India

LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો

19 કિલોના કોમર્શિયલ ગેસમાં ₹993નો ઉછાળો, નવા દર જાહેર

દેશભરમાં 1 મે 2026થી LPG સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને 19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ₹993નો ભારે વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હોટલ-રેસ્ટોરન્ટ, કેટરિંગ અને નાના વેપારીઓ પર સીધી અસર પડશે.સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા નવા ભાવ સુધારણા મુજબ હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત લગભગ ₹3,071.50 થઈ ગઈ છે.

ઘરેલુ LPG ગ્રાહકો માટે રાહત
મહત્વપૂર્ણ બાબત એ છે કે 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એટલે સામાન્ય ઘરેલુ ગ્રાહકો પર આ વધારાનો સીધો અસરકારક બોજો પડતો નથી.

કોને પડશે સૌથી વધુ અસર?
કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલા ભારે વધારાથી નીચેના ક્ષેત્રોમાં ખર્ચ વધવાની શક્યતા છે:
હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય
ઢાબા અને ફૂડ સ્ટોલ
કેટરિંગ સર્વિસ
બેકરી અને નાના ઉદ્યોગો, આ ક્ષેત્રોમાં ગેસનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી ભોજન અને સેવાઓના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાવ વધારાના મુખ્ય કારણો
માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા બજારમાં ચાલી રહેલી અસ્થિરતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે LPG સપ્લાય અને કિંમતો પર અસર પડી છે. જેના કારણે કોમર્શિયલ LPG સિલિન્ડરના દરોમાં મોટો વધારો નોંધાયો છે.

દર મહિને થાય છે ભાવમાં ફેરફાર
સામાન્ય રીતે તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહીનાની પહેલી તારીખે LPGના નવા ભાવ જાહેર કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ, પરિવહન ખર્ચ અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે દરોમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે.

Most Popular

To Top