Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં કોરોનાના(corona) કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)આજે સોમવારે સવારે અચાનક જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની (Civil Hospital) મુલાકાત લીધી હતી. તેમણે હોસ્પિટલમાં કોવિડ(covid) અને ઓમિક્રોન (Omicron)વોર્ડની મુલાકાત લઈને સુવિધા અને સારવાર અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભૂપેન્દ્ર પટેલ સાથે આરોગ્ય મંત્રીના બદલે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા આવી પહોંચતા ચર્ચાનો વિષય બન્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટરો સાથે ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝિટથી (Surprise visit) હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે જોવા મળ્યો હતો.

CMની સરપ્રાઈઝ વિઝિટથી હોસ્પિટલનો સ્ટાફ હરકતમાં

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરપ્રાઈઝ વિઝિટથી હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. તેમણે હોસ્પિટલમાં કોવિડ વાર્ડ અને ઓમિક્રોન વાર્ડની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે હોસ્પિટલના ICU વાર્ડની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ સફાઈ કર્મીથી લઈને RMO સાથે ચર્ચા કરી હતી. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી અને સાથે જ હોસ્પિટલની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલના કર્મીઓ સાથે વાત કરી સાફ સફાઈ, દવાઓ અને દર્દીઓને અપાતી સુવિધા અંગે પણ સમીક્ષા કરી હતી.

ગુજરાતમાં 24 કલાકમાં 177 નવા કેસ નોંધાયા, 948 એક્ટિવ કેસ

રાજ્યમાં નવેમ્બર મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 177 નવા કેસ નોંધાયા છે. જ્યારે 66 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં એક હજારની નજીક 948 એક્ટિવ પહોંચી ગયા છે. જોકે આજે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યના 13 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. પરંતુ આજે અમદાવાદમાં સૌથી વધુ 52 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધવા લાગી છે. બહારથી આવતા મુસાફરોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને વધતા અટકાવવા કડક નિયમોના આદેશ આપ્યા છે. સાથે જ બહારથી આવતા મુસાફરોનું સતત ચેંકિગ કરવામાં આવી રહ્યું છે.

To Top