World

રશિયાના એરપોર્ટના રનવે પર પેલેસ્ટાઈનના સમર્થકોએ કબ્જો કર્યો, પ્લેનમાં ઘૂસી યહૂદીઓને શોધવા લાગ્યા

નવી દિલ્હી(NewDelhi) : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સતત ત્રણ અઠવાડિયાથી યુદ્ધ (IsraelHamasWar) ચાલી રહ્યું છે. ઈઝરાયેલ સતત ગાઝા (Gaza) પટ્ટી પર હુમલા કરી રહ્યું છે. દરમિયાન રવિવારે દક્ષિણ રશિયામાં (SouthRussia) દાગેસ્તાનના મખાચકાલા શહેરના એરપોર્ટ પર પેલેસ્ટાઈનના સમર્થકોએ અચાનક રનવે પર ધસી ગયા હતા. દરમિયાન પ્રદર્શનકારીઓએ રનવે બંધ કરાવી દીધું હતું, ત્યાર બાદ રશિયન સરકારે દાગેસ્તાનના માખચકાલા જનારી તમામ ફ્લાઈટને બીજા એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી.

ગાઝામાં ઈઝરાયેલી કાર્યવાહીની નિંદા કરવા માટે લોકો ભેગા થયા હતા. પ્રદર્શનકારીઓનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં પ્રદર્શનકારીઓનું મોટું જૂથ એરટર્મિનલમાં ઘુસી ગયા હતા. એરપોર્ટના રૂમોમાં તોડફોડ કરી હતી. પ્રદર્શનકારીઓએ એરપોર્ટની બિલ્ડિંગ પર હુમલો કરી દીધો હતો. પેલેસ્ટાઈનનો ઝંડો લહેરાવ્યો હતો અને અલ્લાહુ અકબરના નારા પોકાર્યા હતા. અહીં તેમણે યહૂદી વિરોધી નારા પોકાર્યા હતા અને તેલ અવીવ, ઈઝરાયેલથી આવતી ફ્લાઈટ્સમાં યાત્રીઓની આઈડેન્ટિટી ચેક કરી હતી.

આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. પ્રદર્શનકારીઓએ જબરદસ્તી દરવાજા ખોલ્યા હતા. અભદ્ર ભાષામાં બૂમો પાડી રહ્યાં હતાં. દરવાજો ખોલવા કહી રહ્યાં હતાં. દરમિયાન એરપોર્ટના કર્મચારીઓ ગુસ્સે ભરાયા હતા. એક મહિલા રશિયન ભાષામાં કહેતી હતી કે અહીં કોઈ ઈઝરાયેલી નથી. મીડિયા રિપોર્ટ્સના દાવા અનુસાર પ્રદર્શનકારીઓનો હેતુ ઈઝરાયેલી નાગરિકો પર હુમલો કરવાનો હતો. દાગિસ્તાનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 20થી વધુ લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. જેમાંથી બે જણાની હાલત નાજૂક છે.

આ તરફ બગડતી સ્થિતિના પગલે ઈઝરાયેલે રશિયન અધિકારીઓ સાથે ઈઝરાયલીઓ અને યહુદીઓની રક્ષા કરવા અપીલ કરી છે. યેરુસલેમમાં વિદેશ મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યું કે મોસ્કોમાં ઈઝરાયેલી રાજદૂત રશિયન અધિકારીઓ સાથે કામ કરી રહ્યાં છે. નિવેદનમાં કહ્યું કે, ઈઝરાયેલ ઈઝરાયેલી નાગિરકો અને યહૂદીઓને નુકસાન પહોંચાડવના પ્રયાસોને ગંભીરતાપૂર્વક લે છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે, ઈઝરાયેલને આશા છે કે રશિય માનવ અધિકારના કાયદાનું પાલન કરશે અને ઈઝરાયેલી નાગરિકો અને યહૂદીઓની રક્ષા કરશે.

Most Popular

To Top