Halol

પાવાગઢ ડુંગર પર પાણીનું ટેન્કર પલટી ખાતાં અકસ્માત: ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ

ડુંગર પર પાણી પહોંચાડ્યા બાદ પરત ફરતી વખતે સર્જાયો બનાવ
બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી

હાલોલ | તા. 1-5-2026 |
પાવાગઢ ડુંગર પર ગુરુવારના રોજ પાણી પહોંચાડવા ગયેલું સરકારી પાણીનું ટેન્કર નીચે ઉતરતી વખતે ટ્રેક્ટર સાથે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઈને વિસ્તારમાં થોડીવાર માટે ચકચાર મચી ગઈ હતી.

અકસ્માત સમયે ટ્રેક્ટર ચલાવતા ડ્રાઈવર સાથે એક ક્લીનર પણ હાજર હતો, પરંતુ સદનસીબે બંનેનો બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી.
હાલ ડુંગર પર પાણીની તંગીને કારણે તળેટીમાંથી પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. પાણી ખાલી કર્યા બાદ પરત ફરી રહેલું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ ટ્રેક્ટરની બ્રેક ફેલ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રતિનિધિ: યોગેશ ચૌહાણ

Most Popular

To Top