SURAT

ડુંગરી હાઈવે પર દોડતી ટ્રકના ડ્રાઈવરને ભરબપોરે ઝોકું આવ્યું અને પછી જોરદાર અવાજ આવ્યો…

સુુરત: વલસાડના (Valsad) ડુંગરી હાઇવે (Highway) ઉપર વિચિત્ર અકસ્માત (Accident) બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત (Died) નિપજ્યું હતું. ઘટના શુક્રવારે બપોરે બની હતી. ડુંગરી હાઇ-વે (High-Way) ના કિનારે પાર્ક ટ્રકમાં (Truck) પાછળથી બીજી ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમા ક્લીનરનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. આ દુર્ઘટના પાછળ વિચિત્ર કારણ સામે આવ્યું છે. ડ્રાઇવરને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ક્લીનરનું મોત થયું છે. પરીવારે એકનો એક દિકરો ગુમાવ્યો છે.

  • વલસાડના ડુંગરી હાઇવે ઉપર વિચિત્ર અકસ્માત
  • ડ્રાઇવરને ઝોકુ આવી જતા એક નિર્દોષનો જીવ ગયો
  • પરીવારે એકનો એક દિકરો ગુમાવ્યો છે
  • ટ્રક ડ્રાઇવર સલામ સાથે યુવકની પહેલી મુસાફરી અંતિમ મુસાફરી બની
  • સુરત સિવિલમાં યુવકનું મોત

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી મુંબઈ જતી ટ્રકને વલસાડના ડુંગરી નજીક અકસ્માત નડતા યુવા ક્લીનરનું સુરત સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ડ્રાઇવરે કહ્યું હતું કે રોડ બાજુએ પાર્ક ટ્રક સાથે અકસ્માત થયા બાદ ક્લીનર સાહેદ ગંભીર રીતે ઘવાયો હતો. પહેલીવારનો પ્રવાસ જ અંતિમ પ્રવાસ બન્યો હતો. સાહેદ પરિવારનો એક નો એક દીકરો હતો. જેના મૃત્યુના સમાચાર સાંભળી પરિવરનો શોકમાં ગરકાવ થયો છે.

ટ્રક ડ્રાઇવર સલામ શાએ જણાવ્યું હતું કે તેઓ મધ્યપ્રદેશના રતલામથી મુંબઈ લોખંડના વાયરને ટ્રકમાં ભરી જઇ રહ્યા હતા. ત્યારે વલસાડના ડુંગરી નજીક તેમને ઝોકું આવી જતા ટ્રક રોડ બાજુએ પાર્ક અન્ય ટ્રક પાછળ ડાબી બાજુએથી ઘુસી ગઇ હતી. તેની સાથે જતા ક્લીનર સાહેદને આ અકસ્માતથી ગંભીર ઇજા થઇ હતી.

ત્યાર બાદ સાહેદને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યોગ્ય રિકવરી ન આવતા વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ ખસેડાયો હતો અને ત્યાંથી પરિવારજનો સાહેદ સુરત સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં વહેલી સવારે સાહેદનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારના જણાવ્યા અનુસાર સાહેદ સહેજાદ ખાન માતાના અવસાન બાદ પિતા સાથે રહેતો હતો. જોકે પિતા સાથે પણ સંજોગોવશાત સાહેદે અલગ થવુ પડ્યુ જેથી તે દાદી અને ફોઈ સાથે રહીને નાના મોટા કામ કરી ગુજરાન ચલાવતો હતો. એટલું જ નહીં પણ ટ્રક ડ્રાઇવર સલામ સાથે આ એની પહેલી મુસાફરી હતી જે અંતિમ મુસાફરી બની છે. હાલ આખો પરિવાર શોકમાં છે.

Most Popular

To Top