Vadodara

ગાંધીનગર ગૃહ ખાતે યુવા ગ્રુપના કાર્યકર્તાઓએ વહેલી સવારે પોતે પોતાનું અને પોતાના પરિવારનું મતદાન કરીને મોટી સંખ્યામાં પ્લેયકાર્ડ અને બૅનર સાથે લઈને મતદાન કરવાની અપીલ કરી


દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજે ત્રીજા તબ્બકાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે યુવા ગ્રુપ, વડોદરા દ્વારા આજે વડોદરા લોકસભાના મતદારોને અને દેશના મતદારોને મતદાન કરવાની અપીલ કરતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગાંધીનગર ગૃહની બહાર યુવા ગ્રુપના કાર્યકર્તાઓ એ વહેલી સવારે પોતે પોતાનું અને પોતાના પરિવારનું મતદાન કરીને મોટી સંખ્યામાં પ્લેયકાર્ડ અને બૅનર સાથે લઈને મતદાન કરવાની અપીલ કરી હતી. મતદાન નું મહત્વ સમજાવવા માટે અને જાગૃતતા લાવવા માટે વિવિધ સ્લોગન સાથેના પ્લેયકાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. યુવા ગ્રુપના કાર્યકર્તાઓ પોતાની મતદાનની ફરજ પુરી કરી અને મીડિયાના માધ્યમ થી અન્ય મતદારો પણ મતદાન કરી પોતાની ફરજ પુરી કરે તેવો સંદેશો આપ્યો હતો. હાલમાં ખુબજ ગરમી પડતી હોવાથી 12 વાગ્યા સુધીમાં જ લોકો મતદાન કરે તેવી વિનંતી પણ મતદારોને યુવા ગ્રુપ, વડોદરા દ્વારા કરવામાં આવી હતી. યુવા ગ્રુપ દ્વારા જે લોકો વહેલી સવારે મતદાન કરીને આવ્યા હતા તેવોનું ફૂલ આપીને સન્માન કર્યું હતું અને ચોકલેટ દ્વારા તેવોનું મોઢું મીઠું કરાવ્યું હતું.

Most Popular

To Top