Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: દેશ(Country)માં ફરી કોલસા(Cola)ની અછત(Shortage) ઉભી થઇ છે. જેના પગલે ફરી વીજ સંકટ(Power Crisis) આવી શકે છે. કાળઝાળ ગરમીનાં પગલે વીજળી(Electricity)ના વપરાશ(Consumption)માં વધારો થયો છે. દેશમાં કોલસા સંકટ હજુ તોળાઈ રહ્યું છે. કોલસાની ખાણોમાં હાલમાં ઉત્પાદન 9 વર્ષની સરખામણીમાં ઘણું નીચું છે. એક રિપોર્ટ અનુસાર, કોરોના લોકડાઉન બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પાછી પાટા પર આવવાને કારણે ફેક્ટરીઓ અને ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ વધ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે જ દેશના પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ભંડાર નવ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

  • કોલસાનો ભંડાર નવ વર્ષની નીચી સપાટીએ, એક સપ્તાહમાં વીજળીની માંગ 1.4% વધી
  • એકતરફ ગરમી વધશે બીજી તરફ કોલસાની માંગ વધશે, પંજાબ સહિત દસ રાજ્યોમાં કોલસાની ભારે અછત

દેશના આ રાજ્યો વીજકપ લાગુ થઇ શકે છે
હાલમાં આંધ્ર પ્રદેશ,કર્ણાટક બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પંજાબ, હરિયાણા,રાજસ્થાન, તેલંગણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કોલસાની અછત છે. મહારાષ્ટ્ર પણ ફરજીયાત વીજકાપ લાગુ કરવાની નજીક પહોંચી ગયું છે. જેની સામે વીજકાપથી બચવા ગુજરાત અને તામિલનાડુ જેવા રાજ્યોએ પોતાની વીજ કંપનીઓને મોંઘી કિંમતે અન્ય રાજ્યો પાસેથી વીજળી ખરીદવાની મંજુરી આપી દીધી છે.

કેન્દ્રીય ઉર્જા પ્રધાન આરકે સિંહે બુધવારે જણાવ્યું હતું કે, કોલસાની કટોકટીનો સામનો કરવા અને વીજ ઉત્પાદન ચાલુ રાખવા માટે, કેન્દ્ર સરકાર ખાણોની નજીકના પ્લાન્ટ્સ માટે લિન્કેજ કોલસા પર રાજ્યોને 25 ટકા ટોલિંગ સુવિધા આપશે. આયાતી કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ અંગેની સમીક્ષા બેઠક બાદ સિંહે જણાવ્યું હતું કે, કોલસાના પરિવહનને બદલે દૂરના રાજ્યોમાં વીજળી પહોંચાડવી સરળ બનશે.

મહારાષ્ટ્રમાં ઘણા વર્ષો પછી આટલું મોટું વીજ સંકટ
જેમ જેમ ગરમી વધશે તેમ તેમ વીજળીની માંગ ઝડપથી વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. તેથી, વીજળીની માંગમાં વધારો થવાનું બંધાયેલ છે. મહારાષ્ટ્રમાં ઘણા વર્ષો પછી આટલી મોટી વીજળી સંકટ ઉભું થયું છે. અહીં 2500 મેગાવોટ વીજળી માંગ કરતાં ઓછી છે. રાજ્યમાં 28000 મેગાવોટની વિક્રમી માંગ છે જે ગત વર્ષ કરતા 4000 મેગાવોટ વધુ છે. સરકારી ડેટા અનુસાર ઝારખંડ, બિહાર, હરિયાણા અને ઉત્તરાખંડમાં માંગ કરતાં ત્રણ ટકા ઓછી વીજળી ઉપલબ્ધ છે.

એક સપ્તાહમાં વીજ માંગમાં 1.4% વધારો
યુપીમાં 21 થી 22 હજાર મેગાવોટ વીજળીની માંગ છે. જ્યારે માત્ર 19 થી 20 હજાર મેગાવોટ વીજળી આપવામાં આવી રહી છે. રાજ્યમાં એકમો 4587 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે. 7703 મેગાવોટ કેન્દ્ર સરકાર દ્વારા સપ્લાય કરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં માંગમાં 1.4% વધારો થવાને કારણે વીજ સંકટ વધુ ઘેરી બન્યું છે. આ આંકડો ઓક્ટોબરમાં વીજ કટોકટી દરમિયાન માંગ કરતાં વધુ છે. ઓક્ટોબરમાં કોલસાની ગંભીર કટોકટી દરમિયાન વીજળીની માંગમાં એક ટકાનો વધારો થયો હતો. જોકે, માર્ચમાં વીજ માંગમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

To Top