Business

ઓગસ્ટ મહિનામાં છુટક ફુગાવો

ઓગસ્ટ મહિનામાં છુટક ફુગાવો વધીને 4.82 ટકા થયો હતો. જુલાઇમાં 4.45 ટકા હતો, જે આઠ મહિનાની ઉંચાઇ પર પહોંચ્યો હતો અને આરબીઆઇના લક્ષ્યાંક ચાર ટકાની ઉપર બંધ રહ્યો હતો. છુટક ફુગાવો વધવા પાછળ ખાદ્ય ચીજોની ઉંચી કિંમત છે, જેથી લોકોના ઘરોનું બજેટ ખોરવાઇ રહ્યું છે.

સીપીઆઇ એટલે કે છુટક ફુગાવો સતત ત્રીજા મહિને આરબીઆઇના લક્ષ્યાંક 4 ટકાથી ઉપર રહ્યો છે. મે મહિનામાં તે 3.93 ટકા હતો. જુનમાં તે વધીને 4.38 ટકા અને જુલાઇમાં 4.45 ટકા થઇ ગયો હતો. ઓગસ્ટનો 4.82 ટકા આંકડો 2025 આધાર વર્ષ માટે નવી સીપીઆઇ શ્રેણીમાં આઠ મહિનામાં સૌથી વધુ છે. ઓગસ્ટ માટેના ફુગાવાના ડેટા એ છેલ્લો રિટેલ ફુગાવાનો ડેટા છે જે આરબીઆઇની આગામી નીતિ બેઠક પહેલા બહાર આવ્યો હતો. મોનીટરી પોલિસી કમિટીની બેઠક 5થી 7 ઓકટોબર દરમ્યાન યોજાશે. સપ્ટેમ્બરનો ફુગાવાના આંકડા 12 ઓકટોબરે આવશે. સરકારી આંકડા દર્શાવે છે કે, ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી વધારે છે. ઓગસ્ટમાં ગ્રામીણ સીપીઆઇ ફુગાવો 5.23 ટકા રહ્યો હતો,

જે જુલાઇમાં 4.84 ટકા હતો. જ્યારે શહેરી ફુગાવો 3.96 ટકાથી વધીને 4.31 ટકા થયો છે. છૂટક ફુગાવો વધવા માટે કાંદા, લસણ, આદુ, ખાંડ, દૂધ વગેરે ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો અને ઇંધણના ભાવમાં પણ વધારાને જવાબદાર માનવામાં આવે છે. ઓગસ્ટમાં ડુંગળીનો ફુગાવો જુલાઈના ૨૨.૫૪ ટકા સામે વધીને ૪૮.૨૭ ટકા થયો હતો. લસણનો ફુગાવો જુલાઈના ૩૫.૩૬ ટકાથી વધીને ૪૩.૬ ટકા થયો હતો. બીજી તરફ, ટામેટાં, બટાટા, ભીંડા અને પરવળના ભાવમાં ઘટાડો થયો હતો.

Most Popular

To Top