SURAT

સુરતમાં એપાર્ટમેન્ટના સાતમા માળે રૂમમાં બે વર્ષનો બાળક લોક થઈ જતા પરિવારનો જીવ અદ્ધર થયો

સુરત(Surat): જ્હાંગીરપુરાના વીર સાવરકર હાઈટ્સમાં (VeerSavarkarHights) સાતમાં માળે આવેલા ફ્લેટમાં એક બાળક (Child) રૂમમાં લોક (Lock) થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યું (Rescue) કરી બાળકને સહી સલામત બહાર કાઢ્યું હતું. ઘટના ફ્લેટ નંબર 702માં બની હતી. પરિવારના સભ્યો કામ અર્થે બહાર નીકળ્યા બાદ બાળક અંદરથી લોક થઈ ગયું હતું. બાળકને દરવાજો ખોલતા આવડતું ન હતું. બાળકના રડવાના અવાજથી પરિવારજનોએ ચિંતિત થઈને ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો.

મોરાભાગળ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર ધર્મેશ પટેલએ કહ્યું કે, બાળક ફસાયું હોવાનો કોલ મળતાં ઘટના સ્થળે પહોંચીને દરવાજો ફાયરના સાધનો દ્વારા તોડી નાખ્યો હતો. બાળકને બહાર સહી સલામત રીતે બહાર કાઢ્યું હતું. જો કે, આ પ્રકારના બનાવો સતત વધી રહ્યા છે જેથી દરેક માતા પિતાએ પોતાના સંતાનોની કેર કરતાં દરવાજા બંધ કરતાં અગાઉ વધારે કાળજી રાખવી જોઈએ.

બાળકના પિતા રવીન્દ્રનાથ કુસ્તીએ જણાવ્યું હતું કે તેઓ કોલકતાના રહેવાસી છે. ઘટના સવારે લગભગ 11:30 ની હતી. હું ખાનગી ઇલિકટ્રીકલ કંપનીમાં નોકરી કરું છું, કામ પર હતો, દીકરી સ્કૂલેથી આવ્યા બાદ ભાઈ સાથે રમતી હતી. બસ ત્યારબાદ દીકરી રૂમમાંથી બહાર આવી ને રૂમ લોક થઈ ગયો, અને 2 વર્ષનો માસુમ રૂમ ન ખોલી શકતા રડવા લાગ્યો એટલે ફાયરની મદદ લેવી પડી, હાલ બધું જ સારું છું.

Most Popular

To Top