાં વ્યવસ્થા ખોરવાય હતી જેને કારણે લાંબા સમય થી થંભી ગયેલી ટ્રેનો ફરી થી પટ્રી પર દોડવા...
સુરત: (Surat) ડીજીજીઆઇ સમક્ષ વેપારીઓની હેરાનગતિ મુદ્દે મંગળવારે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં મુખ્ય કેસ ભૂમિ એસોસિએટ તરફથી કરવામાં આવેલા કેસ સાથે...
સુરત: (Surat) સુરત શહેર ચોકબજાર વિસ્તારમાં રહેતા તનવીર હાશમીને મુંબઈ ક્રાઈમ બ્રાંચ અઠવાડિયા પહેલા પોર્ન ફિલ્મોના (Porn Film) મામલે દાખલ થયેલા કેસમાં...
દક્ષિણ આફ્રિકાના (South Africa) 36 વર્ષીય બેટ્સમેને ઘોષણા કરી દીધી છે કે તે હવે ટેસ્ટ મેચનું ક્રિકેટ રમવાનું બંધ કરશે. ડુ પ્લેસીસે...
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર કૂચ દરમિયાન લાલ કિલ્લા પર હિંસાના કેસમાં બીજી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લાલ કિલ્લા પર હિંસાના...
New Delhi: ભારત સરકાર અને US માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર વચ્ચેના સંબંધો આજકાલ સારા નથી ચાલી રહ્યા. સરકારે ટ્વિટરને દેશના કાયદાનું પાલન કરવા...
કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી ( KIRAN BEDI) ને છેલ્લા પાંચ વર્ષનો કાર્યકાળ પતે તે પહેલાં પદ પરથી દૂર કરવામાં આવ્યા...
રાજસ્થાનની જોધપુર જેલમાં આસારામની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે આસારામને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે....
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ( RAVISHANKAR PRASAD) તાજેતરમાં રાજ્યસભામાં અનામતને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય...
નવી દિલ્હી (New Delhi): દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા કપિલ મિશ્રા (Kapil Mishra) મંગળવારે પાર્ટીના કાર્યકર રિંકુ શર્માના (Rinku Sharma)...
ગોધરા: ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના દિવસે છુટાહાથની મારામારી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો પાલિકાના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના...
નડિયાદ: નડિયાદના ૨૭ વર્ષીય અક્ષર પટેલને સન ૨૦૧૪ ની સાલમાં ભારતીય ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની તક મળી હતી. વન-ડે મેચમાં ડેબ્યુ કર્યાના...
અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકાના માળકમ્પા નજીકથી ગત સપ્તાહે સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપેલા અંગ્રેજી દારૂ પ્રકરણમાં સાબરકાંઠા એલસીબી ને સોંપેલી તપાસમાં...
આણંદ : આણંદના સિસ્વા-ઉમલાવ રોડ પર પાંચ દિવસ પહેલાં થયેલી લૂંટના ગુનામાં પોલીસે સ્થાનિક ગેંગને ઝડપી પાડી 7 ઈસમોની ધરપકડ કરી છે....
ઠાસરા : ખેડા જિલ્લામાં કોલસાનું વહન કરતી ગાડીઓ સામે સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું છેલ્લા લાંબા સમયથી જોવા...
કેનબેરા: ઓસ્ટ્રેલિયા સરકારે કહ્યું કે ગૂગલ (GOOGLE) અને ફેસબુક સમાચાર (FACEBOOK NEWS) માટે દેશી મીડિયા કંપનીઓને ચૂકવણી કરવાના કરારો કરી રહ્યા છે....
મુંબઇ (Mumbai): જો કોવિડને લગતા ધારાધોરણોનું (Covid-19 protocols/ guidelines) પાલન ન કરવામાં આવે તો રાજ્ય સરકાર લોકડાઉન લગાડવાની ફરજ પાડશે, એમ મુખ્યમંત્રી...
દક્ષિણ આફ્રિકા ( SOUTH AFRICA) એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( SERUM INSTITUTE OF INDIA ) ને કોરોના રસીના દસ મિલિયન ડોઝ...
વડોદરા : જવાહરનગર પોલીસ મથકે પોલીસ કંટ્રોલ વર્ધીને કારણે લવાયેલા 45 વર્ષીય ઈસમનું પોલીસે માર મારતા મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ...
વડોદરા: સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ભોજગામ (પાદરા) અને પુનિયાવાંટ (છોટાઉદેપુર) ખાતે જાપાની પદ્ધતિ અનુસરીને બે નમૂના રૂપ...
ગોધરા: ગોધરા શહેરમા 2002માં ચકચારી એવા ટ્રેનકાંડના સંડોવાયેલા અને 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી શાખાએ પકડી પાડ્યો હતો. 2002માં ગોધરા...
વડોદરા: મહાનગર પાલિકાની ચૂંટણીના ધમાકેદાર પડઘમ વચ્ચે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ મતદારોને રીઝવવા માટે અગણીત સુવિધાઓના સપના બતાવતા વચનોની લ્હાણી કરી હતી. જયારે...
AHEMDABAD : ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા તેમના કર્મચારીઓને (STAFF) ને ચૂંટણીની કામગીરીમાંથી દૂર રાખવાની માગણી કરતી અરજી ગુજરાત હાઈકોર્ટ (...
વડોદરા: કુખ્યાત આરોપીઓનના તમામ ગુનાની સંપુર્ણ હીસ્ટ્રી સહીતની માહીતી સાથે પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવતા મોબાઈલમાં પોકેટ કોપની એપ્લીકેશનની મદદથી માત્ર 1...
વડોદરા: આજે એસએન્ડડીટી કોલેજ ખાતે ઈવીએમ મશીનને સીલ કરવાની કાર્યવાહી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.ઈવીએમ મશીન ચેક કરી સીલ કર્યા બાદ તેને...
ટૂંક સમયમાં યોજાઈ રહેલી કોર્પોરેશનની ચૂંટણી ગત તમામ ચૂંટણીઓ કરતાં કંઇક અલગમાં હોલમાં જોવા મળી રહી છે.આમ તો ઘણા નવા નિયમો ઉમેદવારો...
પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈએ હમણાં એક ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું કે; “ભારતનું ન્યાયતંત્ર કથળેલું છે. કોઈ કોર્ટનાં પગથિયાં ચડવા માંગતું નથી. તમે...
તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ ટ્રાફિક સમસ્યા પાછળ જવાબદાર કોણ? એ શીર્ષક હેઠળનું આરતીબેન જે. પટેલનું ચર્ચાપત્ર વાંચ્યું. અકસ્માત અટકાવવા...
ફૂલોએ રાગ છેડયો ને સુગંધે સંગત કરી અને પાંદડાઓએ ખુશીનું કોરસ ગાતાં ગાતાં વસંતના આગમનની છડી પોકારી છે. વસંત એ પ્રેમની ૠતુ...
બારડોલીમાં શેરડીના સળગતા ખેતરમાં દીપડાનું બચ્ચું રડ્યું, તેની મા આવી અને પછી થયું આવું
અમૃતપાલ સિંહનું લાસ્ટ લોકેશન પોલીસે ટ્રેક કર્યું, એક મહિલાની ધરપકડ
ડુંગર પરથી પડી જવાના લીધે મૃત્યુ પામેલો માંડવીનો યુવક ચારને નવું જીવન આપતો ગયો
વ્યારાના કણજા ફાટક રોડ પર ટેમ્પોએ ટક્કર મારતા બાઈક પર જતા સોનગઢના યુવકનું મોત
વાપીના સલવાવથી દારૂનો જથ્થો ભરેલું ડમ્પર પોલીસે ઝડપી પાડ્યું
‘મૃત્યુની નજીક જઈ રહ્યો છું..’, અભિનેતા પિયુષ મિશ્રાના નિવેદનથી ચાહકો દુ:ખી
SMCમાં કોન્ટ્રાકટ પર ચાલતી એમ્બુલન્સના ડ્રાઈવરનો ચાર દિવસ બાદ ખોલવડ નદીમાંથી મૃતદેહ મળ્યો
રાહુલ ગાંધીને બે વર્ષની સજા કેમ? સુરતની કોર્ટે કહ્યું…
પોતાના બેડ પર છ ફૂટ લાંબા સાપને આળોટતો જોઈ મહિલાએ કર્યું આવું…
સલમાન ખાનને મળેલી ધમકીના મામલામાં મોટું અપડેટ સામે આવ્યું, અહીંથી આવ્યો હતો ઈમેલ
13 વર્ષની કિશોરીની છાતીમાં કાણું પડતા ધબકતું ‘હૃદય’ દેખાવા લાગ્યું, સુરતની ચોંકાવનારી ઘટના
ભરૂચના પાલેજ રેલવે સ્ટેશનના ફાટક સાથે ડમ્પર અથડાતા રાજધાની સહિત અનેક ટ્રેનો અટકી પડી
ટેક્સટાઈલ કમિશનરની ઓફિસને ટેક્સટાઈલ મંત્રાલયમાં મર્જ કરવાને લઈ સુરત અને મુંબઈમાં વિવાદ
સુરતની કંપની અનુપમ રસાયણ 670 કરોડના ખર્ચે સચિન-ઝઘડિયામાં ત્રણ નવા પ્લાન્ટ નાંખશે
સુરતના 72 વર્ષીય વૃદ્ધની પોલીસે કરી ધરપકડ, એવું તો શું કામ કર્યું કે જેલના સળિયા ગણવા પડ્યાં
રાહુલ ગાંધીએ સાસુમા હોટલમાં ગુજરાતી ભોજન લીધું, હલવો, ઢોકળા અને લસણિયા બટાકા ખાધાં
દમણની હોટલના સંચાલકનું હાર્ટ એટેક આવતા મોત, પિતા સાથે વાત કરતાં કરતાં અચાનક ઢળી પડ્યાં
તૃપ્તિ તક શોધે છે
યામી હજુ ય કેમ ન જામી?
અદાણી બાદ હિંડનબર્ગ વધુ એક બ્લાસ્ટની તૈયારીમાં, ટ્વીટ કર્યું- ‘ન્યૂ રિપોર્ટ સૂન.. અનધર બિગ વન’
અર્જુન ‘રાઇઝ’ થશે કે પ્રભાસના ‘બાહુ’(બલી) ચાલશે?
લગ્ન કરવાની લાલચ આપી યુવકનો યુવતી પર દુષ્કર્મ : ગર્ભવતી બની
વીઆઈપી રોડ બ્રિજ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત
શહેરમાં બે બૂટલેગરો વચ્ચે ગેંગવોર : મારક હથિયારો સાથે બંને જુથ સામ સામે આવી ગયાં
વુડાના મકાનોમાં પાણીની સમસ્યાના પગલે સ્થાનિક લોકોએ બળાપો કાઢ્યો
અમુલના વેટરનરી ડૉક્ટરની ગાડીમાં દારૂની હેરાફેરી પકડાઇ
વડતાલમાં ગેરકાયદે 42 દુકાન પર બૂલડોઝર ફરી વળ્યું
કુપોષણ સામે લડવા ખોરાકમાં મિલેટ્સનો ઉપયોગ વધારવો જોઇએ
પેટલાદ તા.પં.ના બજેટમાં 8.68 કરોડ પુરાંત
21મી માર્ચ: રાત દિવસ સરખા
સુરત: (Surat) કોરોના સંક્રમણ દરમિયાન સુરતમાં અને ગુજરાતમાં કામ કરતા 15 લાખથી વધુ રત્નકલાકારો અને તેમના પરિવારોને (Family) રાહત પેકેજ નહીં આપવા અને વ્યવસાયવેરો રદ કરવાની માંગણી નહીં સ્વીકારનાર રાજ્ય સરકારના વિરોધમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ગુજરાત ડાયમંડ વર્કર (Diamond Workers) યુનિયને ઝુંબેશ શરૂ કરી છે. યુનિયન દ્વારા રત્નકલાકારોને લાગણીશીલ પત્ર લખી સત્તા પક્ષને સબખ શીખવવા અપીલ કરી છે.
ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝીલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરાઉધોગમાં કામ કરતા કામદારો એટલે રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી પાયમાલ થઈ રહ્યા છે. બેરોજગારી અને આર્થિક તંગી તથા શોષણ અત્યાચાર અને ઓછા પગારમાં વધુ કામ કરાવવામાં આવી રહ્યું છે. હીરાને ચમકાવવાની લાયમાં રત્નકલાકારો અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રત્નકલાકારો સત્તા પક્ષને મત નહીં આપી તેમની લાગણીનો પડઘો પાડે તેવી લાગણી રત્નકલાકારોમાંથી ઊભી થઇ છે. વૈશ્વિક મહામારી કોરોનાવાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તેમાં અમારા રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં આવી ગયા હતા. તેમ છતાં સરકારે રત્નકલાકારોને કોઈ જ મદદ કરી ન હતી. તેના બદલે સરકારે ઉદ્યોગકારોને વ્યાપક મદદ કરી હતી.
રત્નકલાકારોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોનાકાળ દરમિયાન વારંવાર સમય માંગવા છતાં તેમણે મુલાકાત આપવાનું પણ ટાળ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આર્થિક રાહત પેકેજનો મામલો મુખ્યમંત્રીના વિભાગ હસ્તકનો છે અને રત્નકલાકારોની લાગણી તેમના સુધી પહોંચાડવાની વાત કરી હાથ ખંખેરી લીધા હતા. સરકારે મોટા કારીગર વર્ગ પ્રત્યે સંવેદના દાખવી ન હોવાથી રત્નકલાકારોના સંગઠને સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન નાછૂટકે સત્તા પક્ષને સબક શીખવવાની અપીલ કરવી પડી છે.
હીરાઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવતા હોવા છતાં તેમને કામદારોને મળવાપાત્ર લાભો પીએફ, હક્ક રજા, પગાર સ્લીપ, બોનસ, ઓવરટાઈમ પગાર, ગ્રેજ્યુટી, ઇ.એસ.આઈ.સી, ઓળખપત્ર સહિતના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. તેથી જે પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રત્નકલાકારોના આ મુદ્દે સહમત હોય તેવા પક્ષને મત આપવા અપીલ કરવામાં આવી રહી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા ધારી પક્ષ દ્વારા વ્યવસાયવેરો રદ કરવાનું વચન આપવામાં આવ્યું હતું.
તેનો અમલ સત્તા પક્ષે કર્યો નથી. તેના પગલે રત્નકલાકારોમાં અને તેમનાં સંગઠનોમાં સત્તા પક્ષ વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે. કોરોનાકાળ દરમિયાન આર્થિક સંકડામણને કારણે આપઘાત કરનાર અનેક રત્નકલાકારોને સરકાર દ્વારા કોઇ આર્થિક સહાય મળી નથી. તેમના પરિવારના ગુજરાન માટે એનજીઓ અને રત્નકલાકારોના સંગઠનો વહારે આવ્યાં છે. સરકારે તેમની કોઇ દરકાર રાખી નથી એમ પણ રમેશ ઝીલરીયા અને ભાવેશ ટાંકે જણાવ્યું હતું.